જે.એસ.કે !

મને કોઈ પૂછે કે તમારા ફેવરીટ ભગવાન (હોય ભગવાનમાં પણ હોય) ક્યા ? તો હું હનુમાન કહું - કે અંબેમાં કહું - કારણ જયારે સ્થિતિઓ કાબુ બહાર હોય ત્યારે એમને સ્મરી ને કાર્યરત થઇ જાઉં ! "કૃષ્ણ મને ભગવાન લાગ્યો જ નથી - કૃષ્ણ એટલે જાણે મારામાં જન્મેલો હું જ !" "જરા વધુ સતર્ક થઇ આજે જન્મ લેજે - જન જન માં !" #JSK #RC

posted under , , | 1 Comments

Krishna-The Friend

રવિવારયુ - મૈત્રી મઢ્યું : તલાશ તો ક્યારેય નહોતી પૂર્ણતાની મને; પણ વિસરાઈ ગયું શું શોધતો હતો; જ્યાં મળી જવાયું તને ! નહોતું ઈચ્છ્યું સુખ કે ના દુખ, ના હતી કોઈ અપેક્ષા - બસ એમ જ બે નદીઓના નીર સા આપણે ટકરાયા ! ને હવે એ એકસંગ - એકરંગ - થઇ પરિણમ્યા ! હાલ હવે છે એવા હાલ, તું નિત સાથે હોય - ભલે દુર કે પાસે હોય. મજાની મૈત્રી - જેણે મને સુખ-દુખની અવસ્થાવિહીન આનંદભર્યું નવું જગ અર્પ્યું ! #RC

posted under , , | 0 Comments

PK Poster

આ લે - ઘણા દિવસે સમાચાર જોવા બેઠો ત્યાં - જે અપેક્ષિત હતું એમ જ થયું - પોસ્ટર પર આમીરની નગ્નતા જોઈ લોકોના માથા શરમથી ઝુકી ગયા ! બકાઓ આ જોવા કરતા એ "નગ્નતા" નો વિચાર કે જે જોઈ ખરેખર શરમ આવવી જોઈએ. #ગાંડી વાત ! #RC

posted under , | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments