યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ !

ગઈ રાત્રે રાજ્યસભામાં બિલ ફાડીને મદદ કરનાર રાજનીતિ પ્રસાદને હવે કયો 'પ્રસાદ' મળશે તે જોવું રહ્યું... આજે કેટલીક ચેનલો પર એ કહી રહ્યા હતા કે એ અચાનક મારાથી થઇ ગયું...ગુસ્સો આવી ગયો...અને એ જ વખતે ચેનલ સ્ક્રીન અડધા ભાગમાં જે મુસ્કાન સાથે બિલ માગી રહ્યા હતા ..અને નારાયણ સામીજી 'ના' પાડતા હતા..તે બતાવતું હતું... !! આ જ જગ્યાએ રાહુલ ગાંધીને કાળો વાવટો બતાવનાર અને કોર્ડન તોડીને આવનાર યુવકની દશા યાદ કરો અને આ બિલ ફાડનારનો થઇ રહેલો વિરોધ જુઓ...
જુઓ અને ગાઓ.."યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ !"

CNN-IBN પર તો એમનું નામ પહેલેથી જ ઘોષિત કરાયું હતું કે દસ મીનીટમાં લાલુ ની પાર્ટીના રાજનીતિ પ્રસાદ દ્વારા એવું કઈ કરશે કે સભા મુલતવી રાખવી પડે...પણ વિપક્ષો ભાઈ ભારે ઠાવકા નીકળ્યા...કઈ જ ના બોલ્યા...
તો પછી અંતે અમ્પાયરે જ અંચાઈ કરી ને જેમ ક્રિકેટમાં ભર બપોરે લાઈટ ઓછું પડે છે એમ કહી મેચ રદ્દ થાય તેમ ગૃહ મુલતવી થયું...
ચાલો જે થયું તે સારા માટે...આ પછી થયેલા હોબાળાને કારણે હવે જયારે પણ ફરી બિલ ફ્લોર પર આવશે ત્યારે સરકાર વધુ મજબુર બનશે અને કાયદો મજબુત !

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments