સ્ટેન્લી કી ઉડાન !


ગઈકાલે ગુરુપૂર્ણિમા ના દિવસે ઉડાન જોયું તો આજે સાંજે બાળકો સાથે સ્ટેન્લી કા ડબ્બા જોયું.
બંને બાળકોના મનોજગતને બરાબર પિછાનીને બનાવેલી ફિલ્મો- ઉડાન એક કિશોરની તેના પિતાના ક્રૂર મિજાજ અને મતલબથી છુટવાની અને પોતાના સ્વપ્નો સાથે ઉડવાની વાત કરે છે –
તો સ્ટેન્લી કા ડબ્બા એક ખડૂસ શિક્ષક – થી બચાવીને લંચની મજા માણતા બાળકોની ડબ્બા ગેંગ- અંતે શિક્ષકના હૃદય પરિવર્તન સાથે આઝાદ થાય છે પણ સ્ટેનલીની આઝાદી તો ઘરે થી ડબ્બો લઇ શાળાએ આવવામાં છે ! પોતાનું ઘર ક્યાં છે ? એક નાનકડો છોકરો પોતાના જ મન સાથે જે રીતે લડે છે તે વાત લઈને આવે છે આ ફિલ્મ !
બંને ફિલ્મોનો મિજાજ જુદો છે- ઉડાનમાં રાહુલને પિતા છે તો પરેશાની છે ! અને સ્ટેન્લી કા ડબ્બામાં સ્ટેનલીને માતા પિતા નથી તો પરેશાની છે!
ઉડાન માં રાહુલને જોઈએ છે પોતાને ગમતી કેરિયર- સ્ટેનલીને જોઈએ પોતાનું ટીફીન બોક્ષ !
બંનેમાં કોમન પણ છે – તેન નાયક – રાહુલ અને સ્ટેન્લી !
બંને ક્રિએટીવ છે- એક કવિતાઓ અને નવલકથા લખે છે તો બીજાના નિબંધો તેની ઓળખ બને છે!
બંનેને પોતાની મુશ્કેલીઓમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે દોસ્તો !
બંને ફિલ્મ જોઈ ના હોય તો એક વખત તો જોઈ જ શકાય ! સ્ટેન્લી કા ડબ્બા નું નામ તો બહુ સાંભળ્યું હતું- તો બહુ નવાઈ ના લાગી તેના ફિલ્મ ટેકનીક ના સુપર્બ પાસાઓથી !
 પણ ઉડાને મને -  તેના સંગીત-બેકગ્રાઉન્ડ સ્કોર- ડિરેક્શન – અને એક્ટિંગ – વાહ નહિ મને – આહ લેવલ પર પહોચાડ્યો !
ઓ.કે – તારે ઝમી પર ગમી હતી ? જો હા તો સ્ટેન્લી કા ડબ્બા પહેલી જુઓ ! અને ઉડાન તો જોવી જ રહી ...... થોડી વાર યાદ કર્યું પણ કઈ ફિલ્મ સાથે તુલના કરવી ? જોઈ જ લો યાર-સારી ફિલ્મો જોવાનો શોખ હોય તો !!!! ઉડાન ના ગમે તો પૈસા પાછા – મારે આપવાના .... યાદ કરજો તમારી ટીન એજ આમથી તમે શું શું કર્યું હતું અને શું શું કરવા ઇચ્છતા હતા – બંનેનો સરવાળો કરશો એટલે ફિલ્મ બની જશે !

1 comments:

vishal makwana said...

thanx for ur superb review and anlisys. i missed stanley coz of lack of compny, now i will see them both.. Udan and stanley...

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments