ગુણવંત શાહ સાથે વાતાલાપ - ૧15/05/2011
સૌન્દર્ય
·         હાર્મની – હાર્મોનિયમ
·         ચીની ભાષામાં beauty માટે કોઈ શબ્દ જ નથી- પણ તે હાર્મનીનો પર્યાય છે.
·         ત્રણ શબ્દો- સૌન્દર્ય, માધુર્ય, સાહચર્ય – જે ત્રણેય કૃષ્ણના જીવનમાં પ્રગટ થયા.
·         ગુલાબ હોય તો સુંદર ! જો ત્યાં ગુલાબ ના હોય તો ત્યાં રહેલું અવકાશ સુંદર-
·         સૌન્દર્ય વિરોધી દ્રષ્ટિકોણ  તે અપરાધ છે.
·         સુંદર ચહેરો પ્રેમની જાસા ચિઠ્ઠી છે.
·         એવી સાદગીમાં ના માનવું કે જેમાં સૌન્દર્ય ની ઉપેક્ષા થાય..- બાગ ના હોય તો તે પુષ્પ્ત્વની ઉપેક્ષા છે.
·         જમીન કાળી- પણ ગુલાબે એવું તો શું ખેચ્યું કે તેથી તે ગુલાબીપણું શોધ્યું. –સુંગધ શોધી- કુમાસ શોધી-
·         સ્મિત સૌન્દર્ય થી પ્રગટે- શુષ્કતા એ શૈતાનીયતનું નામ છે.
·         સેક્સ એ કુતરાને જેમ કરીએ છીએ તેમ  હડે હડે કરવા જેવી વસ્તુ નથી.
·         એક છોડ પરના બધા પાન જુદા હોય છે. વૈવિધ્ય એ કુદરતનું સૌન્દર્ય છે.
·         આજના માણસને ગુલકંદમાં રસ છે પણ ગુલાબ માં નહિ.
·         મેલી મેલી માનવજાત- પુષ્પને પૂછ્યું, તું માનવ બનવા તૈયાર થાય- પુષ્પ કહે પણ કૃષ્ણત્વ જેવું માનવત્વ મળે  તો થાઉં.
·         કૃષ્ણ- ઓછા દુઃખમાંથી પસાર થાય છે?- જન્મતાની સાથે જ મુશ્કેલીમા- પણ જીવનભર શુષ્કતા સ્પર્શી નથી !
·         કપ-રકાબી વચ્ચે યુગલ્ત્વ છે - કપ ફૂટી જાય તો રકાબી ને બીજો કપ ના હોય?
·         વાસવદત્તા- ઉપભોક્ત જેને અશોકને બુદ્ધ ધર્મ ની દીક્ષા આપી તે- ગણિકા માટે શબ્દ હતો નગર નંદીની-
·         કાંતિ- ઘી ખાવાથી કાંતિ વધે પણ હવે ક્લોરોસ્ટોલ વધે...
·         પ્રિયજન શબ્દ gender free છે.
·         આપણો સમાજ બે આંતકવાદીઓને વેઠી શકે પણ બે પ્રેમી ને નહિ.આ સમાજમાં તમે સર્વ સ્વીકાર્ય બની શકો જ નહિ.
·         Sex without love is a rape. 
·         લાગણીની વેલ પર જે નવું પુષ્પ ઉગ્યું છે તેને પાણી પીવડાવાવમાં કોઈ ગુનો નથી.
·         બળાત્કાર એટલે નાનો ઓસામા બિન લાદેન.
·         રામાયણ ખંડિત યુગલ્ત્વનું મહાકાવ્ય છે.
·         કૃષ્ણને તો ક્યારનાય દફનાઈ દેવાયા છે. 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments