Eગ્લીશ Vગ્લીશ ! - ડીક્ષનરી બે ક્લીકે !

ગુગલ ક્રોમ વાપરો છો ? અંગ્રેજી બ્લોગ વગેરે વાંચતી વખતે ત્યાંને ત્યાં જ કોઈ ડીક્ષનરી મળી જાય તો કેવું ? ગુજરાતી લેક્ષિકોન હવે ક્રોમ ના વેબ સ્ટોરમાં ઉપલબ્ધ છે...આ બ્લોગ પોસ્ટ ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ખોલી નીચેની લીંક પર ક્લિક કરો.


ક્લિક કાર્ય પછી એક Extension તમારા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થશે. મોટાભાગે તો જરૂર નથી પડતી પણ એક વખત ક્રોમ બંધ કરી પછી ચાલુ કરો. કોઈ પણ અંગ્રેજી છાપું...કે વેબ ખોલો...જે શબ્દનું ઈંગ્લીશનું વિન્ગ્લીશ કરવું હોય તેની પર ડબલ ક્લિક કરો...અને કરો અજાણ્યા શબ્દો સાથે દોસ્તી !


Oh My God ! - PLZ Go for it !



એક ચોખવટ
આ ફિલ્મ ગમી એટલે હું રેશનાલીસ્ટ છું એમ કોઈએ માનવું નહિ ! હું એક કટ્ટર પરંપરાવાદી છું. આ પ્રકારના મુદ્દાઓ માટે મેં મારું પોતાનું વહીવટી તંત્ર બનાવ્યું છે....
દરેકનું સત્ય જુદું જુદું હોય છે....તો મારી પાસે મારું સત્ય છે અને ...હું રામકૃષ્ણ પરમહંસ જેટલી દ્રઢતાથી કહી શકું કે મને ઈશ્વર મળી ગયો છે !
હા, પણ આ ફિલ્મ તમારે કેમ જોવી ?
એક તો તમે કાનજી VS કાનજી નાટક નથી જોયું...(મારી જેમ)
બીજું તમને મંદિર સિવાય ભગવાન દેખાતો નથી...(એય મારી જેમ નહિ...)
જો કે મને તો મંદિરમાં ય દેખાય છે...પણ આપણું ભાઈ બહુ નક્કી નહિ...જો બહારનું વાતાવરણ સારું હોય તો મંદિરમાં ના પણ જઈએ...અને જઈએ પણ ખરા...પણ એ માટેના કોઈ નિયમો ના હોય ! કારણ મંદિર/મસ્જીદમાં ના જવાથી કોઈ નાસ્તિક ના બને તેમ - જવાથી કોઈ આસ્તિક ના બને !
 અલ્યા હું તો મારી કથા કરવા માંડ્યો.....હા, તમારે બને એટલી વહેલી તકે Oh My God જોવા જવાનું છે.... કારણો ઘણા છે પણ તમારું મનોરંજન એ પ્રથમ  છે...
સંવાદોની રમઝટ વચ્ચે તમને ય પેલા વીમા કંપનીના એજન્ટની જેમ સટ્ટાક સટ્ટાક પડે ત્યારે ખરી મજા આવશે...માર ખાવાની !  ફિલ્મ વિષે વધુ કહેવું એ ફિલ્મ માટે હાનીકારક છે...પણ
જો તમે ભગવાનમાં માનો છો તો ફિલ્મ જોઈ આવો.... તમને એક જુદો ઈશ્વર મળી આવશે !
શું કહ્યું ?
તમે નથી માનતા તો પણ જોઈ આવો  તમને તમારી સ્ટાઈલનો ભગવાન મળી આવશે !
( ચોખવટ – “હું  અક્ષયકુમારની વાત નથી કરતો” )
ખાસ સુચના : મારી સાથે ફિલ્મ જોવા આવેલ મિત્ર કૌશિકે આ ફિલ્મ જે નાટકને આધારિત બની છે તે પણ  જોયેલું હતું...તેના મતે તેણે નાટક વધુ ગમ્યું હતું... તો જેમને ફિલ્મ ના ગમે તે મિત્રો મારી પાસે – ટીકીટના પૈસા માટે વળતર માગી શકશે નહિ....કારણ કે ......
મારું આ લખાણ એ “An act of God” છે !

posted under , | 1 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments