બોલો તમને કયું મુવી ગમ્યું ?


મિત્રો વર્ષ પૂરું થાય એટલે બધા પાછું વાળીને જુએ જ .... આપ સૌ પણ જોઈ રહ્યા હશો...વર્ષ ૨૦૧૧ માં ઘણું બન્યું..બધા ક્ષેત્રો માં કઈ ને કઈ ફેરફાર થયા...મારી પેન ડાયરીમાં તો ઘણી મોટી તવારીખ છે ! બધા વિષે લખવાની લાલચ થાય પણ જેમ ડર્ટી પિકચરમાં વિદ્યા કહે છે તેમ “મૈ સિલ્ક હું સિલ્ક કોઈ ફિલ્મ નહિ જો ઈન્ટરવલ કે બાદ બદલ જાઉંગી !” એમ હું પણ રાકેશ છું...વર્ષોથી આળસું ! જયારે પણ વિદ્યાર્થીઓ મને મારો શોખ પૂછે છે ત્યારે સાહજીક રીતે “Sleeping” બોલી જવાય છે..અલબત્ત મારી આળસને ધ્યાને લઇ સ્વરૂપે (ડૉ.સ્વરૂપ રાવલ ) મને Sleeping Lion કહે છે ! વખાણ કે ટકોર બંને શિરોમાન્ય ! હા ! તો મારે ૨૦૧૧ ને પાછું વાળીને જોવું હોય તો બે બાબતો છે- શિક્ષણ અને ફિલ્મ ! હવે..પાના ઉથલાવી જોયું તો શિક્ષણ વિષે તો ઘણું લખાયું છે અને તે હવે સમેટીને લખવું જરા કોમ્લ્પેક્ષ ! તો આ રહ્યો સરળ રસ્તો-
૨૦૧૧ માં આ ફિલ્મો મને ગમી ... (આમાં આપેલ ક્રમને મને ગમવા સાથે કોઈ સંબંધ નથી..જે પહેલી યાદ આવી તે પહેલી...)
૧. જીંદગી ના મિલેગી દોબારા–અદભુત સંગીત અને જોયા અખ્તરના સુપર્બ ડાયરેક્શન નો સરવાળો !

૨. દિલ્હી બેલી – આપણા સર્કલમાં બોલાતી ભાષા કે જે પબ્લિકલી બોલાય પણ છે છતાં ફિલ્મો અને સાહિત્યનો હિસ્સો તો ના જ બની શકે તે તોડી...Oh ! Sh!!T happens..અને “જો ચોક્કા ઉડતે હુએ જાય ઉસે છક્કા કહતે હૈ” ટેગ લાઈન સાથેની ફૂલ એન્ટરટેઈનર ....
૩. ધ ડર્ટી પિકચર - 
૪. સ્ટેન્લી કા ડબ્બા
૫. રોકસ્ટાર
૬. ધોબીઘાટ
૭. આઈ એમ કલામ – રાજસ્થાન સુઘી શકાય અને વાસ્તવિકતાથી વધુ નજીકની ફિલ્મ !
૮. નો વન કિલ્ડ જેસ્સીકા – મા વૈશ્નોને પૂજનારા અને બસમાં બેસી વુમન્સ ડે ની ચર્ચા કરનારા આપણે ખરેખર કેટલા સંવેદનશીલ છીએ? એ બાબતનો આયનો બતાવતી ફિલ્મ.
૯. સાત ખૂન માફ – વિશાલ ભારદ્વાજ હોય એટલે થોડી અપેક્ષાઓ વધુ હતી-જે મારી અપેક્ષાઓમાં ઉણી ઉતરી...જો આજે આવા પ્રયોગોને નહિ સ્વીકારીએ તો કાલે કોઈ પ્રયત્ન નહિ કરે..તો એક ફિલ્મી રસિયાના લીસ્ટ માં રાખવા જેવી.
૧૦. સિંઘમ
ઠીક છે તો ૨૦૧૧ નું આ ફિલ્મી વર્ષ લોક કરીએ ! જો આંગળીઓને સળવળાટ થશે તો વર્ષ દરમ્યાન મારા શિક્ષણ ક્ષેત્રોનો પણ સરવાળો કરીશ...ત્યાં સુધી ઉપરના લીસ્ટ સાથે તમે કેટલા સંમત છો ? હું કોઈ ફિલ્મ નોધવાનું ભૂલી ગયો છું ? જણાવશો .... નવા વર્ષની શુભેચ્છાઓ !

5 comments:

vishal makwana said...

aaraxan..? as per my choice

Heena Parekh said...

जिंदगी ना मिलेगी दोबारा
नो वन किल्ड जेसिका

Rakesh patel said...

Vishalbhai, Vishay ni drashtie joie to ha chokkas...jo ke adadhi j film joi chhe tey Amadavad thi Godhra ni travels ma to ...Kai fix opinion nahi aapi shaku !

asaryc said...

સરસ પસંદગી.

niravsays said...

ખુબ સુંદર બ્લોગ અને ખરેખર તો તેની Quality . બ્લોગપોસ્ટમાં અબાઉટ સેક્શન ન હોવાથી અહી લખી રહ્યો છું . તે બદલ Sorry . . .

My choices . . સ્ટેન્લી કા ડબ્બા & ઝીંદગી ના મિલેંગી દોબારા .

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments