એન્ડ્રોઈડ એપ્લીકેશન- Be Smart ! જેમ ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ એમ એક સમયમાં નોકિઆએ મોબાઈલે બજારમાં ભારે દાદાગીરી કરી..
પછી એક ઓપરેટીંગ સીસ્ટમ બજારમાં આવી...નામ – Android ! હવે તેની એપ્લીકેશન માટે એક બજાર પણ ઉપલબ્ધ થયું...એપ્પ બનાવનારી ફક્ત કોઈ કંપની નહિ-તમારા મારા જેવા માણસો જેમને આ બાબતમાં કઈ સૂઝ પડે તે બનાવે અને લોકોને વહેચે અથવા વેચે !
તમને કઈ પણ મુશ્કેલી લાગે તો બેધડક તેના રચનાકારને ઈ-મેઈલ કરી ફરિયાદ કરવાની સુવિધા !
તો અહી કેટલીક એવી Android Applicationની લીંક મુકું છું જે ગુજરાતના એન્દ્રોઈડ ધારકોને માફક આવશે !
૧. અહી જેમ ગુગલ ગુજરાતી ઈનપુટ ની મદદથી કેવું ટકાટક ગુજરાતીમાં લખાય છે એવું જો મોબાઈલ પર મળી જાય તો ? – તો આ રહ્યું એક એવું કી-બોર્ડ :

 ક્લિક કરો   U KEYBOARD   

હવે જે પેજ ખુલશે તેમાં તમારું જી મેઈલ એકાઉન્ટ થી સાઈન થવું પડશે...એ જ મેઈલ એકાઉન્ટ થી સાઈન થાઓ જેનાથી તમે તમારા એન્દ્રોઈડ ને કોન્ફીગર કર્યો હોય ! હવે તમે ઇન્સ્ટોલ ક્લિક કરશો એટલે એ એપ્લીકેશન તમારા ફોન પર ડાઉનલોડ થવાનું ચાલુ થઇ જશે. ડાઉનલોડ થઇ જાય એટલે તેને ઓપન કરી ગુજરાતી ભાષા પસંદ કરી લો. સેત્તિંગમાં જઈ U keyboard ને એકટીવ કરી ડો...હવે જ્યાં પણ ફેસબુક- ટ્વીટર કે બ્લોગ- ત્યાં સહેજ પ્રેસ કરો...ઓપ્શન મળશે... તેમાંથી INPUT METHOD માં જઈ U Keyboard પસંદ કરી લો ! લો તમારું મોબાઈલ ગુજરાતી લખાણ શરૂ !  

૨. ફોન ગુજરાતી સપોર્ટ કરતો હોય કે ના કરતો હોય-પણ જો અંગ્રેજી શબ્દો માટે ઓન ધ વે ગુજરાતી કરવા માટેની ડીક્ષનરી મળી જાય તો લઇ લો –
         ક્લિક કરો  Koja Dictionary - English to Gujarati

૩. કોઈક સંજોગોમાં આ ફોન વેચવો છે અને બીજો ફોન લેવો છે -  હવે આમાં તો તમારા હજારો એસ.એમ.એસ અને કોન્ટેક નંબર્સ છે...વળી કેલેન્ડરમાં પણ કેટલીય એન્ટ્રી કરેલી છે ! બીજાને તો કઈ આ માહિતી સાથે ફોન અપાય નહિ અને આટલી બધી માહિતી ટ્રાન્સફર કરવી કઈ રીતે- નહિ કરવા રહેવાની ફોન ફેકટરી રેસેટ મારી દો- બિન્દાસ !! પણ તે પહેલા આ એપ્લીકેશન ડાઉનલોડ કરી બધું બેક અપ લઇ લો....જયારે નવો ફોન ખરીદો ( હા, એ એન્દ્રોઈડ હોય તે જરૂરી ) ત્યારે બધું હતું એમ ને મેં પાછું !
ક્લિક કરો : Super Backup : SMS & Contacts 

ખાસ સુચના : દરેક એપ્લીકેશન ડાઉનલોડ કરી તેને SD Card માં Move કરવાનું ચુકતા નહિ...નહીતર વધુ પડતી Google Play પરથી ઉઠાવેલ Application દિવાળી પર મફત ઉડાવેલ મીઠાઈની જેમ તમારા ફોન ની ઇન્ટરનલ મેમરી લો કરી દેશે !
તા.ક. : જો ગમે તો લખજો...વધુ લખીશ
છેલ્લા એક વર્ષમાં ૨૦૦ જેટલી એપ્લીકેશન ચકાસી જોઈ છે અને હાલમાં ૪૫ એપ્લીકેશન સાથે Android Phone ની મજા માણી રહ્યો છું...
7 comments:

VIVEK JOSHI said...

ખુબ જ સરસ અને ઉતમ કામ કર્યુ છે તમે રાકેશભાઇ... તમને ધન્યવાદ....

VIVEK JOSHI said...

ખુબ જ સરસ અને ઉતમ કામ કર્યુ છે તમે રાકેશભાઇ... તમને ધન્યવાદ....

dave gitanjali said...

rakesh sir
aa vastu useful thase

niravsays said...

Super Nice info :)

Rakesh patel said...

હવે આ વિવેક, ગીતાંજલિ અને નીરવ મને બીજી આવી ટેકનોલોજીવાળી પોસ્ટ ફટકારવા ઉશ્કેરી રહ્યા છે... :) તો જો જો ટુક સમયમાં બીજી આવી જ પોસ્ટ લખીશ...

ravi said...

khub saras

શિક્ષણની સફરે.... said...

ખુબ સરસ એપ્સ છે, ધન્યવાદ. બીજી જરૂરી એપ્સ મૂકતા રહેશો તેવી અપેક્ષા. તમારા બધા જ લેખ વાંચવાની મજા આવે છે.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments