હૈદર – હમ હૈ કી હમ નહિ હૈ !


વિશાલ ભારદ્વાજને વાર્તામાં રસ હોતો જ નથી. વાર્તા એ જ ટુ બી ઓર નોટ ટુ બી વાળા હેમલેટ ની જ છે. મૂવીમાં જે અસર કરે છે એ દરેક પાત્રનો દ્વન્દ બીજા સાથે અને પોતાની જાત સાથે !
કોનું જુઠ - જુઠ છે અને કોનું સત્ય સત્ય નથી !
સામાન્યપણે ફિલ્મો જોતી વખત કોઈક પાત્ર પર ગુસ્સો અને કોઈ પર દયા અને કોઈક પર વ્હાલ ઉપજે !
પણ ભારદ્વાજની આ પાત્રસૃષ્ટિ એવી છે જે બધા પાત્રો સમયે-સમયે જુદા લાગે !
ટેન્શન સતત બનેલું રહે... ક્યારેક કોઈની વાત સાચી લાગે તો એનાથી તદ્દન વિરુદ્ધ હોવા છતાં બીજાની ! ક્યારેક થાય કે હૈદર (શાહિદ) ને અન્યાય થાય છે તો ક્યારેક ગઝલા(તબ્બુ) પ્રત્યે સહાનુભુતિ થાય. પછી થાય ખુર્રમનો પણ શું વાંક છે ! સલમાન-ઓ પણ શું કરે મૈત્રી કે પેટ ? રુહ્દાર(ઈરફાન) સાચો કહેવાય કે ખુર્રમ(કે.મેનન) ? દરેક સ્થિતિમાં જાતને મૂકી વિચારીએ કે જો હું એ હોત તો ? તોય એ જ પ્રકારની નરી ગુચવણ જ પેદા થાય.
એકનું સત્ય બીજાના સત્યથી જુદું જ હોવાનું ! મુશ્કેલી તો ત્યારે શરૂ થાય છે જયારે એક પોતાના સત્યને બીજા પર લાદે છે-અને એ બીજાને અસત્ય લાગે છે ! એક જ બાબતને તમે કોની કોની નજરથી જોશો ? મૂવી પહેલા એક જીજ્ઞાશા હતી કે સેના ને ખરાબ ચીતરી હશે કેવી રીતે ? પણ ના ! સેના તો ઠીક કોઈ પણ અહી ખરાબ નથી. દરેક પોતાના હિસ્સામાં આવેલા હાથીને સ્પર્શ કરી હાથીનું વર્ણન કરે છે. એ બધા ખોટા નથી પણ એ બધા જે રીતે તેઓ કહે છે એવો હાથી ય નથી એટલે બધા સાચા ય નથી. આવા દ્વંદ વચ્ચે બળબળતા કાશ્મીરમાં એક મીઠું ઝરણું વહ્યા કરે છે આર્શી (શ્રદ્ધા)  
દિલ કી સુનું તો તુ હૈ, દિમાગ કી સુનું તો હૈ નહિ….જાન દૂ કિ જાન લૂમૈ રહું કિ મૈ નહિ. ની મૂવીની થીમ લાઈન ના સંવાદ અને  આઈ હેવ લવેડ યુ મોર ધેન માય લાઈફ બોલે અને શાહિદ  તેને સુધારે એ સ્થિતિમાં ય સ્મિત આવે પણ એમ ગુંથાયેલું એ મફલર ઉકેલવાનું શરૂ થાય ત્યારે એન પિતાને કહે ડેડ યુ હેવ યુઝેડ મી ! ત્યારે લખલખુ પસાર થઇ જાય.
        એક્ટિંગ વિષે એક પણ શબ્દ લખવા જેવો નથી જસ્ટ ઉભા થઇ બધા માટે સ્ટેન્ડિંગ ઓવેશન અને તબ્બુ તો ઉફ્ફ્ફ પતિ તરફ જવાદારી-દિયર પ્રત્યે અનુરાગ-દીકરા પ્રત્યે અનહદ પ્રેમ-અને એ જ દીકરાની પોતાની તરફની જુદી પઝેસીવનેસ ને પણ સમજવી ! આ બધું તેના સામાન્ય હલનચલનમાં આવી જાય !
શાહિદ ક્યા સીનમાં શ્રેષ્ઠ છે એ મુશ્કેલ પણ બે સીન એટરનલ તબ્બુના ગળા પર સુંગધિત દ્રવ્ય લગાવી ત્યાં ચૂમવું (વિદેશી વિલિયમના માં-દીકરાને આબાદ રીતે ભારતીય રંગે રંગવા માં વિશાલ સફળ !) અને સગા કાકા પ્રત્યે ભારોભાર નફરત સાથે તેને ઈબાદત વખત બંદુક તાક્યા પછી- મારું કે ના મારું -- ફક્ત આંખો અને તેના પ્રવાહીથી એ જે બોલ્યો છે ! માસ્ટર મેન !


અટકું કે ના અટકું ?

1 comments:

dilip patel said...

સુંદર વિશ્લેષણ

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments