નદી પૂરપાટ - દરિયા તરફ !

ગોધરાથી સેવાલિયા - વચ્ચે એક નવું પરણેલું યુગલ સીટ પર. પુરુષે નવા નક્કોર બે બુટ પૈકી એક બુટમાંથી પોતાનો એક પગ પાછો ખેંચી લઇ - બીજા પગ પર ટેકાવેલો. પેલી નવોઢાનો અવનવી બંગડીઓ - મહેંદીથી લરાઝાયેલો હાથ - લગભગ બધી આંગળીઓ અંગુઠીઓથી આરક્ષિત. બુટમાંથી નીકળેલા પગ પર પહેરેલા નવાનક્કોર મોંજામાંથી એક નીકળેલો ઝીણો તાર રમાડે છે. પુરુષનો હાથ સ્ત્રીના હાથ પર ગોર મહારાજે બાંધેલી નાડાછડીની ગાંઠ આમળી રહ્યો છે. વાર્તાલાપ ના વિષય દર મીનીટે બદલાયા કર્યા. છેક ગરમી બહુ લાગે છે ના જવાબમાં "ખેતરમાં કામ કરવાનું થશે ત્યારે શું કરીશ ?" ના પ્રત્યુતરમાં "મેં ય મારા પપ્પા ના ઘેર બહુ કપાસ વીણ્યા છે ની દલીલ !" પુરુષની વિમલ ખાવાની ટેવ પર મીઠા છણકા - અને પુરુષ -"જો યાર હું તો ખાઇશ" વાળા શબ્દ પર થોડી મિનીટ છવાતું મૌન સાથે,.. મોંજા પર ના દોરાને બદલે પગ પર ખણાતી ચુંટી - જવાબમાં નાડાછડીની ગાંઠ ને બદલે કાંડા નીચે વધતી ભીંસ ! "તારા ભાઈ ને ફોન કરી કહી દે ધીમે આવે - બહુ સ્પીડ માં બાઈક ચલાવે છે." શબ્દો થી સાળાની ચિંતા ! એટલામાં મારા ઇઅર ફોનનું ગુચાવાયેલું ગુંચળુ ઉકેલાઈ ગયું. મેં એમની વાતોને અટકાવી આંખો બંધ કરી. ઇઅરફોન ને ઇઅર સોપ્યા. એવું લાગ્યું જાણે એક નદી - અને સમુન્દર મથી રહ્યા છે - પોતાનું વહેણ એક - અને - એક દિશામાં કરવા ! # RC

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments