અને એ જ મારા માટે સૌભાગ્યની વાત છે "

ધર્મક્ષેત્ર :
વારો શ્રી કૃષ્ણનો હતો -
દુર્યોધન સિવાય કોઈ આરોપ ના મૂકી શક્યો એટલે એમણે સ્વયં બધાના મનના પ્રશ્નોને વાચા આપી - જવાબ આપ્યા !
અંતે પાંચાલી -
"સખા, હું આરોપ નહિ આભાર માનવા ઉભી થઇ છું ! દુનિયા આખી તમને ભગવાન સમજતી ત્યારે મારે મન તમે માત્ર 'મિત્ર' જ હતા એક હું જ હતી જે તમને સવાલો કરતી - તમારા પર મારો અધિકાર જમાવતી ! તમે જીવનભર મારી સાથે જ રહ્યા ખુલ્લી આંખે કે બંધ આંખે પણ તમે મારી સાથે જ વસ્યા !
કૃષ્ણ : છતાં તને લાગ્યું હતું કે એક એવો પ્રસંગ આવ્યો હતો કે જયારે હું તારી સાથે નહોતો !
(પાંચાલીની આંખો ઢળી જાય છે !)
દુર્શાશન : ના કેશવ તમે જ હતા અને દ્રૌપદીના વસ્ત્રોમાંથી પણ તમારું જ નામ ગુંજતું હતું !
કૃષ્ણ : સખી, એ સમયે હું તારી સાથે નહોતો - તું મારી સાથે હતી !
(નદીના પાણીના વચ્ચે ખડક પર)
"સખા, હવે નહિ સહાય કૈક કરો ! કે હું નિયતિને શરણે થઇ જાઉં ?"
"નિયતિ તો આપણે બનાવીએ છીએ ! કૈક નહિ કરીએ તો નિયતિ -"
દ્રૌપદી ગુસ્સે થઇ "પહેલીયા મત બુજાઓ સખા !"
કૃષ્ણ : જા સખી, ત્યાં જઈ ક્રોધિત થઇ જા, કોને ખબર તારા ક્રોધથી જ એક અંતનો આરંભ થાય !"
અને પોતે વાંસળી હાથમાં લે છે !
(સભામાં દ્રૌપદીનો ક્રોધ)
ફરી ધર્મક્ષેત્રમા --- દ્રૌપદી "કેશવ, તમે કોઈના માટે ગમે તે હશો, મારા માટે તો તમે મારા પરમ મિત્ર જ હશો - સદૈવ !"
કૃષ્ણ "અને એ જ મારા માટે સૌભાગ્યની વાત છે " #RC

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments