સૂરજના સથવારે

હવે, સમજાય છે કે જયારે ટોપલો ભરીને ફોટોગ્રાફ્સ લઇએ તો શું થાય ?
કેટલાક સૂર્યના કિરણો સાથે લીધેલ ફોટોગ્રાફ્સ યાદ તો છે પણ મળ્યા નહિ - જેમકે : નર્મદાના તીરે ... (લાગતા વળગતા મિત્રોએ નોધ લઇ તેમની પાસે હોય તો મોકલી આપવા :P)
ઠીક છે...અત્યારે ઉપલબ્ધ આ છે !
http://gitanshpatel.blogspot.com
સવારની રંગોળી - ચાંદનગઢ જતા ...


http://gitanshpatel.blogspot.com
રસ- તો !

http://gitanshpatel.blogspot.com
પાછલા બારણે ઘુસણખોરી !


http://gitanshpatel.blogspot.com
તીથલના દરિયાકિનારે - 

http://gitanshpatel.blogspot.com
ઉત્તરાયણ સંધ્યા - ઘરની અગાશી થી દુર થર્મલ પાવર સ્ટેશન.....ના ધુમાડાથી ત્રસ્ત દાદા !

કારની બારી બહાર !

મૂળ સ્વભાવે લાલચુ છું ને ! એટલે કેટલાક ફોટોગ્રાફ લીધા પછી જોઉં ત્યારે ઊર્મિઓનું ઘોડાપુર આવે ને ..... કઈ કેટલાય શબ્દો મનમાં ઉભરાય !
પણ આપણી - એટલીસ્ટ મારી ગુણવંત શાહ જેવી તાકાત નહિ કે - લખી નાખું ! એટલે કેટલાક ફોટોગ્રાફ પડ્યા રહે....આજે ફોલ્ડર વ્યુ કરીને જોતા જોતા વિચાર આવ્યો કે ...વાહ ! क्या सिन है !
નક્કી કર્યું કે તે બધાને મુક્ત કરી દેવા... નેટ ના જી.બી. ને ધ્યાનમાં રાખી બ્લોગ પર મુકવાનો પ્રયત્ન કરીશ..
આ રહી પાશેરામાં પહેલી પૂણી -
http://gitanshpatel.blogspot.com
સાપુતારા થી પાછા ફરતી વખતે ચાલુ કારે કરેલું ડોકિયું...

એન્ડ્રોઈડ એપ્લીકેશન- Part-2
દબંગ-૨ ની ચર્ચા છેક અત્યારથી જોર પકડી રહી છે તો આપણને  બધાને ઉપયોગી લાગતી પોસ્ટનો પાર્ટ-૨ રજુ કરવાનો ઉત્સાહ તો હોય જ ને...ચાલો વધુ પૂર્વભૂમિકા બાંધ્યા વગર આપણે કરેલી મોબાઈલ પર ગુજરાતી કેવી રીતે લખાય (How to write Gujarati on Mobile ?) ની પહેલી પોસ્ટ ના જોઈ હોય તો ચેક કરી લઈએ :

એન્ડ્રોઈડ એપ્લીકેશન - પાર્ટ -૧  


ઓ.કે એ તો બાજુની ટેબ ખુલ્યું હશે તે જરા વાંચી લો કે સીધું પી.સી. પરથી જ એપ કેવી રીતે મોબાઈલ પર ડાઉનલોડ થઇ શકે છે ......
ડન ? હવે એપ્લીકેશન નંબર ચાર - 

૪.  કોઈક સેમિનારમાં છો અને તમે નોટ્સ તૈયાર કરી છે, તે કોઈકને પહોચાડવી છે-ફોન છે તેનાથી તો ફક્ત ફોટો પડશે-ખબર નહિ-એ ફોટો સામેવાળાને વાંચ્ય હશે કે નહિ ? - હવે એનો ફોટો પડી અને PDF માં કન્વર્ટ કરી ને જેને મોકલવા માંગતા હોય તેને ત્યાંથી જ ઈ મેઈલ કરી શકાય તેવી સુવિધા મળે તો ? મળે તો નહિ મળે છે ! આ રહ્યું તમારું હરતું ફરતું મોબાઈલ સ્કેનર... 

ક્લિક કરો : CamScanner -Phone PDF 

૫. એન્ડ્રોઈડ ખરીધ્યા પછી પહેલી મુશ્કેલી આમાં મેમરી કાર્ડ ક્યાં બતાવે છે ?એ પડી હશે... સાચું બોલ જો ! હજુ મેમરી કાર્ડ ના મળ્યું હોય તો આ ડાઉનલોડ કરી લો !
                   ક્લિક કરો : ES File Explorer File Manager 

૬. આમ તો મોબાઈલની શોધ વાત કરવા થઇ હતી-પછી મેસેજ અને આજે તો તેનો ઉપયોગ કઈ વાત માટે નથી થતો તે પ્રશ્ન છે ! પહેલા કોઈક ટાઈમ પૂછે ત્યારે ડાબા હાથ તરફ જોતા આપણે હવે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીએ છીએ ! તો તમારા ફોન ને ટોર્ચમાં ફેરવો - અને તેમાય કેવી કેવી વિવિધતા છે તે જોજો !
ક્લિક કરો : Tiny Flashlight + LED 

ખાસ નોધ : એપ્લીકેશન ડાઉનલોડ કર્યાપછી તેને SD Card માં મુવ કરવી જરૂરી છે . તે માટે નીચેના સ્ટેપ ફોલો કરો :

  1. Setting 
  2. Application
  3. Manage application
(અહી તમે ડાઉનલોડ કરેલી તમામ એપ્લીકેશન જોવા મળશે.)
   4. એક એપ્લીકેશન પર ક્લિક કરો.
   5. ત્યાં તમને Move to Phone અથવા Move to SD card બેમાંથી એક વિકલ્પ દેખાતો હશે. જો Move to SD card  દેખાતો હોય તો ક્લિક કરો.. ડન !

નોધ : કેટલીક એપ્લીકેશન કાર્ડમાં મુવ કરી શકાતી નથી. 

તા.ક. બ્લોગ વાચકોનો દિલ ફાડીને આભાર ! સૌને હેપ્પી દિવાલી !
એન્ડ્રોઈડ એપ્લીકેશન- Be Smart ! જેમ ટૂથપેસ્ટ એટલે કે કોલગેટ એમ એક સમયમાં નોકિઆએ મોબાઈલે બજારમાં ભારે દાદાગીરી કરી..
પછી એક ઓપરેટીંગ સીસ્ટમ બજારમાં આવી...નામ – Android ! હવે તેની એપ્લીકેશન માટે એક બજાર પણ ઉપલબ્ધ થયું...એપ્પ બનાવનારી ફક્ત કોઈ કંપની નહિ-તમારા મારા જેવા માણસો જેમને આ બાબતમાં કઈ સૂઝ પડે તે બનાવે અને લોકોને વહેચે અથવા વેચે !
તમને કઈ પણ મુશ્કેલી લાગે તો બેધડક તેના રચનાકારને ઈ-મેઈલ કરી ફરિયાદ કરવાની સુવિધા !
તો અહી કેટલીક એવી Android Applicationની લીંક મુકું છું જે ગુજરાતના એન્દ્રોઈડ ધારકોને માફક આવશે !
૧. અહી જેમ ગુગલ ગુજરાતી ઈનપુટ ની મદદથી કેવું ટકાટક ગુજરાતીમાં લખાય છે એવું જો મોબાઈલ પર મળી જાય તો ? – તો આ રહ્યું એક એવું કી-બોર્ડ :

 ક્લિક કરો   U KEYBOARD   

હવે જે પેજ ખુલશે તેમાં તમારું જી મેઈલ એકાઉન્ટ થી સાઈન થવું પડશે...એ જ મેઈલ એકાઉન્ટ થી સાઈન થાઓ જેનાથી તમે તમારા એન્દ્રોઈડ ને કોન્ફીગર કર્યો હોય ! હવે તમે ઇન્સ્ટોલ ક્લિક કરશો એટલે એ એપ્લીકેશન તમારા ફોન પર ડાઉનલોડ થવાનું ચાલુ થઇ જશે. ડાઉનલોડ થઇ જાય એટલે તેને ઓપન કરી ગુજરાતી ભાષા પસંદ કરી લો. સેત્તિંગમાં જઈ U keyboard ને એકટીવ કરી ડો...હવે જ્યાં પણ ફેસબુક- ટ્વીટર કે બ્લોગ- ત્યાં સહેજ પ્રેસ કરો...ઓપ્શન મળશે... તેમાંથી INPUT METHOD માં જઈ U Keyboard પસંદ કરી લો ! લો તમારું મોબાઈલ ગુજરાતી લખાણ શરૂ !  

૨. ફોન ગુજરાતી સપોર્ટ કરતો હોય કે ના કરતો હોય-પણ જો અંગ્રેજી શબ્દો માટે ઓન ધ વે ગુજરાતી કરવા માટેની ડીક્ષનરી મળી જાય તો લઇ લો –
         ક્લિક કરો  Koja Dictionary - English to Gujarati

૩. કોઈક સંજોગોમાં આ ફોન વેચવો છે અને બીજો ફોન લેવો છે -  હવે આમાં તો તમારા હજારો એસ.એમ.એસ અને કોન્ટેક નંબર્સ છે...વળી કેલેન્ડરમાં પણ કેટલીય એન્ટ્રી કરેલી છે ! બીજાને તો કઈ આ માહિતી સાથે ફોન અપાય નહિ અને આટલી બધી માહિતી ટ્રાન્સફર કરવી કઈ રીતે- નહિ કરવા રહેવાની ફોન ફેકટરી રેસેટ મારી દો- બિન્દાસ !! પણ તે પહેલા આ એપ્લીકેશન ડાઉનલોડ કરી બધું બેક અપ લઇ લો....જયારે નવો ફોન ખરીદો ( હા, એ એન્દ્રોઈડ હોય તે જરૂરી ) ત્યારે બધું હતું એમ ને મેં પાછું !
ક્લિક કરો : Super Backup : SMS & Contacts 

ખાસ સુચના : દરેક એપ્લીકેશન ડાઉનલોડ કરી તેને SD Card માં Move કરવાનું ચુકતા નહિ...નહીતર વધુ પડતી Google Play પરથી ઉઠાવેલ Application દિવાળી પર મફત ઉડાવેલ મીઠાઈની જેમ તમારા ફોન ની ઇન્ટરનલ મેમરી લો કરી દેશે !
તા.ક. : જો ગમે તો લખજો...વધુ લખીશ
છેલ્લા એક વર્ષમાં ૨૦૦ જેટલી એપ્લીકેશન ચકાસી જોઈ છે અને હાલમાં ૪૫ એપ્લીકેશન સાથે Android Phone ની મજા માણી રહ્યો છું...
સોશિયલ સાઈટ્સ મિથ્યા છે !


હે વત્સ ! એમ કરીને શરૂ કરું...?
જવા દો....
ફેસબુક પર એકાઉન્ટ છે ? ટ્વીટર પર ?
હોય જ ને ? શું નેટ ખાલી એન્ટી વાયરસ અપડેટ કરવા લીધું છે ?
...હવે કહો ઓરકુટ પર એકાઉન્ટ છે ? હતું ? શું યુઝર નેમ હતું ? કેટલો સમય થયો ઓરકુટે માથા કૂટે ?
orkut.com 

થોડાક વર્ષો પૂર્વે  ... આપણે ઓરકુટની સાઈટ્સ સાથે પોતાના વિચારોની લમણા-કૂટ કરતા હતા...પછી ધીમે ધીમે ફેસબુક અને ટ્વીટર આવ્યા...મારા જેવા કેટલાક દોઢ ડાહ્યાઓને પહેલા લાગ્યું કે આ ફેસબુક કઈ નથી...ખાલી ટાઈમ પાસ છે...તો ટ્વીટરની સાથે ટક ટક માંડી...
from google images 

હા, ટ્વીટર પરથી સીધું ફેસબુક પર પોસ્ટીંગ થતું રહ્યું...મને શું ખબર હું માવા ખાવાવાળા પાસેથી “કોરી સોપારી” માંગી રહ્યો છું ! પછી તો અઠવાડિયે એકાદ વખત ફેસબુક પર કોને કોને આપણને સળી કરી છે...તે ચેક કરતા થયા...વાત અઠવાડિયાથી દરરોજ થઇ ને આજે બે ટાઈમ ...સવાર-સાંજ ની દવાની જેમ ફેસબુક ટાઈમ લાઈન ચેક કરવા માંડી...
from google images 

આ બધામાં કાલે અચાનક યાદ આવ્યું કે “અરે ! પેલા ઓરકુટના શું સમાચાર છે ?” તે ય મજા તો હતી જ ને મિત્ર મંડળીની આજે સ્ટેટસ અપડેટ કરીએ છીએ ત્યારે સ્ક્રેપ કરતા.....ભૂલી ગયા..તે જગ્યા..
આખી વાત પરથી શું બોધ પાઠ લેવાય ?
જેમ જગત તેમ સોશિયલ સાઈટ્સ મિથ્યા છે; સોસાયટી (ભલે એ પછી આપણે અત્યારે મળી રહ્યા છીએ તેવી વર્ચ્યુઅલ હોય) સત્ય છે !
ફેસબુક કે ટ્વીટર સાઈટ્સ કાલે પોતાનો ચાર્મ ગુમાવે પણ તેમાં મેળવેલા મિત્રો...તો ફરી મળી આવશે !
યાદ છે હાઈસ્કુલના દિવસો ?
 રાત્રે કોઈના ઘરની આગળ બેસી પત્તા રમતા..ગપ્પા મારતા...મસ્તી કરતા...જો કોઈક ઘરમાંથી બુમ પડે કે “શું છે લ્યા...શેનો કોન્છેર માંડ્યો છે ?” તો – મિત્રો નહોતા છૂટી જતા....જગ્યા બદલાઈ જતી !
તો સાઈટ્સ બદલાશે..મિત્ર મંડળ* નહિ ..[ *શરત લાગુ : જો ખરેખર બન્યું હશે તો]

તો- ભક્ત જનો...આજનું આ ફેસબુક – ટ્વીટર નો પ્રથમ અધ્યાય અહી પૂરો થાય છે !
આ અધ્યાય તમને કેવો લાગ્યો તે જણાવજો જેથી આપણે સૌ આગામી “ફેસબુક ની દુનિયા અને આપણી ફેસ-ટુ ફેસ દુનિયા વચ્ચેની તુલનાનો” નવો અધ્યાય શરૂ કરીશું ....
બોલો શ્રી માર્ક મહારાજ ની જય !

Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments