થાય એવું આખા ગામને!ગયા શનિવારથી સતત ચાર દિવસ શાળામાં જાઉં છું ! (જઈ શકું છું !)
અને જે આનંદ છે-ભાષાનો ! રોજ નવા પડ મારામાં ખુલે છે...
ધ્રુવ ભટ્ટની 'રાનમાં' પછી...બીજી બે કૃતિઓની ચર્ચા થઇ ગઈ છે છતાં હજુ ય સહેજે સહેજે ગવાય છે...
"ભીખુને થાય એવું, લેખકને થાય, થાય એવું આખા ગામને..."
કે પછી કાકાસાહેબ કાલેલકરના 
 જીવન પાથેય' વખતે "દત્તુને થાય એવું, પપ્પાને થાય,થાય એવું આખા ગામને...”
હજુય દલીલો પૂરી નથી થતી કે ‘ભીખુ’ વારતામાં ધૂમકેતુએ કયું શહેર આલેખ્યું છે...
“ભદ્ર”- ચોખ્ખું નામ જ લખ્યું છે ! એવી પણ દલીલો મળે છે !
જે જોરદાર અને સાચી પણ !
“કોટના ખીસામાં સાબરમતીની રેતીની વાત થઇ છે એટલે આ અમદાવાદ હોવું જોઈએ !”
“લેખન ઝાલી ના રહી..” હોય તોય આગ્રહ કે એકવાર “સોનાવરણી સીમ બની...” લલકારી લઈએ !
ગુજરાતી ફંફોળ્યા પછી...સંસ્કૃત પણ..-
शिलाया: प्रवास: ને ડ્યુઅલ મોડમાં – બે પક્ષ..એક સંસ્કૃતમાં ભજવે અને પછી તરત બીજો પક્ષ તેને ગુજરાતીમાં... અને તેઓ સહજતાથી સમજી શકે કે કોઈ પણ ભાષાને સીધે સીધી બીજી ભાષામાં ફેરવી શકાતી નથી ! તેથી તેઓ તેમને ફાવે તેવા શબ્દો બદલીને સંવાદ જીવંત બનાવવાનો પ્રયત્ન કરે !

સાથ ચલનેકા મઝા !હૈયે હૈયું દળાય,
એ તો મેળાની વાત !
આતો બરડે બરડો છોલાય....
ભરચક રિક્ષામાં આગળની ડ્રાઈવર સીટ પર સામાન્ય સ્થિતિમાં ડ્રાઈવર હોય અને એક ગાડીમાં એક  ડ્રાઈવર  હોય પણ-
આતો તે જ સીટ પર પાંચ સવારી...
બાકી આખી રિક્ષામાં કેટલા કલ્પના તમારી !
અડધે રસ્ત જગ્યા થઇ તો હું પાછળની સીટ પર ગયો...ત્યારે મારું ધ્યાન થોડી મીનીટો પહેલાના મારા સહબેઠકધારીઓ પર ગયું..બરાબર આંટી મારી મારીને પહેરેલી બે પાગડીઓ...સહેજ વાત કરવા એક બીજા સામું જુએ તો ઓળખાય કે એક આધેડ અને એક ૬૦ પ્લસ છે ! તેમની સાથે એક બીજો ભળ્યો અને રિક્ષામાં જાણે ઈન્ટરનેટ પર વિકિપીડિયા ખુલ્યું... 
ખેતરમાં ક્યાં પાક ક્યારે થી માંડી દેશમાં કઈ સરકાર અને આપણા  રાજમાં કઈ?
કાકા : અમાર તો ભઈ શું શ ક વર્ષોથી સિદ્ધાર્થ ભયને વોટ આલવો પડ...ખજોનચી શ..૧૮૨ ધારાસભ્યો ન પૈસા જે આલ્વાના એ ઈ બધા ઈમની પોહે...!! (થોડીક ગુંચવણ થઇ પછી સમજાયું કે કદાચ કોંગ્રેસ પક્ષ ના ખજાનચી ની વાત હશે !)
બીજી ક્લિક થઈને ગુટખા પર પ્રતિબંધ...
કાકા : મોદી હું કર ભઈ આતો કોર્ટનો ઓડર સ...કોઇથી કશું ના થાય..અન મારું તો કેવું જ સ..-
વિષય, વ્યસન ન વહેમ મોનસ થઇ જાય જેમ તેમ !
પછી ત્રણેય શબ્દોનું વિવરણ આવ્યું...
ધર્મની ક્લિક..
અમે ડાકોર થૈન આયા..પણ અમે ના જ્યાં..બધાય ધજા લય ન પસી દોટ મેલે પણ ભઈ...એને શું હોધ્યા હોધ કરવાનો ? બધા ન કીધું, “હોધો “ અમન બે ન તો મળી જ્યો સ..”
વચ્ચે એક કુદ્યો...”કાકા, અમે એકવાર દવારકા જેલા તો ઈથી નાવડામાં બેહીન જવાનું હોય ક ની ? તે અમ તો બેઠયા..ન મેં કીધું, “અમે ડાકોર મગીના !” તે હારું, એક જનો કે, “તમે તો ભઈ ચોર !” “અલ્યો અમે શીના ચોર ?” “તમે તો ભગાવોન ન દવારકોમથી ડાકોર લઇ જેલા એ !”
એક સ્ત્રીએ જંપલાવ્યું,”તે હે ભઈ તમન કેતા ના આવડ્યું...ક ..રૂપિયે તોરી ન લયલા !,,,ઈમનઈમ થોડા લઇન આવતા રેલા !”
આ સિવાય પણ ખેતી તબક્કે...એમની બાજુ હજુ બરોબર વરસાદ નથી...તમારે અહી તો ડોંગર હારી સ...
એવા મતલબ ની બીજી ઘણી વાતો થઇ..
કાકાઓ ઉતર્યા એટલે પૈસાની રકઝક ચાલુ થઇ..
છોટે કાકા : તી..હું કમ સુ ભઈ, તે અમના પેલા ગોમમાં ઉતર્યા ઈ તો ૨૦ લીધા અન અમારા પચ્ચી..?”
રિક્ષાવાળો : એ તો કાકા, ઓળખીતા હતા ને રોજના ઘરાક સ..
કાકા : એમ ની ભઈ તાર બધા પહેથી હરખા લેવા જોઈન..
રિક્ષાવાળો : એમ તો આ પાસળ બેઠેલા સાયબ પાહેથી ના ય લઉં..તો તમારા ની લેવાના ? બેઠા તાણ તો કીધું તું ?
કાકા : અલ્યો દે લ્યો..પાસ રૂપરડી..માં...
છોટે કાકા: તમ ચમ એમ થઇ જ્યાં? પૈસા સ તે આલી થોડા દેવાના..?
કાકા: લે ભઈ...તું વધાર લઉં તો તન ભગ્વોન પુસ..
અને મને એમની થોથવાતી જીભે ખબર પડી ગઈ કે બંનેને સોમરસરૂપી ભગવાન મળી ગયેલા છે !
ખેર, આવી મુસાફરી એ જ લોકજીવનને ઓળખવાની ચાવી છે ! ગાંધીના સ્વદેશ આવ્યા પછીનું ભારત દર્શન યાદ છે ? 

Sirius Social Sites ! No way or This Way !!ત્રણ દિવસે આજે સમાચાર જોયા...ફરી facebook અને  @twitter  વગેરે SocialSites ને બેન/ફિલ્ટર કરવાનું ભૂત ન્યુઝ ચેનલો પર ધૂણતું દેખાયું...
કોઈ વ્યક્તિ તેને મળેલી નોટબુકમાં ભડકાઉ બાબતો લખે તો નોટબુક બનાવતી કંપની પર બેન/ફિલ્ટર કરવાને બદલે તે વ્યક્તિ પર કાર્યવાહી થવી જોઈએ...લોજીકલ પગલા વિચારી શકાય,
  જેમ કે હવે, એરે ગેરે નાથ્થુગેરે નામ રાખી એકાઉન્ટ ખોલી જ ના શકાય તેવી વ્યવસ્થા માંગી શકાય...બેંક ના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે જેમ એક એસ.એમ.એસ. કોડ આવે તેમ એકાઉન્ટ ખોલતી વખતે અને દર વર્ષે ખરાઈ માટે કોડ આવે....
પણ...જેમ “ભગવાન કશું માથે નથી !” રાખતો એ જૂની કહેવત છે...એમ આપણે ય શા માટે માથે રાખવું....એવી વાત પર ઠીકરું ફોડીએ કે......પબ્લિક અસમ ભૂલી ફેસબુકનો વાંક શોધે....

posted under , | 0 Comments

આજે કરેલા મહાન કામો !


આજે કરેલા મહાન કામો :
૧. લગભગ તમામ પુસ્તકો ગોઠવી દીધા

૨. એક વર્ષથી એક ટેબલ પર સંગીત સંભળાવતા હોમ થીએટરને  ખીલી-ખીલી કરી...ગોઠવ્યું..

૩. જુના તથાપિ,કંકાવટી ,વિહંગ,પરબ...બધાને  ટીવીના મોટા ખોખામાં ભર્યા..અને ચોકડી પેકિંગ કર્યું..

૪.કમ્પ્યુટરનું ટેબલ -સરખું કર્યું..(અત્યાર સુધી...કમ્પ્યુટર અને ટીવી બંને એક જ ટેબલની શોભા હતા...

૫. જુના મોડ્યુલ ને એક દોરીથી બાંધ્યા...

સવારથી સાંજ સુધીના આ પરિશ્રમ પછી... મારી મ્યુઝીક સીસ્ટમ રિસાઈ ગઈ અને હવે નિરાતે ગુલામ અલી...ને સંભાળવા આડો પડ્યો ત્યાં...બે ગઝલ પછી અટકી પડી !
બોલો હવે ?

તો આ લખી...ર.પા. નો વારો છે... એ છ અક્ષરનું નામ કેમેય પૂરું જ નથી થતું..
એમ તો છ અક્ષર મારા નામના ય છે...
રમેશ પારેખ નું ર.પા
અને
રાકેશ પટેલનું રા.પ
બસ એક કાનો આમ કે આમ ! 

Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments