Is it true?

ઘણા સમયથી ટીવી જોવાનું નથી થતું છતાં અડધોએક કલાક સમાચાર અને મ્યુઝીક ચેનલ જોઈ લઉં છું. આજે એમ નેક્સ્ટ નેક્સ્ટ કરતા એક ન્યુઝ ચેનલ - "મેગ્નેટિક હિલ" ની સ્ટોરી બતાવતી હતી. એક એવી પહાડી જ્યાં બંધ કાર એની મેળે ઢાળ ચડે ! - મને એ સાઈન્સ કરતા "લેહ" ના ખુબસુરત પહાડ જોવા ગમ્યા તો અટક્યો. પછી તરત જ આવા બીજા સ્થળ વિષે જાણ્યું ને નવાઈ લાગી કે "તુલસીશ્યામ" થી એક કિલોમીટર દુર પણ એક આવી જગ્યા છે જ્યાં - ગુરુત્વાકર્ષણ ના નિયમો ઉલટા ચાલે છે ! "કોઈનો રૂબરૂ અનુભવ છે ?" હોય તો કહેવું - પાક્કું થાય પછી મારા વિદ્યાર્થીઓને કહીશ. #RC

posted under , | 1 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments