રામલીલા - બીજું સમુદ્રમંથન

રામલીલા - બીજું સમુદ્રમંથન
સમુંદરને સ્થાને એક રણ !
દેવ-દાનવો ને બદલે બંને બાજુ માનવીઓ !
હા, માનવીઓ જ.. એ આમ જ જીવે ! ગુમાનથી – વટ,વચન અને વેરથી ! જીવવું એટલે મારવું કે મરવું !
આવા એક નગરમાં મૃત્યુ પર પણ વલોપાત નહિ – ગોળીઓ જ સંભળાય ! ઉત્સવ હોય કે માતમ બંનેમાં સાથી એટલે બંદૂક.
આવા આ ખારા ખારા નગરમાં બે છેડે થી  બે ‘જણ’ વલોણું શરૂ કરે !
રમેશ પારેખ ની એક કવિતા છે
“એક છોકરો વન્ઠું વન્ઠું થાય છે;
અને ગામ આખું હરિગુણ ગાય છે !”

અહી તો-
-છોકરો અને છોકરી બંને વન્ઠું વન્ઠું થાય છે
અને એ જોઈ ગામ આખું ‘ગન-ગુણ’ ગાય છે !
બંને થઈને વલોવવા માંડ્યો એ ખારો દરિયો .. મોરલો ટહુક્યો ય ખરો પણ એમ કઈ એવા મોરના ગહેકારા‘ગન-કારાઓ’ થી સહન થાય..?
વલોણું શરૂ થયું ત્યાં મોરના ગહેકારા – થોડા ચુંબન રત્નો અને પછી નીકળ્યું આખા જગતને દઝાડતું “વેર” !
ઝેર તો તરત મારે પણ આ તો વેર !
કોણ પીવે એને ?
વિધિના વિધાન પણ એવા જ કે એમની વ્હારે શંભુ પણ ક્યાંથી આવે ? આવા, વંઠેલાઓની વ્હારે કોણ આવે?
બંને એ અડધું અડધું વહેચ્યું ને પીધું અડધું - અડધું ‘વેર’
ગળાથી નીચે ના ઉતારે ના બહાર થૂંકાય ! – અદ્દલ દશા પેલા ‘નીલકંઠ’ જેવી જ સ્તો !
અંદર જાય તેમ હતું નહિ કારણ “પ્રેમનો અમૃત કુંભ” પહેલેથી ત્યાં સ્થાપિત !
હવે ? થુંકે તો આખો દરિયો ભડકે બળે !
પછી ? પછી તો શું – એ જ તમને જે લાગે છે તે જ !
એક શબ્દમાં –
સંજય લીલા ભણશાલીનું “કલર્ડ પિક્ચર” !
ક્યાંક કાનમાં રણઝણ રણઝણ કરતા તો ક્યાંક ગરમ શીશા જેવા કાનને દઝાડતા – ગીતો !
પહેલીવાર એક સી.ડી.માં ડાયરામાં ગઝલ ગાતા સાંભળી જેનો ચાહક બન્યો છું – એવા ઓસમાણ મીર !(કેટલાક કચ્છના મિત્રોને તો કહી રાખ્યું છે કે એકવાર મુલાકાત કરાવજો – પગે લાગીને આભાર માનવો છે) ના અસલ ગુજરાતી રંગ !


સલીલ હાડા – શ્રેયા – સંગીત: એસ.એલ.બી. ખુદ ગબ્બર !
દેશી ભવાઈવાળી ભૂંગળ – મોરપંખ – ડાયરામાં ગાવાનું શરૂ થતા પહેલા વાગતું  એ વાયોલીન (આપણું દેશી) અને સાથે ગીટારના તાર પણ.. મંદિરની ઝાલર – સબ મિલેગા યહા –
ના સાંભળ્યું હોય અને તમે ઔરંગઝેબ ના હો – તો તો સાંભળી જ લે જો !
દીપિકા એક પછી એક મુકામ સર કરી રહી જ છે.. તેમાંય બંનેની હોળી પછીની રાતનું દ્રશ્યમાં એને અદભુત અભિનય કર્યો છે ! એને ‘પેલા’ મોરની મૂર્ખાઈ પર હસવું પણ આવે અને સાથે તેની હિંમત પર વારી જવાનું પણ થાય – ક્યાંક ઝૂમી લઉં – નાચી લઉં – જે સળવળાટ એને એ સીનમાં કર્યો છે ...
એની ટક્કર આપે એવો એક ડાયલોગ અને તેની પાછળના દર્દને બરાબર સિદ્ધ કરે છે રણબીર – “રજાડીઓ કા નયા ડોન !” એની અને એની ભાભી વચે વચ્ચેનું એ એક મીનીટનું દ્રશ્ય ખતરનાક રચાયું છે..
સૌથી વધુ નવાઈ “સુપ્રિયા પાઠક” ની લાગી ! ના ઓળખાણ પડી ? – અરે, ખીચડીના બકુલની “હંસા”
પ્રોમો માં લાગતું હતું કે “વેક અપ સીડ” માં શહેરી એવી “રામલીલા” માં ગ્રામ્ય ‘માં’ હશે !
પણ – બોસ – એ તો ‘ધનકોર’ જીવી ગઈ !
ખેર, આ લીલા અટકવાનું નામ નહિ લે હું અટકું –
“સંજય લીલા એ પહેલીવાર ઝડપ કરી છે - ઘટનાઓ બદલવામાં – ઝડપ રંગ પણ લાવશે !”
“ફાગણમાં હોળીના રંગો સાથે શરૂ થયેલી આ કથા આસોમાં “રાવણના બળવા” અને “ઈશ્કીયાઉ અને ધીશ્ક્યાઉ” થી શાંત થઇ જતા એ નગર સાથે પૂરી થાય છે !”
“પ્રોમો અને વિવાદો” ને ધ્યાનમાં રાખ્યા વગર એકવાર તો જોવાય  !


હું સમય !

હું ક્યાં શરૂ થયો છું કે પૂરો થાઉ, નિર્લેપ - કોઈ વહાલા દવલાં નહિ; ખરાબ ક્યાં છું કે સારો થાઉં. હું તો જે છું તે છું, કોનો સારો ચાલું - કોનો ખરાબ ! એ બધો તમારો સાપેક્ષવાદ: હું તો અજન્મા-અજર-અમર-અખંડિત સૌનો - "સમય" "મુજ સાથે આપની આગામી સફર શુભ બને" #®©

posted under | 0 Comments

દિલોત્સવની શુભકામના !

એમ પણ બને, ખૂટે તેલ ને છવાય અંધકાર. સળગાવ મશાલ ને તે હાથ સાથે બળે, એમ પણ બને. ખૂટી ક્યાં પડે છે સ્નેહના ઝરણાં, મારા-તારા-આપણા ઉર પર્વતેથી ફૂટી પડે, તોય ખારાપાટ ફેલાવવા મથે તે- એમ પણ બને. ખુટેલું ઇજન અને ઓલવાયેલા દીવા- અંધારામાં ય જો પ્રેમ પૂરીએ તો - આ 'દીપોત્સવ' દિલોત્સવ' બને એમ પણ બને ! "દિલોત્સવ ની શુભકામનાઓ" ®©

posted under | 0 Comments

Ramlila :-)

Wow.... It's Rocking ;-) Just finished #Ramlila album. "Nagad sang Dhol" Signs in me in the Mood of #Navaratri.. Will be the Most popular in this Garaba season. In the end of this song... a known male 'Soor' made me curious !!! Then played "Mann Mor Bani Thanganat Kare" yes.. originally written by RabindrNath Tagore and Translated in Gujarati verse by The Meghani ! For me the surprise element is the male singer B-)B-)B-) Osaman Mir !! Listened thrice... Lage raho Osamanbhai ! And a big thank you to Sanjay Lila Bhanshali for The Music of Ramlila. (More ListenView may come here on the same Album ... So keep Reading :-)))

posted under , , | 0 Comments

એક થા મોહન !

એક થા મોહન ! હા, હવે લોકો ફક્ત 'ગાંધી' ને ઓળખે છે. તેના કામ ને બદલે નામ ને પૂજે છે ! "તું જન્મ્યો હતો અને તારું શરીર તો મરી પણ ગયું" ----- હજુ ય તારો આત્મા કોઈક કોઈક ના પંડ માં આવતો રહે છે અને તું જીવતો રહે છે.

posted under | 2 Comments

રજકણ સૂરજ થવાને શમણે


૧૯૮૦ ના દાયકાના ગુણવંત શાહને મળવાની મજા આવે...
અત્યારે તેમના કેટલાક નિબંધો તો રવિવાર છે ને ઢસડી નાખ્યા તેવા કેઝ્યુઅલ થઇ જાય છે.
શાહની મે આ વાંચેલી પહેલી નવલકથા છે... અને તેના આધારે થાય કે તેમને નિબંધો પર જ ધ્યાન આપ્યું તે સારું થયું !
કથાનક માં તો ઘણી ખાચાખુચી છે-પણ વિચાર ઝબક અને ૮૦ ના દાયકામાં આ પ્રકારની બાબતોને ગુજરાતમાં લાવવાની ક્રેડીટ પણ તેમને આપવી પડે.
કથા નાયક નિર્દોષ – એ તેમની પોતાની છબી હોય તેમ જણાયા વગર નથી રહેતું; તેની વાતો-વિચારો અને વતન સુધ્ધા શાહ ના છે.
સ્ત્રી પાત્રોમાં આસ્થા એ સૌ પુરુષોને ગમી જાય તેવી...સમજદાર...લખેલું વાંચીને પ્રતિભાવ આપી સાચા અર્થમાં સહ યાત્રી બની શકે તેવી.
યાસ્મીન નામે એક બિન્દાસ નર્સ – પોતે જેવું વિચારે, અનુભવે તેવું કહેતા એ સહેજે ના શરમાય..એક પછી એક પુરુષો સાથેના તેના સંબંધોની કબુલાત તે બેધડક કરે છે.
પ્રતિભા નામની એક ચબરાક છોકરી – દરેક શિક્ષકને તેની સાથે વિવાદમાં ઉતરવાનું ગમે તેવી.
આ ઉપરાંત એક સ્વામીજી...- સાદા સીધા અર્થમાં સાધુ નહિ પણ – સંસ્કૃતમાં જેને સાધુ કહી શકાય અને સરળ શબ્દોમાં જીવન વિષે જણાવે..તેમની હરપળમાં શાંત રહી કાર્ય કરવાની ક્ષમતા..
કેટલાક વાક્યો...જે પેન્સીલીયા રંગે રંગ્યા..:
·         એકવીસમી સદીમાં મૈત્રીનો મહિમા હશે અને લગ્નનું મહત્વ મૈત્રી કરતા વધારે નહિ હોય. ચશ્માં કદી આંખ કરતા વધારે મહત્વના ન હોઈ શકે.
·         માણસને હું તેની તમામ નબળાઈઓ સાથે હું ચાહું છું.
·         જે સમય મળે એમાં એટલું જીવી લઈએ કે મૃત્યુનો વસવસોય બુઠ્ઠો લાગે.
·         સાચી વાત એ છે તું સ્વજન નથી-સર્વસ્વ છે.
·         ઉપકાર પારકા માણસો પર કરવામાં આવે છે, પોતીકા પર તો પ્રેમ જ થઇ શકે.
·         હું સત્યવાદી નથી એ ખરું પણ મને જુઠું બોલવાનું જરાય નથી ગમતું.
·         પ્રતિક્ષાનો પણ એક નશો હોય છે, એ ખુબ ટુકી નીવડે ત્યારે સૌન્દર્ય ગુમાવી બેસે  ને લાંબી નીવડે ત્યારે મજા ગુમાવી બેસે છે.
·         જેને વહાલ કરીએ તેને છેતરવું અતિશય પીડાકારક હોય છે.
·          એને છેતરવા કરતા હું તેનું દિલ દુભાવવાનું વધુ પસંદ કરીશ.
·         ઈશ્વર રીઢા ગુનેગારને માફ કરી શકે, દંભીને નહિ.
·         મિત્રત્વના ગર્ભમાં જ વિરહ ટૂટીયુ વાળીને બેઠો છે. આવી સમજ હોય તો રોજબરોજના બનાવો આપણને હચમચાવે નહિ.
·         માછલી જન્મે ત્યારથી ડૂબી મરવાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે.
·         વાતો ખૂટે નહિ ત્યારે ખબર પડે કે પૃથ્વી પર બે જીવો વચ્ચે અલૌકિક મૈત્રી સ્થપાઈ ચુકી છે.
·         યથા પિંડે તથા બ્રહ્માંડે – આપણને કાન છે એટલે ક્યાંક ધ્વની હોવો જોઈએ...
·         આપણો ઘણો ખરો વ્યવહાર શ્રદ્ધા થી ચાલે છે. અશ્રધ્ધાવાન જીવી ના શકે.- નાસ્તિકને પણ ઈશ્વર નથી એવી શ્રદ્ધા જ હોય છે !
·         માણસ ક્યારેક તલવાર કરતાય મ્યાન થી વધુ ડરે છે...

આટલું વાંચવાનું ગમ્યું હોય તો તમે ગુણવંત શાહને વાંચી શકશો ! :P  

ગુજરાતનો ઈતિહાસ !

ઇતિહાસમાં બળ્યો...જળ્યો...રખડ્યો ! 
ઈતિહાસ કે તેનું રસિક રૂપ... આ ગુજરાતનો નહિ- મારો પણ ઈતિહાસ છે(સાતમાં ધોરણના વેકેશનમાં પહેલીવાર ‘ગુજરાતનો નાથ વાંચી હતી !) -- આ જ કાક અને મુંજાલે મને ઉશ્કેર્યો હતો મો ફાટ બોલવા ! ૧૦-૧૨ વર્ષ લગી...ચૂપચાપ રહેતા એક છોકરાને વાણી ફૂટે તે મુનશીની કલમ નો કમાલ ! 
છેલ્લા ત્રણ દિવસ ફરી એ જ દુનિયાને જીવ્યો... ફરી મને મુગ્ધ કરનારી મંજરીને મળ્યો.. કાક ને ભેટ્યો, મુંજાલને ચરણ સ્પર્શ કર્યા... ગુજરાતના ઘણા ય ગોરધનો ‘ઘોઘાબાપા’ ને ઓળખાતા નહિ હોય તેનો ખરખરો કર્યો...ભીમદેવના બાણ અને ચૌલાના ‘નૃત્ય’ નો સાક્ષી બન્યો.. જયદેવની લુચ્ચાઈ અને મીનળની ખંધાઈની દયા ખાધી ! જૂનાગઢમાં નવઘણ અને ખેગાર ને મળ્યો...રાણકદેવડીને નમ્યો...ફરી દેશળ અને શિવરાશી જેવા દેશ-પ્રજા-ધર્મ દ્રોહીઓ પર ખીજ ચડી ! 
ફરી મગજમાં મુનશી એ તેના પાત્રોની દુનિયા જીવતી કરી..

Re Reading Of Munshi

અડતાલીસ કલાકના સમયગાળામાં -- પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને અડધી રાજાધિરાજ !! #મુનશી ની કલમ ભવિષ્ય ભાખતી દીઠી ! #કિશોર અવસ્થામાં #મંજરી ને પહેલી વાર મળવાનું થયેલું... આજે (રાજાધીરાજમાં) બે છોકરાની મા છે... પ્રભાવ એ નો એ ! મનગમતા #કાક ની હવે તો ઈર્ષ્યા આવે છે. મીનલ અને જયદેવ ની દયા : #ReReading Munshi

posted under | 0 Comments

પ્રિયજન !

વર્ષોની સંગરી રાખેલી પાકટતા ખેરવી નાખે !
કેટલીક વાર્તાઓમાં એ દમ હોય છે !---- કશાનો અભાવ ના હોય છતાં કૈક ખૂટે છે તેવી લાગણી જન્માવી દે..
કેળવેલી સ્વસ્થતા અને સંબંધોની સ્પષ્ટતાઓ માં હમણા જ વીનેશ અંતાણી ની પ્રિયજને ખળભળાવી !
કેટલાક બિનજરૂરી વર્ણન વાંચી શકો તો વાંચવા લાયક !

posted under | 0 Comments

Romantic Maths !

People are talking about #Ashiqi2 and I'm listening #Ashiqi1's songs," Sanso ki jaroorat hai jaise.... Vaqt ke hathome sab ki takadire hai, Aaina jutha hai sachchi Tasavire hai !"
Rare Magical Spell Of Kumar Shanu.
Maths with Romantic songs keep your stress away.

posted under | 0 Comments

ગણિત નો ઘેરો !

ઇવેલ્યુશન સે ડર નહિ લગતા સાબ,
આંકડાશાસ્ત્ર સે લગતા હૈ :-P
(આ બહુલક, મધ્યક, મધ્યસ્થ, સમધારણ વિસ્તરણ, પાદ્સ્થ વિચલન ! સાલું, આંખથી થતું મુલ્યાંકન તો બરાબર પણ આ આંકડાએ તો મને ઇશાન અવસ્થી બનાવી દીધો ! - કોઈ સરળ ભાષામાં સમજાવશે ? છે કોઈ રામશંકર નીકુમ્મ ?)
લી.- ગણિત ગમાડવા મથતો અ-ગણિતજ્ઞ

posted under | 2 Comments

બા, તું જુઠ્ઠી !


સાત વર્ષનો પૌત્ર અને તેની વિધવા દાદી !

બા, તારો ફેવરીટ કલર કયો ?

પોતાનો કાળો – જાડો – સાડલો માથા પર સંકોરતા –
લાલ

જુઠ્ઠું !

કેમ ?

લાલ, તો મારો ફેવરીટ છે ! તને તો બ્લેક ગમે છે, એટલે તો તું રોજ બ્લેક કપડા જ પહેરું છું.

હં...બેટા કારો-મારો રંગ તો  કારો હં..

આંખમાંથી ટપકતા લાલ મિશ્રિત સફેદ આંસુ સાથે...બા સાચું બોલી..

સૂરજમુખી ની સંધ્યા ક્લિક -


હલ્લા બોલ – એક ખતરનાક કીડો !ચાર દિવસે ઘરે આવી-થોડીવાર વાતો, પછી છાપું, બે મેગેઝીન આવીને પડ્યા તે, ખબર અંતર ને પછી – સમાચાર જોવા ટી.વી. ઓન કર્યું...એક ચેનલ પર અશોકા તો થોડીવાર ઓરે ... કાંચી... અનુ મલિકનું રેર – કોઈ ના કહે કે આ અનુ માલિકનું સંગીત છે – એટલું સુપર્બ- વળી – ચેનલ પલટ ! (આ જ તો ફાયદો છે-રીમોટ રાખવાનો !)
        યુટીવી પર હલ્લા બોલ ચાલતું હતું- પૂછો એ વળી શું ? ખબર છે – ભારતના લોકોને આ પ્રકારની ફિલ્મો નથી પચતી – એક રણ - અને બીજી આ – બોક્સ ઓફીસ પર ઉંધા માથે પછડાઈ હતી – પણ પછી ટીવી પર કમ સે કમ મેં તો પાંચ – સાત વખત જોઈ હશે.
        જોઉં એટલી વાર અટકી જવાય છે...અજય દેવગન અને પંકજ કપૂર !
હવે, અજયને છોડી દઈએ...તેની એક્ટિંગ વિષે શું કામ વાત કરવી...કદાચ આ મૂવી થી તેને અભિનય શરૂ કર્યો ! (એ પહેલા ‘સ્ટાર’ સ્તર પર હતો !)
પંકજ કપૂર વિષે પણ શું કામ શબ્દો બગાડવા ! (એમ શબ્દોથી બધે નથી પહોચી વળાતું) – આંખોથી પણ અભિનય થાય ! એમ આપ પણ તે અભિનય આંખોથી જોઈ લેશો :P
        રશ્મી નામની છોકરીની હત્યા માટે સંડોવણી જે લોકોની છે –તે મીનીસ્ટર-મોટા ઉદ્યોગપતિ- સાથે સંકળાય છે. – સંઘર્ષ અને અંતે સત્ય કી વિજય ! (એ તો ફિલ્મોમેં હોના હી થા !)
        અસલી ફિલ્મ મગજમાં શરૂ થાય...ફિલ્મનું એ દ્રશ્ય વારે વારે  અથડાય કે આપ બીજા પર થતો અત્યાચાર જોઈ રહેશો તો તેના પછી તમારો પણ વારો આવી શકે !
        પંકજ કપૂર જે રીતે ફિલ્મમાં મીડિયા અને લોકોને સંબોધે છે તે જાણે મને જ કહી રહ્યા હોય તેવો ભાસ થાય ! – ખુદ કો ચોટ લગને સે તો જનાવર ભી ચિલ્લાતા હૈ; દૂસરે કો ચોટ લાગે ઔર દર્દ જિસે હો વો ઇન્સાન..
         સમય – મુજબ બીજા ઘણા કામ છે પણ – કેટલીક વાતોમાં મારામાં રહેલી મૂર્ખાઈ જીતી જાય છે તે આ પ્રકારની ફિલ્મોને એક થી વધુ વખત જોવાનો સમય આપવો. !(રંગ દે બસંતી – સ્વદેશ – તારે ઝમી પર -   !)
        સેન્ટી કહી કા ! - 

ચોથો અર્થ - સત્યાર્થ

કોલેજમાં સંસ્કૃતમાં મમ્મટાચાર્યનું 'કાવ્યપ્રકાશ' વાચ્યું હતું :
ત્યારે શબ્દોના ત્રણ અર્થ - વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગાર્થ સમજયા હતા.
આજે સમાચારોમાં સંભાળતા "મધરાતથી બસોના પૈડા થંભી જશે" શબ્દોમાં ચોથો અર્થ મળ્યો ------> "સત્યાર્થ"
જયારે એ સ્થિતિમાં હોઈએ ત્યારે જ સમજાય તે અર્થ એટલે - સત્યાર્થ !
હું પ્રોટેસ્ટ વિરોધી નથી પણ હડતાલ સિવાયના 'નાક' દબાવવાના બીજા નવા રસ્તા શોધાવા જોઈએ :-(
Innovations in Protest !

posted under | 2 Comments

એક બાર કી કમીટમેન્ટ !

કેટલીકવાર બાળકોને હસાવવા કોઈ કોઈ સંદર્ભમાં હું કહેતો હોઉં છું, "એક બાર મૈને કમીટમેન્ટ કર દી તો ફિર મૈ અપને આપ કી ભી નહિ સુનતા"
આવા ને આવા કમીટમેન્ટ માં આજે નોકરી લાગ્યાને પહેલીવાર(આવા કારણ માટે !!)કે.રજા મુકવી પડી.
અને હમણા જ એ મેરેથોન પરિશ્રમનો અંત આવ્યો.

તા.ક. : કોઈએ કારણ પૂછવું નહિ, કારણ નહિ જ આપું; "કારણ" મને ગમે છે.

posted under | 0 Comments

ભમીએ ગુજરાત : દક્ષિણ ભણી


Aahaa...ચં.ચી Made My Day 
ચં.ચી.મહેતા - ભમીએ ગુજરાત : દક્ષિણ ભણી (ધો-૭)
ફક્ત મેં વાંચ્યો...પણ તેમના ચહેરા પર ચં.ચી.ની ધડાધડ કહી દેવાની ભાષા ઝલકતી હતી...છેલ્લે ઠાવકા મોઢે કહ્યું
"ચર્ચા કાલે-નિબંધ ઠીક છે...કઈ એટલું બધું..-"
"-ના સાહેબ જોરદાર છે,યાર...મજા આવી !"
"શું મજા આવી?"
......ચુપકીદી.....
"સારું કાલે વિચારીને આવજો શું મજા આવી !"
હવે તેમની કાલની વાતો સાંભળવા કાન અત્યારથી સરવા...
-તમે વાંચ્યો છે ? આજુબાજુમાં કોઈ સાતમાં ધોરણમાં ભણે છે ? વાંચી લો. 

टेढ़ा है पर मेरा है !


Ek Like Aam Do :-) 

પ્રજાસત્તાક દિન મુબારક -
આપણે સાચે જ પ્રજાસત્તાક છીએ....
જ્યાં પ્રજાને-
ગમે ત્યાં કચરો ફેકવાની,
સરકારી ઈમારતની દીવાલો પાનની પીચકારીથી રંગવાની,
પોતાના કામમાં શક્ય તેટલી કામચોરી કરવાની,
ટ્રાફિક નિયમો વગર કારણે તોડવાની,
બીજાની ભૂલોને વારેઘડીએ છેડવાની,
કાયદાઓને મન ફાવે તેમ મચેડવાની,
આ બધું કરવાની 'મજા' પડે તેમ કહેવાની 
અને 
પોતે ના કરે તે બીજા કરે તેવી અપેક્ષા રાખવાની સત્તા આપણી પાસે જ છે !
એમ છતાં મને આ દેશ ગમે છે...
"Tedha Hai Par Mera Hai:-P "
"
હિન્દુસ્તાન ની હિન્દુસ્તાન ને સલામ"
I'm Indian,
U R Indian,
We R Indian :-)

200 મી પોસ્ટ : મટરુ કી બીજલી કા મંડોલા

ડાયરીનું આ ૨૦૦મુ પેજ એ સૌને અર્પણ જેમને મને વાંચવા પ્રેર્યો અને એમને જેમને મને લખવા પ્રેર્યો !
૨૦૦મી પોસ્ટ લખતા પહેલા એ સૌનો પણ આભાર જેમને મારો આ ----> લખ-વા સહન કર્યો :P


ઉકેલ નથી તો હસી લો !
વિશાલ ભારદ્વાજ હોય એટલે ઘટનાઓને નવી રીતે જોવાનો -પ્રયાસ તો કર્યો જ હોય એમાં તો કઈ નવાઈ નથી...ફિલ્મના કેટલાક દ્રશ્યો અફલાતૂન તો કેટલાક ચોટાડયા હોય એમ લાગે પણ પછી જરા વિચારીએ તો થાય કે જો આપણે ડાયરેક્ટર હોત તો એ સિવાય બીજું કરત પણ શું...?
        તેમાય ગંભીર સ્થિતિમાં રાતે વિમાન ઉડાડવાનું અને પછી ઉડાડી મુકવાનું એ દ્રશ્ય પ્રમુખ છે. આ જ પ્રકારે કુવાને ધક્કો મારવાનું દ્રશ્ય પણ-છતાં તે આપણી સાચી સમસ્યા પ્રત્યે આંખ મીચામણા કરવાના મનોવ્યાપાર ની ઝલક સમું લાગે..
        ખરી મજા તો ફિલ્મમાં હરિયાણવી સાંભળવાની છે- થેંક ગોડ...નીચે અંગ્રેજીમાં ટાઈટલ આવતા હતા નહીતર સામાન્ય રીતે પહેલીવારમાં પંકજ કપૂરના કેટલાક સંવાદો તો ચુકી જ જવાય હોત !
        હસતું-ખેલતું તો ના કહેવાય પણ ઠીક ઠીક પોતાની મેળે રડવળતું ગામડું અને મિસ્ટર મંડોલાનું સ્વપ્નું ટકરાય અને જીત કોની થાય ... આખી ફિલ્મ-à આપણનેય ઘણી જગ્યાએ ખુચે..
        ઉપાય નથી- ખેતર અને કારખાનું બંને જોઈએ...ક્યાં કેવી રીતે સંતુલન કરવું ?  અને આપણે સૌ આખરે માણસ છીએ – બીજા પહેલા પોતાનો વિચાર કરવાવાળા...
        શબાના આઝમીન મોઢે બોલાયેલો પ્રગતિ વિશેનો ડાયલોગ તો તમે જાતે સાંભળી લેશો તો વધુ અસરકારક નીવડશે !
        એક દ્રશ્ય હલાવી ગયું તે – લીલા છમ ખેતરો મધ્યે ઉભા રહીને મંડોલાએ જોયેલું સ્વપ્ન – મોટા મશીનો-મજૂરો-ધુમાડા-મોલ-કારખાનામાં પગાર આપણે આપીએ અને આપણા મોલમાં તે જ પગાર આપણે જ છીનવી લઈએ...અને પાછળ બેક ગ્રાઉન્ડમાં પંકજ કપૂર નો લાલસા ભર્યો ભભકતો અવાજ .. આપણી જાત પર સવાલ થાય કે આ મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા જ શું કામ આવ્યો ? પણ પછી થાય કે તો તો પછી વિશાલે ફિલ્મ જ શું કામ બનાવી...ખેતી કરવા ના માંડે ?...
        ફરી કહું છું ઉકેલ નથી...હવે-રેટીયાનું ચક્ર પકડી ને બેસી રહી શકાય તેવી સ્થિતિ નથી રહી...બીજા ચક્રોને પ્રાધાન્ય નહિ તો –સ્થાન તો આપવું જ પડશે..
        વિશાલનો શેક્સપીઅર પ્રેમ અહી પણ મેકબેથ સ્વરૂપે ઝળક્યો જ છે !
પંકજ કપૂર સ્વાભાવિક રીતે – અભિનયમાં મેદાન મારી જ જાય..પણ બીજા બધાએ પાત્રોચિત અભિનય કર્યો જ છે ! – ગુલાબો એ પણ !
        હવે, આ ગુલાબો કોણ એવું ના પુછાતા – સમજાવી શકાય એવું પાત્ર નથી !
ફિલ્મ એક વાર તો જોઈ જ લેવી --- ના સમજાય તો બીજી વાર...
        ફિલ્મમાં  “ગેંગ ઓફ વાસેપુર”  વાળી થઇ છે એટલે ટી.વી. પર આવશે ત્યારે જોવાશે એવી રાહ કોઈએ જોવી નહિ !
        અને હા – જોઈ આવો પછી છોકરાઓને ચોર-પોલીસ ને બદલે જનતા-નેતા રમત શીખવવા ના મંડી પડતા !
જોઇને કહેજો -----> ફિલ્મમાં ક્યાં ક્યાં રાજનેતાઓના નામ આવ્યા અને કોની કોની છાપ????

ઉત્તરાયણનું જીવનપારાયણ

દોસ્ત કપાયેલી પતંગનો અફસોસ ના કર;
એ તારી દોરીના બંધનથી મુક્ત થઇ-
એને લાગણીથી મુક્ત કર.

(જે પતંગ દસ બારના છેદ કરી કપાઈ જાય ત્યારે વધુ અફસોસ થાય ને કેટલીક મહામહેનતે ચગેલી અને હજુ ય ગુલાંટ માર્યા કરતી હોય તો તે ક્યારે કોઈ કાપી જાય અને આપણે બીજી ચગાવીએ એની રાહ જોયા કરીએ:-P)
ઉત્તરાયણ હોય કે જીવનપારાયણ માણસનું માનસ એવું જ-તમારે કેવું?

posted under | 0 Comments

Help for Activity

Preparing English activities for std. 4 and the song "Go-go-Govinda go-go-go" Enters in to Ears from the terrace...
An activity flash:-B
Teacher will give (orally) an action - like Jump jump the children will give a name like Jamuna.....and the tune set to sing.. Children will have joy to create something and give a reason to make their ears to listen.
Is it proper ?
Is there any ideas to make their learning full of fun ?

posted under | 0 Comments

“કમીટમેન્ટ” શબ્દનું શબ્દચિત્ર


શબ્દ ચિત્ર આપણે દોરીએ છીએ; એમ સર્જનહારને કમીટમેન્ટનું શબ્દચિત્ર દોરવાનું મન થયું અને તે ચિત્ર એટલે રાહુલ દ્રવિડ !
        જન્મજાત શક્તિઓ ના હોવા છતાં તમે – તમારી ટીમને સફળ બનાવવા કૌશલ્યો વિકસાવવી શકો-એનું ઉદાહરણ પણ દ્રવિડ !
ક્રિકેટરને વાંચવાનો પણ શોખ હોય અને તે ક્રિકેટ સિવાયના – તે તેને ગમાડવા માટેનું બીજું કારણ !
ખુબ જ સારો ઓરેટર - જો સાંભળવું હોય તો અહી સાંભળી લેજો ! 
છેલ્લે – આજે શું કામ ?
આજે તેનો ચાલીસમો જન્મદિવસ છે –

HappY BirthDay My Dear Wall

Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments