Oh My God ! - PLZ Go for it !



એક ચોખવટ
આ ફિલ્મ ગમી એટલે હું રેશનાલીસ્ટ છું એમ કોઈએ માનવું નહિ ! હું એક કટ્ટર પરંપરાવાદી છું. આ પ્રકારના મુદ્દાઓ માટે મેં મારું પોતાનું વહીવટી તંત્ર બનાવ્યું છે....
દરેકનું સત્ય જુદું જુદું હોય છે....તો મારી પાસે મારું સત્ય છે અને ...હું રામકૃષ્ણ પરમહંસ જેટલી દ્રઢતાથી કહી શકું કે મને ઈશ્વર મળી ગયો છે !
હા, પણ આ ફિલ્મ તમારે કેમ જોવી ?
એક તો તમે કાનજી VS કાનજી નાટક નથી જોયું...(મારી જેમ)
બીજું તમને મંદિર સિવાય ભગવાન દેખાતો નથી...(એય મારી જેમ નહિ...)
જો કે મને તો મંદિરમાં ય દેખાય છે...પણ આપણું ભાઈ બહુ નક્કી નહિ...જો બહારનું વાતાવરણ સારું હોય તો મંદિરમાં ના પણ જઈએ...અને જઈએ પણ ખરા...પણ એ માટેના કોઈ નિયમો ના હોય ! કારણ મંદિર/મસ્જીદમાં ના જવાથી કોઈ નાસ્તિક ના બને તેમ - જવાથી કોઈ આસ્તિક ના બને !
 અલ્યા હું તો મારી કથા કરવા માંડ્યો.....હા, તમારે બને એટલી વહેલી તકે Oh My God જોવા જવાનું છે.... કારણો ઘણા છે પણ તમારું મનોરંજન એ પ્રથમ  છે...
સંવાદોની રમઝટ વચ્ચે તમને ય પેલા વીમા કંપનીના એજન્ટની જેમ સટ્ટાક સટ્ટાક પડે ત્યારે ખરી મજા આવશે...માર ખાવાની !  ફિલ્મ વિષે વધુ કહેવું એ ફિલ્મ માટે હાનીકારક છે...પણ
જો તમે ભગવાનમાં માનો છો તો ફિલ્મ જોઈ આવો.... તમને એક જુદો ઈશ્વર મળી આવશે !
શું કહ્યું ?
તમે નથી માનતા તો પણ જોઈ આવો  તમને તમારી સ્ટાઈલનો ભગવાન મળી આવશે !
( ચોખવટ – “હું  અક્ષયકુમારની વાત નથી કરતો” )
ખાસ સુચના : મારી સાથે ફિલ્મ જોવા આવેલ મિત્ર કૌશિકે આ ફિલ્મ જે નાટકને આધારિત બની છે તે પણ  જોયેલું હતું...તેના મતે તેણે નાટક વધુ ગમ્યું હતું... તો જેમને ફિલ્મ ના ગમે તે મિત્રો મારી પાસે – ટીકીટના પૈસા માટે વળતર માગી શકશે નહિ....કારણ કે ......
મારું આ લખાણ એ “An act of God” છે !

posted under , |

1 comments:

CHINTAN SHAH said...

રાકેશભાઇ , તમારા તરફથી રિવ્યુ આવે એની રાહ જોયા વિના જોઇ. અગઝ જોયેલા 'કાનજી વિરુધ્ધ કાનજી ' આખેઆખું નજર સામેથી પસાર થઇ ગયું, ટીકુ તલસાણિયા (કાનજી) એ એક જ સેટ પર જમાવેલ જોરદાર અસરની સાથે પરેશ રાવલ પણ જુદા જુદા દ્રશ્યોમાં છવાઇ ગયા. ખરેખરાકેશભાઇ , તમારા તરફથી રિવ્યુ આવે એની રાહ જોયા વિના જોઇ. અગઝ જોયેલા 'કાનજી વિરુધ્ધ કાનજી ' આખેઆખું નજર સામેથી પસાર થઇ ગયું, ટીકુ તલસાણિયા (કાનજી) એ એક જ સેટ પર જમાવેલ જોરદાર અસરની સાથે પરેશ રાવલ પણ જુદા જુદા દ્રશ્યોમાં છવાઇ ગયા. ખરેખર તો કૌશિકભાઇ સાથે સહમત છું, સાથે જ રાકેશભાઇનો ફિલ્મ કેમ જોવી? નો જવાબ પણ સચોટ છે. મને તો 1. નાટક 2. ફિલ્મ 3. આ બ્લોગ પોસ્ટ... ગમ્યા...

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments