હૈદર અને દ્રોપદીના કોકટેલનું સમય ગીત !


મુશ્કેલ છે સમયની સામે પડવું,
સહેલ છે સમયની સાથે રહેવું !
પણ એ સહેલ છે એ સહેલ શબ્દ જેટલું ક્યાં સહેલ છે?
સમય ક્યાં સહેલી છે !
એને તો હરક્ષણ ઉભી કરવી એક પહેલી છે !
સ્મૃતિ-વિસ્મૃતિની હરક્ષણ-હર પળ ને લાજવાબ ઘટનાઓ-
સૌનો કરું સરવાળો ને પછી યાદોથી ભાગું;
છુટા પડેલા એ અણુઓને એના જ સ્મિત પરમાણુંઓથી ગુણ્યા કરું-
બસ એમ જીવ્યા કરું !
આવા સરવાળા કદી ખૂટે નહિ-
ને
દશકો લેવો પડે એવી બાદબાકી થાય નહિ !
બસ હવે તો ગુણાકાર વર્ગ અને ઘન માં ફેરવાય !
લાગણીઓ બેવડાવવાને બદલે વર્ગાય અને ઘનાય

#RC 

હૈદર – હમ હૈ કી હમ નહિ હૈ !


વિશાલ ભારદ્વાજને વાર્તામાં રસ હોતો જ નથી. વાર્તા એ જ ટુ બી ઓર નોટ ટુ બી વાળા હેમલેટ ની જ છે. મૂવીમાં જે અસર કરે છે એ દરેક પાત્રનો દ્વન્દ બીજા સાથે અને પોતાની જાત સાથે !
કોનું જુઠ - જુઠ છે અને કોનું સત્ય સત્ય નથી !
સામાન્યપણે ફિલ્મો જોતી વખત કોઈક પાત્ર પર ગુસ્સો અને કોઈ પર દયા અને કોઈક પર વ્હાલ ઉપજે !
પણ ભારદ્વાજની આ પાત્રસૃષ્ટિ એવી છે જે બધા પાત્રો સમયે-સમયે જુદા લાગે !
ટેન્શન સતત બનેલું રહે... ક્યારેક કોઈની વાત સાચી લાગે તો એનાથી તદ્દન વિરુદ્ધ હોવા છતાં બીજાની ! ક્યારેક થાય કે હૈદર (શાહિદ) ને અન્યાય થાય છે તો ક્યારેક ગઝલા(તબ્બુ) પ્રત્યે સહાનુભુતિ થાય. પછી થાય ખુર્રમનો પણ શું વાંક છે ! સલમાન-ઓ પણ શું કરે મૈત્રી કે પેટ ? રુહ્દાર(ઈરફાન) સાચો કહેવાય કે ખુર્રમ(કે.મેનન) ? દરેક સ્થિતિમાં જાતને મૂકી વિચારીએ કે જો હું એ હોત તો ? તોય એ જ પ્રકારની નરી ગુચવણ જ પેદા થાય.
એકનું સત્ય બીજાના સત્યથી જુદું જ હોવાનું ! મુશ્કેલી તો ત્યારે શરૂ થાય છે જયારે એક પોતાના સત્યને બીજા પર લાદે છે-અને એ બીજાને અસત્ય લાગે છે ! એક જ બાબતને તમે કોની કોની નજરથી જોશો ? મૂવી પહેલા એક જીજ્ઞાશા હતી કે સેના ને ખરાબ ચીતરી હશે કેવી રીતે ? પણ ના ! સેના તો ઠીક કોઈ પણ અહી ખરાબ નથી. દરેક પોતાના હિસ્સામાં આવેલા હાથીને સ્પર્શ કરી હાથીનું વર્ણન કરે છે. એ બધા ખોટા નથી પણ એ બધા જે રીતે તેઓ કહે છે એવો હાથી ય નથી એટલે બધા સાચા ય નથી. આવા દ્વંદ વચ્ચે બળબળતા કાશ્મીરમાં એક મીઠું ઝરણું વહ્યા કરે છે આર્શી (શ્રદ્ધા)  
દિલ કી સુનું તો તુ હૈ, દિમાગ કી સુનું તો હૈ નહિ….જાન દૂ કિ જાન લૂમૈ રહું કિ મૈ નહિ. ની મૂવીની થીમ લાઈન ના સંવાદ અને  આઈ હેવ લવેડ યુ મોર ધેન માય લાઈફ બોલે અને શાહિદ  તેને સુધારે એ સ્થિતિમાં ય સ્મિત આવે પણ એમ ગુંથાયેલું એ મફલર ઉકેલવાનું શરૂ થાય ત્યારે એન પિતાને કહે ડેડ યુ હેવ યુઝેડ મી ! ત્યારે લખલખુ પસાર થઇ જાય.
        એક્ટિંગ વિષે એક પણ શબ્દ લખવા જેવો નથી જસ્ટ ઉભા થઇ બધા માટે સ્ટેન્ડિંગ ઓવેશન અને તબ્બુ તો ઉફ્ફ્ફ પતિ તરફ જવાદારી-દિયર પ્રત્યે અનુરાગ-દીકરા પ્રત્યે અનહદ પ્રેમ-અને એ જ દીકરાની પોતાની તરફની જુદી પઝેસીવનેસ ને પણ સમજવી ! આ બધું તેના સામાન્ય હલનચલનમાં આવી જાય !
શાહિદ ક્યા સીનમાં શ્રેષ્ઠ છે એ મુશ્કેલ પણ બે સીન એટરનલ તબ્બુના ગળા પર સુંગધિત દ્રવ્ય લગાવી ત્યાં ચૂમવું (વિદેશી વિલિયમના માં-દીકરાને આબાદ રીતે ભારતીય રંગે રંગવા માં વિશાલ સફળ !) અને સગા કાકા પ્રત્યે ભારોભાર નફરત સાથે તેને ઈબાદત વખત બંદુક તાક્યા પછી- મારું કે ના મારું -- ફક્ત આંખો અને તેના પ્રવાહીથી એ જે બોલ્યો છે ! માસ્ટર મેન !


અટકું કે ના અટકું ?

શક્તિ સ્ત્રોત – “તું”

નવરાત્રીના પારણા પછી
સવારે સાડા છ વાગ્યે ચા ના કપ (જે મગ સાઈઝ હોવો જોઈએ !) સાથે કૈક તો ખાવું પડે.
સાડા નવ વાગ્યે રોટલો;રોટલી-શાક-દૂધ-દહીં
બપોરે દોઢ વાગ્યે મધ્યાહન ભોજન/મોટીબહેનનો કોરો નાસ્તો નહીતર છેલ્લે એમનું માથુ પણ ખાવું પડે.
સાંજે ઘેર પહોચી બાફેલા મગ- શીંગ-ચણા ઉપલબ્ધ હોય તે
સાડા સાત પછી ફરી ફૂલ ડીનર રાત્રે ભૂખ લાગે તો ફ્રીજના ઉપયોગની શરત સાથે !
આટલા ખાદ્ય પદાર્થો પર દોડતું શરીર છેલ્લા નવ દિવસ બે કપ ચા એક કપ દૂધ, મગફળીનો લાડવો અને ફરાળી રોટલી પર દોડ્યું !
પ્રશ્ન થાય કે દરરોજ શરીરમાં વધુ નાખું છું કે આ દિવસોમાં ઓછું ખાધ્યું ?
કારણ આ દિવસો દરમિયાન પણ કાર્ય-સમયમાં વધારો થયો ! નવરાત્રીના જાગરણ તો ઊંઘ પણ ઓછી થઇ..ત્રણ-ચાર દિવસ તો નહીવત !
આખરે માણસને જીવવા હવા-ખોરાક-પાણી જોઈએ જ....એ શરીરની શક્તિના સ્ત્રોત છે પણ કદાચ એ સિવાય પણ ક્યાંક શક્તિનો સ્ત્રોત ઉપલબ્ધ છે, જેને સ્ફુટ સ્વરૂપે આપણે જાણી નથી શક્યા !

જરૂરી નથી જે હોય એ બધું રૂબરૂ દેખાય જ કેટલાક સ્ત્રોત આંખ સામે નહિ આત્મા સાથે હોય છે !

શક્તિ દેજે !

હે જગજનની હે જગદંબા ! 
માત ભવાની શરણે લેજે !
હોય ભલે દુઃખ મેરુ સરીખું,
રંજ એનો ના થાવા દેજે; 
રજ સરીખું દુઃખ જોઈ વિદારું મુને, 
રોવાને તું આંસુ દેજે ! 
આનંદ 'એનો' અખંડ રેજો * 
કોઈના તીર નું નિશાન બનીને દિલ મારું તું વિન્ધાવા દેજે, 
ઘા સહી લઉં ઘા કરું નહિ કોઈને ! મને ઘાયલ થઇ પડી રહેવા દેજે ! 
દેજે તું શક્તિ દેજે તું ભક્તિ, 
દુનિયાના દુઃખ સહેવા દેજે ! 
"હે માં તું મને ખોળે લેજે" <3 


posted under , , | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments