મૈત્રી

#રોડસાઈડ અવલોકનો
દ્રશ્ય -૧ :
સફેદ ધોતી, સફેદ ઝભ્ભો, માથે ફાળિયું અને ખભે મુકેલો લીલો જાડો નેપકીન સાથે બે વૃદ્ધોના ચાર હાથ બરાબર ભીડાયેલા હોય અને બંનેના બોખલા મોઢાઓ ખુલે એટલા હાસ્યથી ખુલેલા હોય !
દ્રશ્ય -૨ : બસ સ્ટોપ નજીક બાઇકને બ્રેક વાગે. બાઇકમાં પાછળ બેઠેલ છોકરો નીચે ઉતરે અને બાઈક પર બરમુડો પહેર્યો હોય તેને ખભે હાથ વીંટાળી ભેટે..તેનું ટૂંકું ટી શર્ટ અને લો વેસ્ટ જીન્સ બીજના ચંદ્રની જેમ તેના બરડાનું પ્રદર્શન કરે ! પાછળ ભરાવેલો થેલો સરખો કરી ફરી હાથ હલાવી પેલાને બાય કહે !
#બંનેમાં પોશાક અને રીતોમાં જે ફરક હોય તે પણ લાગણી એ જ - ખરી મૈત્રી !
#RC

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments