એન્ડ્રોઈડ એપ્લીકેશન- Part-2
દબંગ-૨ ની ચર્ચા છેક અત્યારથી જોર પકડી રહી છે તો આપણને  બધાને ઉપયોગી લાગતી પોસ્ટનો પાર્ટ-૨ રજુ કરવાનો ઉત્સાહ તો હોય જ ને...ચાલો વધુ પૂર્વભૂમિકા બાંધ્યા વગર આપણે કરેલી મોબાઈલ પર ગુજરાતી કેવી રીતે લખાય (How to write Gujarati on Mobile ?) ની પહેલી પોસ્ટ ના જોઈ હોય તો ચેક કરી લઈએ :

એન્ડ્રોઈડ એપ્લીકેશન - પાર્ટ -૧  


ઓ.કે એ તો બાજુની ટેબ ખુલ્યું હશે તે જરા વાંચી લો કે સીધું પી.સી. પરથી જ એપ કેવી રીતે મોબાઈલ પર ડાઉનલોડ થઇ શકે છે ......
ડન ? હવે એપ્લીકેશન નંબર ચાર - 

૪.  કોઈક સેમિનારમાં છો અને તમે નોટ્સ તૈયાર કરી છે, તે કોઈકને પહોચાડવી છે-ફોન છે તેનાથી તો ફક્ત ફોટો પડશે-ખબર નહિ-એ ફોટો સામેવાળાને વાંચ્ય હશે કે નહિ ? - હવે એનો ફોટો પડી અને PDF માં કન્વર્ટ કરી ને જેને મોકલવા માંગતા હોય તેને ત્યાંથી જ ઈ મેઈલ કરી શકાય તેવી સુવિધા મળે તો ? મળે તો નહિ મળે છે ! આ રહ્યું તમારું હરતું ફરતું મોબાઈલ સ્કેનર... 

ક્લિક કરો : CamScanner -Phone PDF 

૫. એન્ડ્રોઈડ ખરીધ્યા પછી પહેલી મુશ્કેલી આમાં મેમરી કાર્ડ ક્યાં બતાવે છે ?એ પડી હશે... સાચું બોલ જો ! હજુ મેમરી કાર્ડ ના મળ્યું હોય તો આ ડાઉનલોડ કરી લો !
                   ક્લિક કરો : ES File Explorer File Manager 

૬. આમ તો મોબાઈલની શોધ વાત કરવા થઇ હતી-પછી મેસેજ અને આજે તો તેનો ઉપયોગ કઈ વાત માટે નથી થતો તે પ્રશ્ન છે ! પહેલા કોઈક ટાઈમ પૂછે ત્યારે ડાબા હાથ તરફ જોતા આપણે હવે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીએ છીએ ! તો તમારા ફોન ને ટોર્ચમાં ફેરવો - અને તેમાય કેવી કેવી વિવિધતા છે તે જોજો !
ક્લિક કરો : Tiny Flashlight + LED 

ખાસ નોધ : એપ્લીકેશન ડાઉનલોડ કર્યાપછી તેને SD Card માં મુવ કરવી જરૂરી છે . તે માટે નીચેના સ્ટેપ ફોલો કરો :

  1. Setting 
  2. Application
  3. Manage application
(અહી તમે ડાઉનલોડ કરેલી તમામ એપ્લીકેશન જોવા મળશે.)
   4. એક એપ્લીકેશન પર ક્લિક કરો.
   5. ત્યાં તમને Move to Phone અથવા Move to SD card બેમાંથી એક વિકલ્પ દેખાતો હશે. જો Move to SD card  દેખાતો હોય તો ક્લિક કરો.. ડન !

નોધ : કેટલીક એપ્લીકેશન કાર્ડમાં મુવ કરી શકાતી નથી. 

તા.ક. બ્લોગ વાચકોનો દિલ ફાડીને આભાર ! સૌને હેપ્પી દિવાલી !
2 comments:

niravsays said...

ખુબ જ મજાનું :)

Solanki Vanraj said...

વાહ વાહ .............મારો અનુભવ સારો રહ્યો .........વચ્ચે netwok એ થોડી મગજમારી કરી !!!!!!!!!!!!!
પણ કામ થઈ ગયું ########

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments