આઝાદી એટલે શું?- A confused post!


૬૫ મો આઝાદદિન-
આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો. જરૂર સૌને ખુશી હોય...પણ પ્રશ્ન આટલા વર્ષે (મને) થાય છે કે આઝાદી એટલે શું?
૧૯૪૭ માં ભારતના લોકોને એક શાસન વ્યવસ્થામાંથી મુક્તિ અપાઈ.. અથવા તો આપણે મુક્ત થયા. એ વ્યવસ્થા દૂર થયા પછી સમૂહને બીજી કોઈ વ્યવસ્થાની જરૂર તો હોવાની એટલે વળી ૧૯૫૦ માં લોકશાહી.. આપણું બંધારણ અમલમાં આવ્યું. તેણે પણ ૬૦ વર્ષ વીતી ગયા. આપણે સૌ એક પરિપક્વ લોકશાહી – ખરા અર્થમાં લોકોના રાજ્યની રાહ જોતા ગયા.
આવા દરેક પર્વ નિમિત્તે તેની સમીક્ષા પણ કરતા ગયા.
શોધ અધૂરી જરૂર છે-
શું આજની આ વ્યવસ્થાથી આપણને આઝાદી જોઈએ છે?
કેમ?
શું આજના ૨૦-૨૦ ના યુગમાં હવે લોકોને ઝડપી રીઝલ્ટની આદત પડી ગઈ છે?
તે હવે ચેન્જ માટે પાંચ વર્ષ રાહ જોવા તૈયાર નથી?
આવા અનેક વિચારો મગજમાં રખડવાનું શરૂ કરી દે છે-
જો કે આજની બપોર માટે ચેતન ભગતને થેન્ક્સ તેની One night @ call center ..
સળંગ ત્રણ કલાક મને ન્યુઝ ચેનલથી દૂર કરી રાખ્યો.. હા તેનું એક પાત્ર Vroom વચ્ચે વચ્ચે એવા સળગતા સવાલો કરતુ મનેય અન્નાએ શું કર્યું હશે ? કે સરકારે નવું શું કર્યું હશે? તે જોવાની ઈચ્છા થતી પણ આવી અવઢવમાં બપોર પૂરી થઇ- સાંજ પડતા પાછું મન પર એ જ સવાલ જન લોકપાલ હોય કે બીજું કોઈ આંદોલન – શા માટે ? એ બધા વિષે વિચારીને શું કરવાનું?
ભ્રષ્ટાચાર વિષે દેશની સાસંદ કરતા વધુ ચર્ચા મારા ગામના પાનના ગલ્લા પર થાય છે!
એ ચર્ચા પછી શું?
પાનની પિચકારી સાથે તેની ગંભીરતા પણ થૂકાઈ જાય છે ...
ખતમ શા માટે કોઈએ આ બધું વિચારવું?
બધાએ શું કરવું એ નક્કી કાર્ય કરતા હું શું કરી શકું એ વિચારવું યોગ્ય નથી?
કે બધાએ શું કરવું જોઈએ?- એ વિષે વિચારવું એ મહાન કામ છે?
ચાલો છોડો- આ તો જરા મગજમાં ઘૂમરાવ થયો તો લખાઈ ગયું.. તમે વાંચી રહ્યા હો તો ભૂલ જાઓ. આવી પોસ્ટ ડીસ્ટર્બ કરતી હોય તોય જણાવજો ડીલીટ કરી નાખીશું... 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments