અસૂર્યલોક

ભગવતીકુમાર શર્માની 'અસૂર્યલોક' કૈક વધુ અંશે વાર્તા, તેમની જ મને પ્રમાણમાં વધુ ગમેલી 'ઉર્ધવમૂલ' એ મનોજગતની ડૂબકી લાગી હતી.
અસૂર્યલોક શરૂઆતમાં ખુબ ધીમે અને રઘુવીર ચૌધરીએ કરાવેલા પરિચય જેવી લાંબી લાગવાની સંભાવના હતી.
પણ આશ્ચર્ય એ કે બીજી જ બેઠકમાં એ પૂર્ણ થઇ ગઈ. ઉર્ધવમૂલમાં જેમ સીમિત પાત્રો સાથે સીમિત ઘટનાઓ (મહદ અંશે ઘટના જ નહિ) ને બદલે અહીં પાત્રો જ પાત્રો અને ચાર પેઢીનું સમાયાવરણ - અને અન્ય ગૌણ પાત્રોમાં પણ ઘાટ વધુ પૂર્યો. એટલે પકડ આવતા વાર લાગી.
પણ ત્રીજી પેઢીના તિલક અને સત્યાના સંઘર્ષ સાથે વાર્તા ખીલી ગઈ.
મોડી રાત સુધી વાંચ્યા પછી ય સત્યાની સત્યનિષ્ઠા અને પ્રેમનિષ્ઠા માટે આદર આંખમાં રહ્યો.

posted under | 0 Comments

ભીંત જો ખખડાવી

ભીંત ખખડે કે થાય ભણકારા,
શમણાંમાં હવે શમણાં છે તારા !
ઘર આખું ગુંજે છે તોય ના સાંભળું,
અવાજને ક્યાં હોય છે પોતાના કાન !
જયાં સુધી નહોતું પીધું એ શબ્દનું ઝાંઝવું,
મનેય ગમતું એ ભીંત નામે ઉભેલું સ્થાન !
હવે ખખડવા માટે બચ્યું નથી કશું-
ખુલી છે આજે ભીંત બની હૃદય દ્વાર !
(કુલદીપ કરિયા ના કાવ્ય સંગ્રહ ની રજૂઆત પૂર્વે) 

posted under | 1 Comments

પ્રિય બુદ્ધિ !

પ્રિય બુદ્ધિ,
ચાલ તું છેતરી લે,
ચાલ તું વેતરી લે મને તારા જ કદ જેવડો,
હું તો માત્ર શ્વાસ થઈશ વિશ્વાસનો !
તું દેખાડીશ જે તે જોયું,
સમજાવીશ મેં શું ખોયું,
પણ મારા શ્વાસનો પાશ ક્યાં તારી પાસે છે?
તું પૂછીશ કેવી રીતે જીવીશ,
તું સઘળા તર્ક મને કહીશ,
પણ મૃત્યુ અને જીવન સઘળું એક દોરે છે !
હું તો એ દોરે જ દોરાતો જઈશ.
પ્રિય બુદ્ધિ, હવે તું મને કઈ જ ના કહીશ !
હું સત્ય આધારે જીવીશ,
સત્ય આધારે સુખથી મરીશ-
#RC

posted under , | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments