કુઉક !

ગાંધીનગરે હજુ એક મોકળાશ રાખી છે - કોઈ ગામડાની જેમ અહી કોયલ કોઈપણ સમયે ટહુકી શકે !
કોટ બહારના વૃક્ષો પરથી એની કૂઉક, પાછળના ખુલ્લા ખેતરમાંથી મોરનું ટેહુક (ઇકો સેટ કર્યો હોય એવું સંભળાય છે :-P)
મારા રૂમની બહાર આંબા પર માય ડીયર કીકુનું 'કાક કાક' તો ખરું જ !
(પક્ષીઓને આ નિરાંત - આપણે તો આંખ ઉઘાડીને તરત ગાવા મંડીએ તો બધા કાન દઈને સાંભળવાને બદલે આંખો દઈને સાંભળે - કે - છોરો ગાંડો થઇ ગ્યો ;D )
#Waking up with Cuckoo

posted under , | 0 Comments

જીઓ મેરે લાલ !

એવા કેટલાક વિદ્યાર્થીઓ માટે જેઓ આ શિક્ષકને  'ગુરુ' માને છે ! (થાય હવે માણસ માત્ર ભૂલને પાત્ર, ભોગ એમના બીજું શું :P )
"જીવનની અનિશ્ચિતતાનો આનંદ ઉઠાવો - મનગમતું ગીત મોબાઈલ પર સાંભળીએ ત્યારે તો ગમે જ - પણ - એ જ ગીત રેડીઓ પર આવી જાય ત્યારે !"
- જીંદગી સમયથી બની છે એટલે એટલા સીરીયસ રહીએ કે આપણે આપણી સૌથી કીમતી ચીજ કોને આપી રહ્યા છીએ ? - મેં કહ્યું સીરીયસ - સોગિયા નહિ !
હથોડા જ્ઞાન : ખર્ચાય નહિ એ ધન નહિ અને જીવીએ નહિ એ જીંદગી નહિ !

જીઓ મેરે લાલ !

જીવન રંગરંગીલું થાય તેવી ગુરુપૂર્ણિમાએ આશિષ !

posted under , | 0 Comments

અબંધ-સબંધ !

રવિવારયુ:
સંબંધ નદી પર બાંધેલા 'બંધ' જેવો- ટકે ત્યાં સુધી અડીખમ;
અનુભવી શકાય કે અગાધ લાગણી છે !
પણ જોખમ પણ એ 'બંધ' જેવું જ -
એકાદ કાંકરી ખરે પછી 'બંધ' ને ય ખબર ના પડે કે એ ક્યારે 'અબંધ' થઇ ગયો અને 'સબંધ' ને ય ખબર ના પડે એ ક્યારે 'બંધ' થઇ ગયો !

#સંબંધો ને મોહ ના આંચલમાં ઢાંકવાને બદલે ખુલ્લા મનવાળા રાખીએ તો 'અબંધ - સંબંધ' રચાય - જીવનભર !

posted under , | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments