પ્રયાસ કરવાની શક્તિ !

કૃષ્ણનું કાલીનાગને નાથવું !
પ્રશ્ન : શું તમારી પાસે કોઈ ચમત્કારિક શક્તિ હતી ?
કૃષ્ણ : હા, જાણવી છે કઈ ? – પ્રયાસ કરવાની.
પ્રશ્ન : પણ પ્રયાસ તો બધા કરે છે !?
કૃષ્ણ : જે પોતાના મોહને ત્યાગી પોતાનામાં શ્રદ્ધા રાખીને પૂરા દિલથી પ્રયાસ કરે તે  કોઈપણ  કાર્ય પૂર્ણ કરી જ શકે !
કાળીનાગ આપણા ક્રોધનું પ્રતિક નથી ભાસતો ?
જે હોય તો ખરો જ. તેને મારી ના શકાય – મારવો ના પણ જોઈએ – છતાં મનરૂપી કૃષ્ણના પદચિન્હ તેના મસ્તક પર રાખવાથી તે પોતાનું અને અન્યનું બુરું કરતો અટકી જાય છે ! અને જો તેને આપણા જીવનની યમુનામાં ખુલ્લો છોડી દઈએ તો એ આપણા અને આપણી આસપાસના સર્વેના હૃદયને વિષયુક્ત કરી શકે.
#મહાભારત

#RC 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments