ખતરનાક આનંદ !

સમયને પાંખો છે અને તે ય  પાછી ઝડપી !
એક સમય એવો પણ હતો કે જયારે દિવસમાં ત્રણ-ચાર કલાક  ગપશપ ના કરીએ તો પેટમાં દુખે ! અને હવે એવી હાલત થઇ છે કે મિત્રો પૂછે કે ફોન ઉપાડને લ્યા...વાત કરવામાં તને શું ખુંચે?
સવારથી જરા ફોનની સંખ્યા વધુ હતી ને પાછો વર્ગખંડ...રીસેસ આજે વિશ્રાંતિ ને બદલે ફોના-અન્તિ બની ગઈ...
આજે હરીન્દ્ર દવે ની રચના "કાનુડાને બાંધ્યો છે..." વર્ગમાં ચર્ચી રહ્યો હતો...
શરૂઆત માખણ પર આગળીના આંકા અને શરીર પર દોરના કાપા ના રૂપકથી થઇ...
હજુ તો હું..આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું...."  લીટી બોલું ત્યાં જ પરાગ વચ્ચે બોલી પડ્યો.."આગળની લીટી જોરદાર છે !"
લીટી હતી "શું કાન કુંવર ઓછા હતા કાળા ?"
મારાથી બોલતા બોલાઈ ગયું...એમાં શું આ તો પ્રશ્ન છે...
વર્ગમાં   "શું કાન કુંવર ઓછા હતા કાળા ?"  પ્રશ્ન છે કે બીજું કઈ ? તે પર ચર્ચા થઇ...

છેલ્લો તાસ પણ મજેદાર અને મારા માટે લાગણીસભર રહ્યો... "જેમના ઘરે ટી.વી. નથી તેમને આજે કમ્પ્યુટર સામે બેઠેલા જોઉં છું તો...અને સાહેબ આ પોઇન્ટર નથી હલતું...અથવા...કેપિટલ અક્ષરો જ પડે છે...જેવી ફરિયાદો સંભાળું છું ને ખબર નહિ પણ એક ખતરનાક આનંદ આવે છે !

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments