ગુણવંત શાહ સાથે વાતાલાપ - ૨૧૬/૦૫/૨૦૧૧
માધુર્ય
·         બુદ્ધ એક ઘેર રોજ ભિક્ષા માગવા જતા... તે બુદ્ધ ને કઈ આપવા માગતો જ નહોતો... તોય તે રોજ જતા... રોજ એક જવાબ મેરે ઘરમે કુછ નહિ હૈ... એક દિવસ પેલા કંટાળીને કહ્યું કે રોજ કહું છું કે નહિ મળે તોય કેમ આવ્યા કરો છો ? બુદ્ધ – મેં જાનતા હુ કે નહિ મિલેગા લેકિન મૈ ‘ના’ સુનને કે લીએ આતા હું
·         મા મધુર છે. માધુર્ય એ લ્યુબ્રીકેટ છે.
·        બે imperfect પાત્ર મળે  એટલે લગ્ન.
·         આજે રાધા- કૃષ્ણનો પ્રેમ નથી કારણ ગોકુલ નથી.
·         વલ્લભાચાર્ય નું મધુરાષ્ટક-
·         આપણે પતિત બનવાના પ્રયત્નો કરીએ છે.-
·         કોયલનો ટહુકો અમધુર ના હોઈ શકે. – વેદથી પણ મધુર કોયલના ટહુકા છે.
·         માધુર્યની એક શરત લય છે.
પ્રવચન ત્રણ પ્રકારના- વક્તા માઈકથી બોલે. – બીજા પ્રકાર એક સંવાદિતા હોય જે વક્તા બોલે તે શ્રોતા સમજે, પ્રસંશા કરે ...- ત્રીજા પ્રકાર – શાંતિ પ્રસરી જાય. –એકચિત્ત અવસ્થા...!!
·         દુખના મહાસાગર માં માધુર્યનો ટાપુ...
·         સંગીત કેવું તેના પરથી સમાજ કેવો હશે તે જાણી શકાય...
·          માધુર્ય માનવતાનું ગુલામ છે.
·         નરસિંહ અને નર્મદ-બે  ખંડન અને મંડન – ના પ્રતિનિધિ- બંને મહત્વના !
·         મહંત, મુલ્લા, પાદરી સાચા ના હોય તો તે - ખલનાયક – બની જાય છે.
·         માતૃત્વ એ માધુર્યની ચરમસીમા છે. માતા સીતા હોય કે ત્રાટકા , ગાય કે વાઘ, સતી હોય કે ગણિકા,  માતા માતા જ હોય છે.
·        પિતા પણ માતૃત્વથી છલકાય જ છે !
·         ગાય આખી જીંદગી દૂધ આપે. આપણી માતા બે વર્ષ..
·         ઝગડામાં પણ માધુર્ય-
·         પટેલ દંપતી માં પતિ પત્નીનું  જાહેરમાં બિલકુલ ના માને અને અંગતમાં બધું માને,- અનુભવ છે !!

સાંજ:
·         તમારા વ્યભિચાર ને કૃષ્ણના વાઘા ના પહેરવો જેમ આપણે આપણી કાયરતાને ગાંધીના વાઘા પહેરાવીએ છીએ !
·         લૂ નો સંબંધ ઉનાળા સાથે નથી.
·         બપોરે લેવાતા નેપ એ જબરજસ્ત તાજગી ભર્યો હોય છે. –
·         મારો દરેક દિવસ સાર્થક થવો જોઈએ, તો જ જીવન સાર્થક થાય. રોજ જીવનને ફીનીશીંગ ટચ આપવો.
·         ગાંધીનું ચંબલ- આગામી પુસ્તક
·         હું ગુણવંતવાદી છું, ગાંધીવાદી નથી. “ હે ગુણવંત તું ગાંધી કેમ ના બન્યો એમ મને કોઈ ના પૂછે. !!
·        You must be independent thinker.
·         ગાંધી બ્રહ્મચર્યની બાબતમાં ગોથું ખાધું છે.
·         પત્તર = ઈજ્જત
·         સાંપ્રત કર્મશીલ જુઠ્ઠાબોલો, કપટી, સેવાનું અભિમાન કરવાવાળો ના હોવો જોઈએ.
·         બુનિયાદી શિક્ષણ – મહામાનવોના વિદાય પછી, - ક્લાસિકલ ગાંધીને છોડી શકતા નથી, પ્રેકટીકલ ગાંધી હોતા નથી !
·         ગુજરતી માધ્યમનો જેટલો આગ્રહ હોય તેટલો જ આગ્રહ અંગ્રેજી શિક્ષણનો હોવો જોઈએ. – they are the killer of Gandhi.  બુનિયાદી શિક્ષણને મારવા માટે તેના અનુયાયીઓ જ પૂરતા છે.
·        એક એક ઘરમાં ઉત્તર ધ્રુવ છે. કયો ખબર છે ? – કોમેન્ટમાં જવાબ લખજો...
બુનિયાદી શિક્ષણના પાયામાં રેટિયો નથી, સત્ય છે. સાધન તો બદલવું જોઈએ.  કલયુગ પણ સુંદર છે. તમે એક નદીમાં બે વખત સ્નાન કરી શકતા નથી કારણ તે તો વહી જાય છે.  શંકરાચાર્ય “વેદમાં પણ લખ્યું હોય કે અગ્નિ શીતળતા આપે તો ખોટું માનજે. વાત કોઈ શાસ્ત્ર માં કહી છે, મોટા માણસે કહી હોય, બધાએ સ્વીકારી હોય કે તું એમાં નહિ કર્યું તો અપમાન થશે એમ કહી ના માનજે- તારે ગળે ઉતરે તો જ માનજે.


·         જુદા મગજનો માનસ નથી પજવતો પણ જડ માનસ પજવે છે.
·         શીલ વગરના કર્મશીલ ઘણા છે.
·        I think, therefore I live.

1 comments:

અભ્યાસક્ર્મ said...

સરસ રાકેશભાઇ

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments