હાસ્યાન્તરમ્ - નવા વર્ષનો મંત્ર !


હેરી પોર્ટર – જાદૂની દુનિયા !
એકડે એકથી ફરી જોવાનું શરૂ કર્યું. ત્રીજો ભાગ જોયો. (પાંચમો અને છઠ્ઠો ભાગ તો હજુ યાદ છે...) ફિલ્મની દ્રષ્ટિએ તો પહેલા ભાગ સામે આકર્ષક નથી પણ આ ફિલ્મનો એક મંત્ર મને આવડી ગયો ! તો મને થયું લાવો આ નવા વર્ષની શુભકામના સાથે બધાને કહું ....
તે મંત્ર છે- હાસ્યાન્તરમ્ !
થોભો... જરા રીતને સમજો પછી જાદૂ કરો.
પહેલા તમને સૌથી વધુ ડર લાગતો હોય તે વસ્તુ-વ્યક્તિને યાદ કરો....ડર લાગે છે? મન મક્કમ કરો હવે તે વસ્તુ-વ્યક્તિને તમને સૌથી રમુજી લાગતી સ્થિતિમાં કલ્પો ! અને બોલો હાસ્યાન્તરમ્....
શું કહ્યું?
આમ કરવાથી શું ફાયદો થાય .. વેલ આમ ના કરીને તમને શું ફાયદો થશે તે પહેલા વિચારી લો....
ડર કે આગે જીત હૈ...તો યાદ છે જ...તો જે ડર છે તેને એવી રીતે જુઓ કે ડર છે જ નહિ તો- તમારા અભિગમમાં ફરક પડશે. તેની સામે આંખમાં આંખ મિલાવીને તેનો સામનો કરાવવાની શક્તિ તમારામાં આવશે. ફિલ્મમાં આવતા તમ-પિશાચ જે કરતા હતા તે આપણને ડર લગાડતા પરિબળો પણ કરે છે...આપણી શુભ-ખુશ ક્ષણોને ભુલાવીને ફક્ત નિષ્ફળતાઓ..દુખદ ક્ષણોને વધુ પ્રભાવી બનાવવી..
તો હાસ્યાન્તરમ્ નો મંત્ર તેમનો પ્રભાવ ખતમ કરવામાં અથવા તો ઓછો કરવામાં મદદરૂપ થશે !
હા, તમને આ મંત્ર વિશે શું લાગે છે? તેની અસરો વિશે મને પણ જણાવજો...
નવા વર્ષે આ મંત્ર સાથે...મને જરા પ્રેકટીસ કરવા દો....
તો જયારે પણ ડર લાગે બોલજો... હાસ્યાન્તરમ્ !!
આ વાંચીને ડર લાગ્યો? એટલું કંટાળાજનક લાગે છે? તો પણ બોલો હાસ્યાન્તરમ્ !
હા ! હવે ફરી વાંચી જુઓ...સારું લાગશે ! વધુ સ્પષ્ટ થવું હોય તો સીરીઝ ફરી જુઓ...જાદુઈ દુનિયાથી ઓળખાતી આ ફિલ્મો આપણી અંદરના જાદુને પણ જાગૃત કરી જશે !
નુતન વર્ષાભિનંદન !!!

Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments