સોશિયલ સાઈટ્સ મિથ્યા છે !


હે વત્સ ! એમ કરીને શરૂ કરું...?
જવા દો....
ફેસબુક પર એકાઉન્ટ છે ? ટ્વીટર પર ?
હોય જ ને ? શું નેટ ખાલી એન્ટી વાયરસ અપડેટ કરવા લીધું છે ?
...હવે કહો ઓરકુટ પર એકાઉન્ટ છે ? હતું ? શું યુઝર નેમ હતું ? કેટલો સમય થયો ઓરકુટે માથા કૂટે ?
orkut.com 

થોડાક વર્ષો પૂર્વે  ... આપણે ઓરકુટની સાઈટ્સ સાથે પોતાના વિચારોની લમણા-કૂટ કરતા હતા...પછી ધીમે ધીમે ફેસબુક અને ટ્વીટર આવ્યા...મારા જેવા કેટલાક દોઢ ડાહ્યાઓને પહેલા લાગ્યું કે આ ફેસબુક કઈ નથી...ખાલી ટાઈમ પાસ છે...તો ટ્વીટરની સાથે ટક ટક માંડી...
from google images 

હા, ટ્વીટર પરથી સીધું ફેસબુક પર પોસ્ટીંગ થતું રહ્યું...મને શું ખબર હું માવા ખાવાવાળા પાસેથી “કોરી સોપારી” માંગી રહ્યો છું ! પછી તો અઠવાડિયે એકાદ વખત ફેસબુક પર કોને કોને આપણને સળી કરી છે...તે ચેક કરતા થયા...વાત અઠવાડિયાથી દરરોજ થઇ ને આજે બે ટાઈમ ...સવાર-સાંજ ની દવાની જેમ ફેસબુક ટાઈમ લાઈન ચેક કરવા માંડી...
from google images 

આ બધામાં કાલે અચાનક યાદ આવ્યું કે “અરે ! પેલા ઓરકુટના શું સમાચાર છે ?” તે ય મજા તો હતી જ ને મિત્ર મંડળીની આજે સ્ટેટસ અપડેટ કરીએ છીએ ત્યારે સ્ક્રેપ કરતા.....ભૂલી ગયા..તે જગ્યા..
આખી વાત પરથી શું બોધ પાઠ લેવાય ?
જેમ જગત તેમ સોશિયલ સાઈટ્સ મિથ્યા છે; સોસાયટી (ભલે એ પછી આપણે અત્યારે મળી રહ્યા છીએ તેવી વર્ચ્યુઅલ હોય) સત્ય છે !
ફેસબુક કે ટ્વીટર સાઈટ્સ કાલે પોતાનો ચાર્મ ગુમાવે પણ તેમાં મેળવેલા મિત્રો...તો ફરી મળી આવશે !
યાદ છે હાઈસ્કુલના દિવસો ?
 રાત્રે કોઈના ઘરની આગળ બેસી પત્તા રમતા..ગપ્પા મારતા...મસ્તી કરતા...જો કોઈક ઘરમાંથી બુમ પડે કે “શું છે લ્યા...શેનો કોન્છેર માંડ્યો છે ?” તો – મિત્રો નહોતા છૂટી જતા....જગ્યા બદલાઈ જતી !
તો સાઈટ્સ બદલાશે..મિત્ર મંડળ* નહિ ..[ *શરત લાગુ : જો ખરેખર બન્યું હશે તો]

તો- ભક્ત જનો...આજનું આ ફેસબુક – ટ્વીટર નો પ્રથમ અધ્યાય અહી પૂરો થાય છે !
આ અધ્યાય તમને કેવો લાગ્યો તે જણાવજો જેથી આપણે સૌ આગામી “ફેસબુક ની દુનિયા અને આપણી ફેસ-ટુ ફેસ દુનિયા વચ્ચેની તુલનાનો” નવો અધ્યાય શરૂ કરીશું ....
બોલો શ્રી માર્ક મહારાજ ની જય !

4 comments:

jagdishvadiya said...

Nice
iti shree revakhande rakeshpuranam prathmodhyay samapt

bolo krishn kanaiyalal ki

jay

હરિવાણી said...

Good one... Congratulations... Keep it up.... I think, Jay Vasavada can create a wonderful article on this...

Solanki Vanraj said...

u r great sir♦,,,,,,,,,,awesome.........↔(royal rajput vanraj-rena)

Manan Buddhdev said...

તને આ રવાડે ચડાવતા કેટલીયે સોપારીઓ બગાડવી પડી હશે એ સૌથી વધુ મને ખબર છે ગોરાંદે....

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments