Singham અને Bodyguard !


એક દિવસમાં બપોરે Bodyguard અને રાત્રે Singham જોયું... તો કેમિકલ લોચો તો સ્વાભાવિક છે..(એવું થોડું છે કે કેમિકલ લોચો.. Munnabhai ને   થાય? )
સલમાનખાનનું Wanted ગમી હતી... Dabang દુનિયાભરને ગમી મને થોડી બીબાઢાળ લાગી હતી...
છતાં બોડગાર્ડનો રિસ્ક લીધો..
થોડી નવી વાર્તા હતી એમ કહેવું હોય તો કહેવાય.. ફિલ્મનો શરૂઆતનો કલાક ખેચાયો .... અને જેમ કોઈક ક્રિકેટર એક કલાક પીચ પર ઉભા રહ્યા બાદ પણ બોલ અને બેટનો સંગમ ના કરવી શકે એમ... સલમાન સિવાય બીજા કોઈ કેરેકટર વિષે ચોક્કસ નથી થવાતું... સુનામી હસાવવાની નકામી કોશિશ કર્યે જ રાખે છે... પણ એમ કઈ જાડા માણસોને જ જોઈને હમેશા હસવું આવે?
        હવે આ રીતે બપોર તો ઠીક ઠીક ગઈ પણ Star Gold પર સિંઘમ છે..તો જોઈ લઇએ એવી ઈચ્છા સાથે બેઠો...
        ઓ.કે. પહેલી ત્રીસ મીનીટમાં સમજાઈ ગયું કે અહી .. બોડીગાર્ડ વાળો પ્રશ્ન નથી.. એક એક કેરેકટર ખૂબીપૂર્વક નિખારતા ગયા... રોહિત શેટ્ટીની ગોલમાલની જેમ આ એકશનની ધમાલ પણ ગમી... ગીતાંશ તો જેવો અજય દેવગન..સ્સ્સ્સ્સ.....સોરી.. સિંઘમ સ્લો મોશનમાં જંપ મારે ત્યારથી જ “એ એ ઈ...ધીચ્યાક... “ બૂમ પાડે...
        કોઈપણ ફિલ્મને સારી બનાવવામાં તેને કહેવાની જે રીત હોય તે મહત્વ રાખે છે... જ્યાં બોડીગાર્ડમાં આપણને બધું હોવા (એક મસાલા ફિલ્મને લગતું)  છતાં કૈક ખૂટતું લાગે તો અહી... વાર્તાની ઝડપ આપણને પણ ઝડપથી તેની સાથે ઢસેડી જાય છે... એક હિરોઈન... કાવ્યા સિવાયના તમામ પાત્રો જીવંત બન્યા છે...જો કે તેમાં તેને વધુ રોલ જ નથી મળ્યો તે પણ કારણ હોઈ શકે.. તેનાથી વધુ ફૂટેજ સોનાલી કુલકર્ણી લઇ જાય છે.
        કોમેડીમાં પણ “એ ગોટયા .... ગોટયા “ હોય કે પછી ... પોતાની વસ્તુ જાતે ચોરાવતી છોકરી ...પણ ખરેખર હસવું આવે છે... તેમાંય ગોટયાનો ફોન જે રીતે અને જે કન્ડીશનમાં આવે છે... “હા ! બોલ તાવડે !”
        અજય દેવગન હવે ... કોઈ પણ રોલ કરી શકે તેવો દમદાર દેખાય છે.. (અભિનયના મામલે આવી ફિલ્મ કરવાની હોય તો સલમાન પણ સમકક્ષ બેસે – જેમ કે વોન્ટેડ )
બંને ફિલ્મો વચ્ચે જો કોઈ મોટો ફરક પડી જતું હોય તો તે છે – વિલન “જયરામ શિક્રે”
પ્રકાશ રાજ ! કેમ નવાઈ લાગી હા તે અફલાતૂન અભિનેતાનું નામ છે ... પ્રકાશ રાજ ... (પહેલા ક્યાં જોયો હતો ? હા ! વોન્ટેડમાં... કરેક્ટ...)
        તેની સંવાદ બોલવાની રીત – આંખો... અને ચહેરા પરની લુચ્ચાઈ... “વેલકમ ટુ ગોવા સિંઘમ” આપણને અભી કે અભી ... આકર્ષે..
તો છેલ્લું ડીસીઝન ... તમે બંને ફિલ્મ નથી જોઈ તો તમારી સામે બે ઓપ્સન છે...
1.       જો તમને એકશન સાથે રોમાન્સ જેવી ભળતી ફીલીંગ ગમતી હોય તો બોડીગાર્ડ જોવી. પછી સિંઘમ જોવી.
2.       જો તમે આજે થઇ રહેલા કરપ્સનથી કંટાળ્યા હો... અને એકશન સાથે કોમેડીનું કોકટેલ ગમતું હોય તો સિંઘમ જોવી અને પછી... બોડીગાર્ડ ના જોવી !

Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments