રજકણ સૂરજ થવાને શમણે


૧૯૮૦ ના દાયકાના ગુણવંત શાહને મળવાની મજા આવે...
અત્યારે તેમના કેટલાક નિબંધો તો રવિવાર છે ને ઢસડી નાખ્યા તેવા કેઝ્યુઅલ થઇ જાય છે.
શાહની મે આ વાંચેલી પહેલી નવલકથા છે... અને તેના આધારે થાય કે તેમને નિબંધો પર જ ધ્યાન આપ્યું તે સારું થયું !
કથાનક માં તો ઘણી ખાચાખુચી છે-પણ વિચાર ઝબક અને ૮૦ ના દાયકામાં આ પ્રકારની બાબતોને ગુજરાતમાં લાવવાની ક્રેડીટ પણ તેમને આપવી પડે.
કથા નાયક નિર્દોષ – એ તેમની પોતાની છબી હોય તેમ જણાયા વગર નથી રહેતું; તેની વાતો-વિચારો અને વતન સુધ્ધા શાહ ના છે.
સ્ત્રી પાત્રોમાં આસ્થા એ સૌ પુરુષોને ગમી જાય તેવી...સમજદાર...લખેલું વાંચીને પ્રતિભાવ આપી સાચા અર્થમાં સહ યાત્રી બની શકે તેવી.
યાસ્મીન નામે એક બિન્દાસ નર્સ – પોતે જેવું વિચારે, અનુભવે તેવું કહેતા એ સહેજે ના શરમાય..એક પછી એક પુરુષો સાથેના તેના સંબંધોની કબુલાત તે બેધડક કરે છે.
પ્રતિભા નામની એક ચબરાક છોકરી – દરેક શિક્ષકને તેની સાથે વિવાદમાં ઉતરવાનું ગમે તેવી.
આ ઉપરાંત એક સ્વામીજી...- સાદા સીધા અર્થમાં સાધુ નહિ પણ – સંસ્કૃતમાં જેને સાધુ કહી શકાય અને સરળ શબ્દોમાં જીવન વિષે જણાવે..તેમની હરપળમાં શાંત રહી કાર્ય કરવાની ક્ષમતા..
કેટલાક વાક્યો...જે પેન્સીલીયા રંગે રંગ્યા..:
·         એકવીસમી સદીમાં મૈત્રીનો મહિમા હશે અને લગ્નનું મહત્વ મૈત્રી કરતા વધારે નહિ હોય. ચશ્માં કદી આંખ કરતા વધારે મહત્વના ન હોઈ શકે.
·         માણસને હું તેની તમામ નબળાઈઓ સાથે હું ચાહું છું.
·         જે સમય મળે એમાં એટલું જીવી લઈએ કે મૃત્યુનો વસવસોય બુઠ્ઠો લાગે.
·         સાચી વાત એ છે તું સ્વજન નથી-સર્વસ્વ છે.
·         ઉપકાર પારકા માણસો પર કરવામાં આવે છે, પોતીકા પર તો પ્રેમ જ થઇ શકે.
·         હું સત્યવાદી નથી એ ખરું પણ મને જુઠું બોલવાનું જરાય નથી ગમતું.
·         પ્રતિક્ષાનો પણ એક નશો હોય છે, એ ખુબ ટુકી નીવડે ત્યારે સૌન્દર્ય ગુમાવી બેસે  ને લાંબી નીવડે ત્યારે મજા ગુમાવી બેસે છે.
·         જેને વહાલ કરીએ તેને છેતરવું અતિશય પીડાકારક હોય છે.
·          એને છેતરવા કરતા હું તેનું દિલ દુભાવવાનું વધુ પસંદ કરીશ.
·         ઈશ્વર રીઢા ગુનેગારને માફ કરી શકે, દંભીને નહિ.
·         મિત્રત્વના ગર્ભમાં જ વિરહ ટૂટીયુ વાળીને બેઠો છે. આવી સમજ હોય તો રોજબરોજના બનાવો આપણને હચમચાવે નહિ.
·         માછલી જન્મે ત્યારથી ડૂબી મરવાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે.
·         વાતો ખૂટે નહિ ત્યારે ખબર પડે કે પૃથ્વી પર બે જીવો વચ્ચે અલૌકિક મૈત્રી સ્થપાઈ ચુકી છે.
·         યથા પિંડે તથા બ્રહ્માંડે – આપણને કાન છે એટલે ક્યાંક ધ્વની હોવો જોઈએ...
·         આપણો ઘણો ખરો વ્યવહાર શ્રદ્ધા થી ચાલે છે. અશ્રધ્ધાવાન જીવી ના શકે.- નાસ્તિકને પણ ઈશ્વર નથી એવી શ્રદ્ધા જ હોય છે !
·         માણસ ક્યારેક તલવાર કરતાય મ્યાન થી વધુ ડરે છે...

આટલું વાંચવાનું ગમ્યું હોય તો તમે ગુણવંત શાહને વાંચી શકશો ! :P  

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments