RCP અને RSDમારા મોટા ભાગના મિત્રો મને હંમેશા પૂછાતા કે “તને રાહુલ દ્રવિડ શું જોઈને ગમે છે ?”
અને હું પણ જો તેમની દ્રષ્ટિએ જોઉં તો થાય કે-
 “હા ! યાર ! એક ક્રિકેટરનો દબદબો હોય, સ્ટાઈલ હોય,આક્રમક અંદાઝ હોય...મેદાન પર આવે તો સામેનો કેપ્ટન ફિલ્ડરને બાઉન્ડ્રી પર મોકલી દે.....!!!” આ પ્રકારની છાપ હોય તો તે ભારતમાં લોકપ્રિય હોય...(આ ફક્ત ક્રિકેટ જ નહિ દેશના બધા ક્ષેત્રોને લાગુ પડે છે !)
છતાં રમત અને કળા અને પર્સનલી ઉમેરું તો પ્રેમ આવી કોઈ મગજની બારીઓથી ક્યાં બોન્ડીંગ કરે છે ?
આજે જયારે રાહુલ દ્રવિડે ક્રિકેટને અલવિદા કહી તો લેખાજોખા માંડ્યા કે .... તેને જીવનમાં કઈ ક્ષણોએ મને પ્રેરિત કર્યો...
સૌથી પહેલા તો હું જે વિષયોમાં સહેજે સ્વાભાવિક નહોતો..- જેમ કે લીડરશીપ કરવી, મોટા સમૂહ સાથે સરળતાથી ભળી જવું, પોતાના વિચારોને સ્પષ્ટ રીતે અને મક્કમતાથી રજુ કરવા ! વિગેરે માં આજે હું બીજાઓની દ્રષ્ટીએ અવ્વલ છું...એક સાથે ગુજરાતભરના શિક્ષકોને સંબોધી લખી શકું અથવા બાઇસેગના માધ્યમથી સંબોધી શકું તે સ્ટેજ સુધીમાં મારી પ્રેરણા રાહુલ દ્રવિડ છે –રહેશે !
ક્યારેક પોતાના જોબ ચાર્ટમાં ના હોય તેવા કામ કરતા કરતા એક નીરસતા ઉભી થાય...કે ક્યાં સુધી આ પ્રકારના કામનો તનાવ લઇ ફરવું...જયારે બીજા સાથી મિત્રો ઘરે આવી નિરાંતે ચા ની ચુસકી લેતાં હોય ત્યારે આપણે વર્કબુક પૂરી કરવી અથવા ટીચર હેન્ડબુકના પાના ફેદવા...કે પછી આ યુનીટ રિ-રાઈટ કરવો પડશે...નું મેનેજમેન્ટ કરવું...આવા સમયે તેનું વાક્ય યાદ આવે કે “સફળતાના શિખર પર પહોચવું મુશ્કેલ છે પણ એથી વધુ મુશ્કેલ છે ત્યાં ટકી રહેવું....”
આવું તો ઘણું...જેમ કે મારા હાઈસ્કુલના એક શિક્ષકના કહેવા મુજબ હું નાટકમાં ભાગ ના લઇ શકું કારણ હું શરમાળ છું...ત્યાંથી લઈને ગમે તેટલું મોટું સ્ટેજ હોય એક શબ્દમાં જરા સરખો થડકો અનુભવ્યા વગર પરફોર્મ કરવું ....તે મને મળેલા નેગેટીવ ફીડબેકને મારા કાર્યથી સકારાત્મકતા તરફ લઇ જવાની શક્તિ નો મુખ્ય સ્ત્રોત રાહુલ શરદ દ્રવિડ છે !
આ વાતને જ્યાં સુધી લંબાવી શકાય ત્યાં સુધી...લંબાવી શકાય પણ ક્યાં અટકી જવું...એ પણ એને જ બતાવ્યું છે... કે તમારું નહિ પણ સમુહનું હિત ક્યાં છે તે પહેલું જુઓ..(આ તબક્કે મારા મિત્ર ભદ્રસિંહનું વિધાન યાદ આવે કે “હું જાણું છું કે તને મળતી ક્રેડીટ ટુ લઈશ નહિ પણ હું જાણું છું કે તને મળ્યું તેના કરતા ટુ વધુ ડિઝર્વ કરતો હતો....”) અહી તેમને પણ કહીશ કે ભદ્ર ટીમમેન બનવાનું પણ રાહુલ પાસેથી જ શીખ્યો છું....
છેલ્લે દ્રવિડની અલવિદાથી બધા ભલે કહેતા હોય કે ભારતીય ક્રિકેટમાં બદલાવ આવશે...પણ જરાય અતિશયોક્તિ ના કરું તોય કહીશ કે દ્રવિડ પછી વિશ્વ ટેસ્ટ ક્રિકેટમાં ખાલીપો જ રહેશે....હવે, ભાગ્યે જ કોમેન્ટ્રી બોક્ષમાંથી કોઈ ખેલાડીના બેઝીક્સના વખાણ સાંભળવા મળશે...હા, ક્રિકેટ છે તો રન તો બનશે..પણ જે લય અને ટેમ્પરામેન્ટ આપણને પુલકિત કરતુ હતું...તે નહિ હોય !
કેતન વ્યાસ માટે  There are another worlds to sing in !”

posted under | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments