મગરનાં આંસુ.

આ મગર મગરનાં આંસુ નથી સારતો !


posted under | 0 Comments

ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, અને ફરી યુદ્ધ, !ધ્રુવ ભટ્ટને મળવાનો મારો ક્રમ જરા જુદો રહ્યો...પહેલા જ અતરાપી પછી તત્વમસિ, કર્ણલોક, સમુન્દ્રાન્તીકે અને હવે અગ્નિકન્યા ! અકૂપાર નજર સામે છે !
અગ્નિકન્યાને મળવાનો અનુભવ યાદોને ફંફોળવા સમો રહ્યો...
બચપણમાં જુના દેશી નળીયાવાળા ઘરની ઓસરીમાં શ્રાવણ માસમાં દાદા મહાભારત વાંચતા..ફળિયાના લગભગ બધા સાંભળવા બેસતા...દરેક બાળકની જેમ ભીમની વાત આવતા જ કાન સરવા થઇ જતા... મહાભારત વાંચવાનો નિયમ હતો કે શરૂ કર્યા પછી અધ્યાય પુરો ના થયા ત્યાં સુધી અટકાય નહિ...એટલે જો દાદાને પાણી પીવું હોય તો મને બારમાં ખેલાડીની જેમ વાંચવાનો મોકો મળતો ! તે વખતે ગવાતા “વૈશમ્પાયન  ઋષિ એની પેરે રે બોલ્યા સુણ જનમેજય રાય...વિસ્તારી તુજને સંભાળવું મહાભારત કથાય ...”
બચપણમાં મળેલા આ મહાભારતના પછી તો ઘણા રંગો બદલાયા..કોલેજ વખતે ફરી તે ઉથલાવી ગયો...”જે ભારતમાં તે મહાભારતમાં...” પણ સમજાયું...ભારતીયોએ આ કથાનકને વાંચ્યું, માણ્યું જ  નથી પણ માન્યું છે તેઓ મહાભારત જીવ્યા છે ! વાંચી વાંચીને ભેગા કરેલા આ પાત્રોને જો કોઈ આખરી રંગ રહ્યો હોય તો તે બી.આર.ચોપરા ના મહાભારત..નું “મૈ સમય હું....” હવે ભીમ સાથે પ્રવીણકુમાર અને કૃષ્ણ નીતીશ ભારદ્વાજ નું સ્વરૂપ ધારણા કરી ચુક્યા..અર્જુન તો અર્જુન અને દુર્યોધન પુનીત ઇસ્સાર... જેમ અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયા રામ સીતા અને સ્વ. દારાસિંહ હનુમાન સ્વરૂપે સ્થપાયા તેમ રૂપા ગાંગુલી દ્રૌપદી જીવી ગઈ !
(વાત વાતમાં પ્રસ્તાવના જ લાંબી થઇ ગઈ !)
હા..તો અગ્નિકન્યા સાથે બીજું પાનું પલટતા જ ‘સર’ મળી ગયા.. ચોટલીયા સરે લખેલા આ કાવ્યની સ્પર્શી ગયેલી આ  પંક્તિ જ તે વાંચવાનું ઇજન આપવા પુરતી છે !
“મારાં ચક્ષુમાં.....ત્વચામાં...કેશમાં....
મારા લોહીમાં...શબ્દોમાં...મૌનમાં...
હે મારા પંચપ્રાણ !
હે મિત્ર-આત્મજ !
હે ગોવિંદ !
મને હિમાલય ઓઢાડો,
તૃપ્ત કરો
અગ્નિકન્યાને. “

કથા દ્રૌપદીની છે અને તેના આત્મજ ગોવિંદની ! યુદ્ધ...વિનાશ...રચના...બધું છે મહાભારત પણ યાદ રહે કલમ ધ્રુવ ભટ્ટની છે !
તેમાંય પાત્રોને મળતા નવા નામ...દ્રૌપદીને ‘યુવરાગની(જ્ઞ ઈ), ભીમ માટે જયેશ...કૃષ્ણ અને અર્જુન તો દરેક વખતે નવા નામ હોય તો દ્રૌપદીની કથા સાથે તેના નામ બદલાતા જાય..
ચમત્કારોને ટાળીને ય વાર્તા અખંડ છે...દરેક પળે તે સમયનું મહાભારત તમને આજનું-૨૦૧૨ નું ભારત યાદ અપાવે...એક દમ રીલેવન્ટ ! જેમ કે દ્રૌપદીના ચીરહરણ વાળી સર્વપ્રથમ “અધર્મી સસંદ”...
કેટલાક છાંટણા :
·         અહી આપણા બધાનો જન્મ અન્યને મારવા માટે જ થયો છે – શિખંડી
·         કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી, પ્રશ્ન માત્ર શ્રધ્ધાનો છે !
·         સ્ત્રીના-માતા,પુત્રી,બહેન સિવાય પોતાનું પણ એક સ્વરૂપ હોય છે અને તેને જ કદાચ પૂર્ણ સ્ત્રીત્વ કહી શકાય. પૂર્ણમાં ભાગ પડે તો પણ પૂર્ણ જ રહે છે...
·         સભ્ય સમાજને પુત્રને ક્યારે પિતાના સગપણે અને ક્યારે માતાના સગપણે ઓળખાવો તે બરાબર આવડે છે !
·         વિકર્ણ : અહી કોઈ માનવાનું નથી કારણ કે હું નાનો છું અને કારણ કે હું સાચો છું !”
·         આપણને પ્રાપ્તિની ઈચ્છા જ ન હોય અને ત્યારે જે કામ કરી શકાય તે જ સાચું કામ છે.
·         શક્તિ હોતી નથી, આવે છે.
·         ધર્મ તો માનવીના આચરણનું બીજું નામ છે.
·         માનવજીવન એવું જ છે. દરેક જાણે કોઈકને તો અન્યાય કર્યો જ હોય છે.
·         નીતિ શું અને અનીતિ શું તે મુઠ્ઠીભર સત્તાધીશો નક્કી કરે છે.
·         (જયારે સુદેશના દ્રૌપદીને તેના પતિ વિષે પૂછે છે ત્યારે ) “પાંચમાંથી એક પણ પાંડવને આવો પ્રશ્ન કોઈએ નહિ કર્યો હોય” તે વિચારે દ્રૌપદીને સહેજ હસવું આવી ગયું.
·         આ માર્ગો તે : ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, અને ફરી યુદ્ધ, !
·         માનવી પોતાના નાનકડા જીવનમાં જે-જે અનુભવો કરે છે તે ઈશ્વરને પણ થતા હોય તો જીવન જુદું જ હોત.”
·         ઈશ્વર લાગણી, હૃદય, પ્રેમ, સંયોગ,વિયોગ-સર્વથી પર હશે, માનવી નથી હોતો.”
·         આ બધું આપણા કર્યા કે કરાવ્યાથી થાય છે તે એક મોટી ભ્રમણા છે.
·         ભીષ્મનું વેર જયારે ઈચ્છયું ત્યારે ન લઇ શક્યો. જયારે લઇ શક્યો ત્યારે વેર લેવાની ઈચ્છા મરી પરવારી હતી – શિખંડી.
અસ્તુ ! – નહીતર વધુ લંબાઈ જશે !

Coctail – મેઘધનુષનો આઠમો રંગ !ઈમ્તિયાઝ અલી  લખે એટલે જોવાની લાલચ તો થાય પણ....આજે ફરી સમજાયું...ફિલ્મનો મોટો આધાર તેના ડાયરેકટર પર છે !
Coctail – પહેલો હાફ મજેદાર..(બોરિંગ ના લાગે !) 
દીપિકા એક્ટિંગ કરી શકે... તેની કોમેડીની ટાઈમિંગ સુપર્બ આ ફિલ્મમાં નાફીકરી છોકરી ના રોલમાં રોલ્લો પાડી દીધો...
ડાયના પણ તેના કામમાં બરાબર છે..સૈફઅલી ખાનને આ પ્રકારના રોલ કરવામાં જ મજા આવતી લાગે છે ! ડીમ્પલ કાપડિયા  પંજાબી ‘મા’ જ લાગે તો બોમન  વિષે તો કહેવાપણું હોય જ નહિ...
રણદીપ હુડા કેમ માસ્ટર પીસ કહેવાય છે તે તેના નાનકડા રોલના દમદાર અભિનયથી ખબર પડે...
જે ખટકે તે એ કે બીજો હાફ જરૂર કરતા વધુ આર એન્ડ ડી (રોના-ધોના) વાળો થઇ ગયો..
આ પ્રકારના ટ્વિસ્ટ (જો કહેવાય તો ) પચે એવા નથી..
ફિલ્મ ઠીક ઠીક છે...પણ ત્રણેય જયારે મિત્રો હોય છે...અને લવ નું કોકટેલ નથી થતું ત્યાં સુધી પ્યોર વાઈન પીવાની મજા આવે છે. મૈત્રીનો એ શુદ્ધ ( ફ્રેન્કલી સ્પીકિંગ વાળો ) ટોન ગમે છે !
“તુમ્હી દિન ચઢે”...ગીત તો આજ કાલ જય ત્યાં વાગે છે...એકવાર તો સંભાળો..થોડા યુવાન થઈને..
તેમાંય “મૈ હું હી નહિ ઇસ દુનિયા કી !” લીટી ગમે છે !

“યારા તેરી યારી જૈસે દેસી દારૂ” ...એક નવું કલ્પન છે દોસ્તી માટે !
ગીતનો જેમ સંબંધોની ગુંચ પણ કોમ્પ્લેક્ષ છે...લાગણીઓ પણ કોમ્પ્લેક્ષ....પણ જેમ ફિલ્મમાં સૈફ અનુભવે છે તેમ “લાઈફ ઇઝ અનપ્રેડીકટેબલ” અને જિંદગીની મજા પણ કદાચ તેમાં જ છે !
ઇન શોર્ટ ...એકાદ વાર જોઈ લેજો...થીયેટર સુધી લાંબા ના થવું હોય તો ટી.વી. પર આવે તેની રાહ જોવામાં કશું ખાટું મોળું થવાનું નથી !
ગમે તો કોકટેલ “ચીઅર્સ” !

Let's play !

#Sangma: I know that many states are forced to vote with centre under guise of economic packages and court cases agaisnt leaders.

# Sangma: UPA used economic inducements in the presidential poll. We need election code of conduct for presidential poll.

As in the local election Some distribute Money an wine (Fondly called Batali in Gujarat)
UPA has distributed Money.....
Aur sab se jyada nasha to Paise me hi hai !

હરખ હવે તું હિન્દુસ્તાન !

posted under | 0 Comments

બારી બહાર...

કાળા ડીબાંગ વાદળા ની મધ્યે સૂરજનો સોનેરી રંગ. જાણે કોઈએ પથ્થર ઘસી કાળી કારનો રંગ ઉખાડ્યો !

posted under | 0 Comments

RIP Rajesh Khanna!

When Amitabh went closer there would be words, " Babu Mosay, hum sab to Rangmanch ki kathputaliya hai....:
The true Anand revives !
The Romance Teacher of my Father's era ends today !
:$

There was a saying, "Upar Aaka, niche Kaha" Now Aaka and Kaka both are.....


posted under | 0 Comments

Facebook Friends !


આપણી વાર્તાઓ જુદી હતી,
આજના બાળકોની વાર્તાઓ જુદી છે !
અચાનક સુઝ્યું...કે ભવિષ્યમાં કેવી વાર્તાઓ હશે ?
સવાલ ફેસબુક પર મુકવાનું મન થયું...
એથી તો લાગ્યું કે ભવિષ્યમાં હું મારા પૌત્ર-પૌત્રીઓને કહેતો હોઈશ...
“એક વખત ત્રણ ફેસબુક ફ્રેન્ડસ હતા....(સવાલ આવી શકે...”દાદા એ ફેસબુક શું હતું ?”)
બધા એક જ સમયે ચેટિંગ કરતા....
એવામાં એક રાત્રે તેમનામાંથી એકનો પાસવર્ડ અરબસ્તાનના ૪૦ હેકર્સે મળી હેક કરી લીધો......
ત્રણેય મિત્રોએ બદલો લેવાનું નક્કી કર્યું...પણ શું થાય સામે ચાલીસ હતા...આ તો હતા ત્રણ......
પણ તે દરેક પાસે એક એક ચમત્કારિક શક્તિઓ હતી....
ત્રણ મિત્રોમાંથી એક ખુબ લાંબા પાસવર્ડ યાદ રાખી શકતો...
બીજો એક વખત જોઈને જ સાઈટ મેપ યાદ રાખી શકતો.... વિગેરે...વિગેરે.....
આ તો મારો વિચાર છે....તમને સુઝે તો ઉમેરો નહીતર
“જે રામજી કી !”

ગેન્ગ્ઝ ઓફ વાસ્સેપુર !

લાંબા ગાળાના બ્લોગ લેખનના ઉપવાસને આજે આ તીખા તમ તમતમતા મૂવીની વાત સાથે તોડવા ગમી રહ્યા છે...


ગેન્ગ્ઝ ઓફ વાસ્સેપુર !- એટલે ભારતનો ભૂતકાળ અને સિનેમાની આવતીકાલ !
રીલીઝ થયાને બીજા-ત્રીજા દિવસે જ જોઈ લીધું હતું....આમેય અનુરાગ કશ્યપ  હોય ત્યાં ફિલ્મ જોવા માટે રાહ જોવી સારી નહિ !
એના વિષે ઘણા મિત્રો સાથે ઘણું શેર કર્યું....કેમ ય કરીને લખવા માટેના એન્ગલ સતત બદલાતા રહ્યા... પછી થયું છોડ યાર...સિમ્પલી બધાને કહી તો દઉં કે “નથી જોયું તો જોઈ આવો” !!!
એક પરફેક્ટ ફિલ્મ...
વાર્તા છે બિહારના વાસ્સેપુરની... આઝાદી પૂર્વેથી – સુલતાના ડાકૂથી શરૂ થાય છે...અને અપૂર્ણ જાહેર થાય છે...૧૯૯૩ ની આસપાસ ! (આ ૧૯૯૩ ક્યાં આધારે કહું છું...એ ફિલ્મ જોયા પછી કોઈ નોટીસ કરે તો કોમેન્ટ આપજો !)
ગજબ ડીટેઈલ ડાયરેક્શન...એક એક દ્રશ્ય જાણે ભજવાઈ નથી રહ્યું...પણ આપણી આંખો સામે બની રહ્યું છે...આપણે તે ભીડનો હિસ્સો હોઈ તેવી લાગણી જન્મે... શરૂઆતની ધડાધડી પછી વાસ્સેપુરનું બેકગ્રાઉન્ડ સમાજવતી પિયુષ મિશ્રાની સ્પીચ...જાણે આ ફિલ્મ નહિ ડોક્યુમેન્ટરી હોય અને તેથી જ આખા મુવીના કોમ્પ્લેક્ષ પાત્રો આપણે યાદ રહી જાય છે...
તા.ક જેમની યાદશક્તિ નબળી હોય તેમને મૂવી પછી આ ચાર્ટ જોઈ લેવો !

મનોજ બાજપેયી કદાચ સરદાર ખાન બનવા જ એક્ટર બન્યો હશે ! (જેમ અમજદખાન ગબ્બરસિંગ )
લડાઈ, ક્રોધ, ડર, સ્ત્રી આકર્ષણ, સ્નેહ, બદલાની ભાવના કે રમુજ... ઓલ આર પરફેક્ટ...એનાથી વિશેષ કશું જ ના થઇ શકે ! ધેટ્સ ઇટ !

સરદાર ખાનની પત્નીનો રોલ નિભાવતી રીચા ચઢ્ઢા મારા માટે મુવીનો સુખદ આંચકો ! આખા ગામનો ઉતાર પતિ હોય અને તેની લુખ્ખાગીરી વચ્ચે બાળકો મોટા કરવાની જવાબદારી હોય તે સ્ત્રી કેવા સ્વભાવની હોય...હુબહુ....પતિને બહાર બીજી સ્ત્રી સાથે જવાની છૂટ આપતી વખતે “ठीक से खाओ, बाहर जा रहे हो ...इज्ज़त का सवाल है !”

પ્રેક્ષકો આ આંચકો સહન જ ના કરી શકે...એટલે આખો હોલ ચીચયારીઓથી ઉભરાઈ જાય ! અને હા...આવા તો અનેક સંવાદો અને વળાંકો...છે...
ફિલ્મના અન્ય પાત્રો -રીમા સેન ... ઓ વુમનીયા ગીત તો જોયું હશે... તેમાંય કપડા ધોવાના એક દ્રશ્યમાં તેની અને મનોજ વચ્ચેનું ટ્યુનીંગ - કેમરો, ડીટેઈલિંગ અને એક્ટિંગ ની ઉચ્ચ કક્ષાએ લઇ જાય છે....
સરદાર ખાનના કાકાના રોલમાં પિયુષ મિશ્રા... જે નામને હવે કોઈ ઓળખની જરૂર નથી !
તેના બે દીકરામાં ફૈસલ બનતો નાવાઝ્ઝુદ્દીન સિદ્દકી..રોલ નાનો પણ અસર જબરજસ્ત...
અરે હા... આ ફિલ્મ અને પાનસિંહ તોમાર વચ્ચે એક લ.સા.અ. છે અને તે છે.... (હું શા માટે કહું...જાતે શોધી લો...) પણ તેમને પણ રામાધીરસિંહ ના પાત્રને જીવંત બનાવ્યું છે... ક્રૂર પણ ડરપોક રાજકારણી, બિઝનેસ મેન .... આ બધા માટે જે કંટ્રોલ રાખવો પડે હાવભાવમાં તે બખૂબી નિભાવ્યો છે....
ટુંકમાં બધા પાત્રો – બધા ચિત્રો...એકદમ સટીક... એક એક ફ્રેમ...ખુબ વિચારી ને ઘડાઈ છે... આજે આ પ્રકારના મૂવીને નહિ આવકારીએ તો કદાચ આપણે એ જ ઘીસી પીટી.... હમકો હમી સે ચુરા લો.... વાળી ઝાડ અને તેની આસપાસ નાચતા હીરો હિરોઈનના જમાનામાં જવું પડશે !
અને હા આ ફિલ્મ જોયા પછી મને સત્યજીત રે ના એરામાં ‘ના’ જન્મવાનો કોઈ અફસોસ નથી...આપણી પછીની પેઢીઓ...કહશે કે અરે...બોસ અનુરાગ કશ્યપજી નું ગેન્ગ્ઝ ઓફ વાસ્સેપુર જુઓ તો સમજાય કે ડાયરેક્શન કોને કહેવાય !!!
Thank you Anurag for GOW ! !
અને હા.. ફિલ્મની જેમ આ પોસ્ટ પણ કન્ટીન્યુ કરશે, હજુ તો તેના સંગીત વિષે ક્યાં કશું લખ્યું છે ??? 

Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments