લોકપાલનું સરળીકરણ !!ભ્રમ ભાગ્યો !!!
       અત્યાર સુધી મને એવી સાદી સસંદ ખબર હતી કે - ખરડો કાયદો બનાવવા સાસંદો સામે મુકાય અને તેમાં બહુમતી મળે તો ખરડો કાયદો બને ! આજે ખબર પડી કે ટી.વી. પર લોકપાલની એક એક કલમ પર જોરદાર ચર્ચા ચાલે છે...પણ સસંદમાં? શું લોકપાલ મામલે આવું ના કરી શકાય - "બધા સાસંદોને ફરજીયાત હાજર રખાય અને તેમને જે ભાષામાં જોઈએ તે ભાષામાં સ્ટેન્ડીગ કમીટીનો રીપોર્ટ આપી દેવાય, બધા તેનો અભ્યાસ કરીને કે બીજા પાસે કરાવડાવીને આવે. એક એક કલમ મોટેથી બોલાય અને તે દરેક પર ચર્ચા અને તેને અંતે વોટિંગ ! બહુમત પાસ; લઘુમત નાપાસ !" 
     આ તો સાલું સ્ટેન્ડીંગ કમીટીનો રીપોર્ટ આવે છે અને પછી તેની અંદરના અરે ! કોંગેસ ના પણ સાસંદો નોધ (એનું નામ તો બીજું કૈક આપે છે પણ ગુચવાડો એવો થયો કે તેતો યાદ જ રહ્યું !) મુકે આમ, નહિ ચાલે ! તો સમિતિમાં શું કર્યું..??
બીજી એક વાત ભ્રષ્ટાચાર કેટલો સરળ થઇ ગયો છે ? તે ભ્રષ્ટાચારીઓનો સહારો લો અને તેમના જેવા બીજાઓને રોકવા સરળ રસ્તો શોધવાનો પ્રયત્ન કરો !

   ૬૦ ટકા જેટલા કર્મચારીઓ સી. વર્ગના  છે ! તેમનો ભ્રષ્ટાચાર રોકવા શું કરવું તે સ્પષ્ટ નથી થતું ?
લોકપાલ આવવાથી તેમની પર એવો કયો દબાવ હશે કે તેઓ પોતાની જાતને રોકી શકાશે ?
શું ભ્રષ્ટાચાર તેમની જરૂરિયાત છે  કે પછી લાલચ ? કારણ ભય વડે લાલચ રોકી શકાય-જરૂરિયાત નહિ !
આ બધા પછીય લોકજાગૃતિનું શું ?
એક કોમન મેન તરીકે હું મારા સરકારી કામ માટે હું  મારા તાલુકા મથકે ૧૦૦  રૂપિયા ખર્ચીને પહોચું છું. ત્યાં જઈને મને ખબર પડે છે કે એક ડોક્યુમેન્ટ તો ખૂટે છે ! મારું કામ થઇ જાય જો હું ૫૦ રૂપિયા કોઈકને આપું તો ! મારે શું કરવું ફરી ૧૦૦ ખર્ચવા અને મારું કામ એક-બે દિવસ પાછું ઠેલવું કે ૫૦ રૂપિયા આપીને તરત કામ પૂરું કરી લેવું ?
તો ભાઈ ભ્રષ્ટાચાર માટે લોકપાલ બિલ લાવવાની સરકારની નિયત હોય કે ના હોય સરળીકરણ તો નહિ જ કરી શકે !
અને હા ! "ये बात निकली है तो दूर तक जाएगी !" ઉમ્મીદ રાખો ! ઉમ્મીદથી તો આટલી મોઘવારીમાં ય આપનો દેશ ચાલે છે !0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments