What is Dirty about ‘The Dirty Picture’?ફિલ્મ જોવાનું નક્કી કર્યું-એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું...થીએટર જતા પહેલા જમવા બેઠ્યા ત્યાં જ એક મિત્ર પર કોલ આવ્યો...
 શું કરો છો?
મિત્ર : ફિલ્મ જોવા જઈએ છીએ, આજે ફ્રી છીએ એટલે ...
કયું પિકચર જોવા જાઓ છો?
રોકસ્ટાર !!
લ્યો શરૂ થઇ ગયું.. ધ ડર્ટી પિકચર !
મેં પૂછ્યું પણ ખરું કેમ TDP” (TDP= The Dirty Picture) ના કહેવાય?
મારા સહિત બધાએ વાત હસવામાં લઇ લીધી..જો કે મને એમ પ્રશ્ન થયો પણ ખરો કે મને આ વાત પુછાઈ હોત તો હું શું જવાબ આપત ? 
ખબર નહિ !
ફિલ્મ વિશે જે જાહેર થયું છે તેનાથી ફિલ્મ ચાર ઘણી ઊંડી છે !
દ્રશ્યોની દ્રષ્ટિએ તો આ સાવ ફેમીલી ફિલ્મ લાગે – એટલું અંગ પ્રદર્શન તો હવે લગભગ મૂવીનો હિસ્સો છે ! પણ ફિલ્મ-એક ફિલ્મ ની દ્રષ્ટિએ અફલાતુન છે !
ફિલ્મમાં એક ડાયલોગ છે –
फिल्मे तिन वजह से चलती है !
Entertainment
Entertainment
और
Entertainment!
આજ રીતે જો TDP ધૂમ મચાવશે તેના પણ ત્રણ કારણ છે –
વિદ્યાબાલન
એકતા કપૂર
રજત અરોરા !!
હ....હવે પહેલા બે વિશે તો બધા જાણે છે ...
પણ મારા માટે આ ફિલ્મનો Real Hero –નસરુદ્દીન, તુષાર કે ઇમરાન હાશ્મી નહિ પણ ફિલ્મના સંવાદ લેખક રજત અરોરા છે ! આ સાથે તેમની આ પહેલાની ફિલ્મ Once upon time in Mumbai પણ યાદ કરાવી દઉં.
ફિલ્મમાં અભિનય માટે વિદ્યાબાલન સ્વાભાવિક રીતે ફુલ્લ ફુલ્લ માર્ક્સ લઇ જાય છે ! તેમાંય એવોર્ડ ફંક્શનમાં તેને આપેલી સ્પીચ – કે પછી ફિલ્મ પત્રકારની પાર્ટી બગાડવા કરેલા તમાશા વાળું સીન.. આમ, મજા પડી જાય ! બીજા બધાએ પણ પ્રમાણમાં સારો જ અભિનય કર્યો છે !
પણ છેલ્લે પ્રેક્ષક લઈને ઉભો થાય છે તે છે – સંવાદો ! (એક વાત કબૂલું કે ફિલ્મના સંવાદોથી કઈ સિલ્કનું (સાચી સિલ્કનું) દર્દ છતું નથી કરી શકાયું !) – એમ કરવામાં ફિલ્મ તેના પીટ ક્લાસના પ્રેક્ષકો ગુમાવત – એટલે જ તો ફિલ્મની હર એક મીનીટે રબડી ની જેમ ગટ્ટ કરીને ગળચટ્ટા - પ્રેક્ષકો સીટી મારે તેવા જ સંવાદો મુકાયા છે ! એ ય જરૂરી છે...બહુ લાંબા સમય પછી Cinemax જેવા થીએટરમાં સીટીઓ - તાળીઓ અને બપ્પીદા ના ઉલા ..લા..ઉ..લા..લ્લા...સાથે ઝૂમી ઉઠતા લોકો જોયા !
સંવાદોમાં ફિલસુફી પણ છે ..
जिंदगी एक बार मिली है, तो दो बार क्यों सोचना !
આ બધામાં મને જે ગમ્યો અને મને લાગુ પડે તે – એકઝેટ ઈન્ટરવલ ની અડધી મીનીટ પહેલા આવે છે –
ફિલ્મ પત્રકાર : सिल्क ऐसी ही रहना ज्यादा सोचोगी तो खो जाओगी !
સિલ્ક : मै सिल्क हू सिल्क (તમે તમારું નામ મૂકી વિચારી શકો છો !) कोई फिल्म नहीं, जो इंटरवल के बाद बदल जाऊंगी !
આ સિવાય ફિલ્મ વડે બતાવેલા પુરુષ પ્રધાન સમાજના બેવડા વલણો ...સ્ત્રીનો એક સાધન તરીકે ઉપયોગ..વિગેરે..વિગેરે તો ઘણા બધાએ લખ્યું છે !
અંતે વિદ્યાબાલન અને ખાસ એકતા કપૂરને અભિનંદન – એકતાએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મોનું લીસ્ટ ચેક કરી જો જો ! તેની હિંમતને દાદ આપવાનું મન થશે !
હા ! ફિલ્મનો એક પાર્ટ કોલાવેરી ની જેમ મગજમાં ચોટયો છે-તે- જયારે જયારે સિલ્ક કોઈ બદમાશી કરવાની હોય ત્યારે આવતો સાઉથના કોઈક ગીતનો ટુકડો – નાક...મક્કા..નાકક..મક્કા...
તો આ ફેમીલી ફિલ્મ (૧૮ થી નાની વયનું કુટુંબ ) તો છે નહિ-એટલે એકલા બેસીને જોવી પડશે ! જોઈ લો ...ગમે તો વાહ ...નહિ તો ... નાક...મક્કા..નાકક..મક્કા....(કોઈક ને આ નાક...મક્કા..નેટ પર મળે તો લીંક મુકજો..)

2 comments:

Aakanksha said...

Nakka Muka is a Tamil song,

Youtube link:
http://www.youtube.com/watch?v=DFh0ZVuHjeg

Rakesh patel said...

Thanks for Nakka Muka... And yes, your blog Brain Storm..Aren't you serious for your Pen ? Keep writing daily. Sometimes you may feel like "Oh ! No ! What is this ? How can I write like this ?" But that is your strength. I hope I will find more stuff from your blog.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments