ગુજરાતનો ઈતિહાસ !

ઇતિહાસમાં બળ્યો...જળ્યો...રખડ્યો ! 
ઈતિહાસ કે તેનું રસિક રૂપ... આ ગુજરાતનો નહિ- મારો પણ ઈતિહાસ છે(સાતમાં ધોરણના વેકેશનમાં પહેલીવાર ‘ગુજરાતનો નાથ વાંચી હતી !) -- આ જ કાક અને મુંજાલે મને ઉશ્કેર્યો હતો મો ફાટ બોલવા ! ૧૦-૧૨ વર્ષ લગી...ચૂપચાપ રહેતા એક છોકરાને વાણી ફૂટે તે મુનશીની કલમ નો કમાલ ! 
છેલ્લા ત્રણ દિવસ ફરી એ જ દુનિયાને જીવ્યો... ફરી મને મુગ્ધ કરનારી મંજરીને મળ્યો.. કાક ને ભેટ્યો, મુંજાલને ચરણ સ્પર્શ કર્યા... ગુજરાતના ઘણા ય ગોરધનો ‘ઘોઘાબાપા’ ને ઓળખાતા નહિ હોય તેનો ખરખરો કર્યો...ભીમદેવના બાણ અને ચૌલાના ‘નૃત્ય’ નો સાક્ષી બન્યો.. જયદેવની લુચ્ચાઈ અને મીનળની ખંધાઈની દયા ખાધી ! જૂનાગઢમાં નવઘણ અને ખેગાર ને મળ્યો...રાણકદેવડીને નમ્યો...ફરી દેશળ અને શિવરાશી જેવા દેશ-પ્રજા-ધર્મ દ્રોહીઓ પર ખીજ ચડી ! 
ફરી મગજમાં મુનશી એ તેના પાત્રોની દુનિયા જીવતી કરી..

Re Reading Of Munshi

અડતાલીસ કલાકના સમયગાળામાં -- પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને અડધી રાજાધિરાજ !! #મુનશી ની કલમ ભવિષ્ય ભાખતી દીઠી ! #કિશોર અવસ્થામાં #મંજરી ને પહેલી વાર મળવાનું થયેલું... આજે (રાજાધીરાજમાં) બે છોકરાની મા છે... પ્રભાવ એ નો એ ! મનગમતા #કાક ની હવે તો ઈર્ષ્યા આવે છે. મીનલ અને જયદેવ ની દયા : #ReReading Munshi

posted under | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments