થાય એવું આખા ગામને!ગયા શનિવારથી સતત ચાર દિવસ શાળામાં જાઉં છું ! (જઈ શકું છું !)
અને જે આનંદ છે-ભાષાનો ! રોજ નવા પડ મારામાં ખુલે છે...
ધ્રુવ ભટ્ટની 'રાનમાં' પછી...બીજી બે કૃતિઓની ચર્ચા થઇ ગઈ છે છતાં હજુ ય સહેજે સહેજે ગવાય છે...
"ભીખુને થાય એવું, લેખકને થાય, થાય એવું આખા ગામને..."
કે પછી કાકાસાહેબ કાલેલકરના 
 જીવન પાથેય' વખતે "દત્તુને થાય એવું, પપ્પાને થાય,થાય એવું આખા ગામને...”
હજુય દલીલો પૂરી નથી થતી કે ‘ભીખુ’ વારતામાં ધૂમકેતુએ કયું શહેર આલેખ્યું છે...
“ભદ્ર”- ચોખ્ખું નામ જ લખ્યું છે ! એવી પણ દલીલો મળે છે !
જે જોરદાર અને સાચી પણ !
“કોટના ખીસામાં સાબરમતીની રેતીની વાત થઇ છે એટલે આ અમદાવાદ હોવું જોઈએ !”
“લેખન ઝાલી ના રહી..” હોય તોય આગ્રહ કે એકવાર “સોનાવરણી સીમ બની...” લલકારી લઈએ !
ગુજરાતી ફંફોળ્યા પછી...સંસ્કૃત પણ..-
शिलाया: प्रवास: ને ડ્યુઅલ મોડમાં – બે પક્ષ..એક સંસ્કૃતમાં ભજવે અને પછી તરત બીજો પક્ષ તેને ગુજરાતીમાં... અને તેઓ સહજતાથી સમજી શકે કે કોઈ પણ ભાષાને સીધે સીધી બીજી ભાષામાં ફેરવી શકાતી નથી ! તેથી તેઓ તેમને ફાવે તેવા શબ્દો બદલીને સંવાદ જીવંત બનાવવાનો પ્રયત્ન કરે !

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments