રામલીલા - બીજું સમુદ્રમંથન

રામલીલા - બીજું સમુદ્રમંથન
સમુંદરને સ્થાને એક રણ !
દેવ-દાનવો ને બદલે બંને બાજુ માનવીઓ !
હા, માનવીઓ જ.. એ આમ જ જીવે ! ગુમાનથી – વટ,વચન અને વેરથી ! જીવવું એટલે મારવું કે મરવું !
આવા એક નગરમાં મૃત્યુ પર પણ વલોપાત નહિ – ગોળીઓ જ સંભળાય ! ઉત્સવ હોય કે માતમ બંનેમાં સાથી એટલે બંદૂક.
આવા આ ખારા ખારા નગરમાં બે છેડે થી  બે ‘જણ’ વલોણું શરૂ કરે !
રમેશ પારેખ ની એક કવિતા છે
“એક છોકરો વન્ઠું વન્ઠું થાય છે;
અને ગામ આખું હરિગુણ ગાય છે !”

અહી તો-
-છોકરો અને છોકરી બંને વન્ઠું વન્ઠું થાય છે
અને એ જોઈ ગામ આખું ‘ગન-ગુણ’ ગાય છે !
બંને થઈને વલોવવા માંડ્યો એ ખારો દરિયો .. મોરલો ટહુક્યો ય ખરો પણ એમ કઈ એવા મોરના ગહેકારા‘ગન-કારાઓ’ થી સહન થાય..?
વલોણું શરૂ થયું ત્યાં મોરના ગહેકારા – થોડા ચુંબન રત્નો અને પછી નીકળ્યું આખા જગતને દઝાડતું “વેર” !
ઝેર તો તરત મારે પણ આ તો વેર !
કોણ પીવે એને ?
વિધિના વિધાન પણ એવા જ કે એમની વ્હારે શંભુ પણ ક્યાંથી આવે ? આવા, વંઠેલાઓની વ્હારે કોણ આવે?
બંને એ અડધું અડધું વહેચ્યું ને પીધું અડધું - અડધું ‘વેર’
ગળાથી નીચે ના ઉતારે ના બહાર થૂંકાય ! – અદ્દલ દશા પેલા ‘નીલકંઠ’ જેવી જ સ્તો !
અંદર જાય તેમ હતું નહિ કારણ “પ્રેમનો અમૃત કુંભ” પહેલેથી ત્યાં સ્થાપિત !
હવે ? થુંકે તો આખો દરિયો ભડકે બળે !
પછી ? પછી તો શું – એ જ તમને જે લાગે છે તે જ !
એક શબ્દમાં –
સંજય લીલા ભણશાલીનું “કલર્ડ પિક્ચર” !
ક્યાંક કાનમાં રણઝણ રણઝણ કરતા તો ક્યાંક ગરમ શીશા જેવા કાનને દઝાડતા – ગીતો !
પહેલીવાર એક સી.ડી.માં ડાયરામાં ગઝલ ગાતા સાંભળી જેનો ચાહક બન્યો છું – એવા ઓસમાણ મીર !(કેટલાક કચ્છના મિત્રોને તો કહી રાખ્યું છે કે એકવાર મુલાકાત કરાવજો – પગે લાગીને આભાર માનવો છે) ના અસલ ગુજરાતી રંગ !


સલીલ હાડા – શ્રેયા – સંગીત: એસ.એલ.બી. ખુદ ગબ્બર !
દેશી ભવાઈવાળી ભૂંગળ – મોરપંખ – ડાયરામાં ગાવાનું શરૂ થતા પહેલા વાગતું  એ વાયોલીન (આપણું દેશી) અને સાથે ગીટારના તાર પણ.. મંદિરની ઝાલર – સબ મિલેગા યહા –
ના સાંભળ્યું હોય અને તમે ઔરંગઝેબ ના હો – તો તો સાંભળી જ લે જો !
દીપિકા એક પછી એક મુકામ સર કરી રહી જ છે.. તેમાંય બંનેની હોળી પછીની રાતનું દ્રશ્યમાં એને અદભુત અભિનય કર્યો છે ! એને ‘પેલા’ મોરની મૂર્ખાઈ પર હસવું પણ આવે અને સાથે તેની હિંમત પર વારી જવાનું પણ થાય – ક્યાંક ઝૂમી લઉં – નાચી લઉં – જે સળવળાટ એને એ સીનમાં કર્યો છે ...
એની ટક્કર આપે એવો એક ડાયલોગ અને તેની પાછળના દર્દને બરાબર સિદ્ધ કરે છે રણબીર – “રજાડીઓ કા નયા ડોન !” એની અને એની ભાભી વચે વચ્ચેનું એ એક મીનીટનું દ્રશ્ય ખતરનાક રચાયું છે..
સૌથી વધુ નવાઈ “સુપ્રિયા પાઠક” ની લાગી ! ના ઓળખાણ પડી ? – અરે, ખીચડીના બકુલની “હંસા”
પ્રોમો માં લાગતું હતું કે “વેક અપ સીડ” માં શહેરી એવી “રામલીલા” માં ગ્રામ્ય ‘માં’ હશે !
પણ – બોસ – એ તો ‘ધનકોર’ જીવી ગઈ !
ખેર, આ લીલા અટકવાનું નામ નહિ લે હું અટકું –
“સંજય લીલા એ પહેલીવાર ઝડપ કરી છે - ઘટનાઓ બદલવામાં – ઝડપ રંગ પણ લાવશે !”
“ફાગણમાં હોળીના રંગો સાથે શરૂ થયેલી આ કથા આસોમાં “રાવણના બળવા” અને “ઈશ્કીયાઉ અને ધીશ્ક્યાઉ” થી શાંત થઇ જતા એ નગર સાથે પૂરી થાય છે !”
“પ્રોમો અને વિવાદો” ને ધ્યાનમાં રાખ્યા વગર એકવાર તો જોવાય  !


6 comments:

dju007 said...

Bhai bhai....movie jevi j maja Tamara review ma padi gay...

Solanki Vanraj said...

Bhai bhai ..... Jalso padi gyo ho vanchvama ...
.
Me to vivado ne dhyan ma rakhya vagar first day first show joi j lidho hato..!!
.
Aakhre gujrati 6u ane deepika mari fvrt ..:-)

Crc Transad said...

SUPERB SIR............ JEVI FILM TETALO J MAST AAPNO ABHIPRAY (critism)............

MAN MOR BANI THANAGHANAT KARE.....

Crc Transad said...

Youn na Khench Apni Taraf Muje Be-Bas Kar Ke
·٠٠•♥ Are O LEELA ♥•٠٠·
Aisa Na Ho K Khud Se B Bichar Jaoun Aur Tum B Na Milo..

RAM..........

dave gitanjali said...

sir

picture karta ahi maja vadhare sabdo ma aavi

dave gitanjali said...

sir

picture karta ahi maja vadhare sabdo ma aavi

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments