દલપત પઢિયાર... જીવતું ભજન૧૨/૦૫/૨૦૧૧ – ગુરુવાર
·         દલપત પઢીયાર (૧૦:૦૦)
·         ભજન – મન મરે માયા મરે....મર મર જાત શરીર.... આશા તૃષ્ણા ના મરે કહત ગયા કબીર..
·         નકશાઓને આધારે ઈમારત ચાલે- વૃક્ષ નહિ. વૃક્ષનું વૃક્ષપણુંનું તેની પોતાની લીલા માં છે.
·         પરંપરાને આધારે આપણા મોટા પ્રસંગો ઉજવી દઈએ છીએ- નહીતર નાગરવેલના પાનામાં ગણપતિ બેસાડીએ તે- આપણા પ્રસંગને ઉજવવાની દેખીતી આંખે ક્યાં શક્ય છે?
·         શબ્દની તાકાત હોય છે.
·         શ્રધ્ધા ક્યારેય હિસાબ કરતી નથી.
·         શિષ્ય ઐસા ચાહીએ જો ગુરુ કો સબ કુછ દે,
ગુરુ ઐસા ચાહીએ જો શિષ્યસે કછુ ના લે.
·         શબ્દે તાળા, શબ્દે કુંચી...
·         ભજન- મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે.. એને પડતા ના લાગે વાર રે... એને પ્રેમના પાણીડા પીવડાવજો  રે... સત્ ના ખાતર પુરાવજો, રવિ ભાણ સાહેબ –
·         કાન ફુંકવા વિષે- બે પ્રકારે- એક જ્ઞાન , જીવવાની ચાવી આપવી અને બીજા કાન ફુંકવા એટલે તો તમે સમજો જ છો...
·         તેલમાં પાણી હોય ત્યાં સુધી જ તેનો તડ તડ અવાજ આવે...સમજણનો અભાવ હોય  ત્યાજ પરેશાની છે.
·         મકરન્દભાઈ- પાણી છાંટવાથી ગાય ઉભી થાય તેનો ચમત્કાર ના કહેવાય, પણ જેસલનો પુનર્જન્મ થયો- સમજ કેળવી તે મહત્વનું છે!
·         ખીમડીયા કોટવાળ ની પત્ની પાછળ ભજન ના આધારે સમજ આપે છે તે વાણી થી લોકો જીવી ગયા.
·         સમાજના ઝગડાઓ અને કુટુંબ તુટતા બચાવવા માટે “વાણી” ને ઓળખીએ.
·         નુગરા નરનો છેડલો ના જાલો ..આ વાત સંતોએ શબ્દ દ્વારા આપી છે.
·         લોકોનું પ્રતિનિધિત્વ કરતો રાજા બગડતો અટકે તે માટે લંપટ રાજા સામે સતીત્વ નારી નો બળવો છે.
·         પ્રજા માટે સુધારવું જરૂરી છે તેનો દાખલો આ ઘટનાથી આપણને મળે છે!
·         આપણે  ભણાવીએ છીએ પણ ગણાવતા નથી,
·         દાદા મેકરણ - લાલીયો(કુતરો) અને મોતીઓ(ગધેડો) બે પાત્રો દ્વારા સમજન અભિન્ન અંગ “પ્રાણીઓ”ને પણ સમા શકયા છે. રણમાં ભુલા પડેલાને શોધવા તે ભારતીયતાનું પર્ભુત્વ છે.
·         મારી મેનારે બોલે ગઢને કાંગરે રે... આ તત્વાર્થની ચરમ સીમા છે.
·         સંતોની વાણી આકાશમાં છેજ, પણ આપણી વાણી સાથેની તાદામ્યતા ઓછી છે.
·         ચેતન, દર્શન, સાક્ષાત્કાર કોઈ કોમનો ઈજારો નથી.
·         રોર્હીદાસ, કબીરે પોતાનો વ્યવસાય નાં છોડ્યો કરના કે તેનો નાતો સમાજ સાથે તોડવા માગતા નહોતા.
·         લોઢું ગરમ હોય ત્યારે ટીપી લઈએને આકાર આપી શકતો હોય છે, આપણે એટલા ગરમ ના થવું કે બીજો આપણને ટીપીને તેનો ધાર્યો આકાર ના બનાવી જાય.
·         “મેણું  મારવું” એ શબ્દની તાકાતનો પરિચય કરાવે છે.
·         જાતી, રૂપ, ધર્મ, ધનનું અભિમાન માણસને ડુબાડે.
·         કપડાની કિંમત પૂછી, મૂળ કિંમત કહેતા તે કપડાના બે ટુકડા કરી તેનો ભાવ્પુછ્યો, અડધો ભાવ થયો આમ કરત-કરત ફાટે તેટલું કાપડ ફાડીને છેલું ચીથારું રહ્યું ત્યારે બધી કિંમત આપતા કાપડીયાએ એક પણ પૈસો લેવાની નાં પડી, કારણકે “જેના પૈસા લેવાના હતા તે વસ્તુ તો રહીજ નથી, એટલે હું પૈસા ના લઇ શકું” આવા જવાબ (બોધાત્મક) સંવાદોમાં ઇતિહાસમાં પાને-પાને ભરેલા છે!
·         પશ્ચાતાપ ના આંસુઓ વહે ત્યારેજ સાચી “ગંગા” વહેતી હોય છે તે નાં ભૂલીએ.
પ્રશ્નોતરી કાળ
(૧) સંતોએ જે “સંવાદિતા” ની વાત કરી છે તેમાં ક્યાં સંતો સાચા અને ક્યા  ખોટા છે તે કેમ   જાણી  શકાય?
વિનોબા, રવિશંકર મહારાજ ને પણ સંતો કહીએ છીએ. સંતોમાં ખોટા નાં હોય. તેના ગુણોથીજ સંતો ઓળખાય છે. સારા-નરસા કામોથી સંતોને આપણે મૂલવીએ છીએ. મંદિરમાં હોય તેજ સંતો તે વ્યાખ્યા ખોટી છે. અજવાળું- અંધારું આપણા મનમાં હોય છે. સંતોજ “સંવાદિતા” ગોઠવાવી શકે. સુકું ડાળખી ને ઝાડ પણ ના રાખે. સંતોની નિષ્ક્રિયતાને લીધે કેટલાક સંત્પનાને બચાવી શક્યા નથી.
(૨) વર્તમાન સાહિત્યમાં બહેકાવવામાં આવે તેવી વાતો વધુ પીરસીને રસ્તો ભટકાવે છે તે માટે યુવાનો કે સત્કાર્યનો રસ્તો ભૂલી જાય છે, આ માટે શું કરવું?
જમાનાની જરૂરિયાત મુજબ લખાય છે, જરૂરિયાત મુજબનો સમાજ થતો નથી. સમાજના મૂલ્યોને જતનથી જાળવે  તે માટે સર્જન કરવું અત્યારે જરૂરી બન્યું છે , પણ બધાજ જીવીને લખાતા નથી એટલે જોઈએ એવી અસરો થતી નથી. આપણે પક્ષે આપણે પણ ભૂલ કરી છે, મુલ્ય લક્ષી વાંચન થતું નથી.
(૩) નરસિંહના કેટલાક પદોમાં વી સંવાદિતતા જોવા મળે છે. [તત્વનું ટીપણું  તુચ્છ લાગે- ]
નરસિંહ સગુણ-નિર્ગુણ બંને વિચાર ધારાના ચાહક છે. બે વિચારો અને નરસિંહ એ માટે સમાન છે કે તેમનાથી બંને જિવનનો અનુભવ થયો છે. (ભોળીરે ભરવાડણ હરીને વેચવાને ચાલીરે) ચિતની દશા જુદી ના કરી શકાય તેનો અનુભવ આપણને કરાવે છે. (અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી...) પ્રેમ લક્ષણા ભક્તિ અને જ્ઞાન શક્તિ બને તેમને કરી છે.
(૪) હાલમાં માણસો વચ્ચે સંવાદિતતા કેવી અને કેટલીછે?
હું બને પ્રકારના માણસોને મળું છું. ભજનથી સાંધો મારે તેવા અને ભજનમાં સાંધો મારે તેવા! લોકો પાસે આજે પણ પોતાના સમાધાનનો માર્ગ જાળવી રહ્યો છે. સમાજ તૂટ્યો છે તેના કારણો માં ઉભી  કરેલ કુટેવો છે .”નાક ના કપાય પણ નખ કાપવા પડે” વખાણ નહિ પણ કેટલીક પોતાની સારી- સાચી વાતોને સમાજમાં મુકવી જોઈએ, એમાં કોઈ આપ વખાણ નથી. અને આપણી વાત ના કરીએ તો કોની વાત કરીશું! આપણે થોડા બીજાની બધી વાત જનતા હોઈએ છીએ? દાહોદ બાજુના સ્થાનિક ચોર પણ ભજનમાં બેસીને પછી ચોરી કરવા જાય છે, ક્યારેક જો મજા ના આવે તો પાછા ચોરી કરવા જાય જ.
·         જે જે રસ્તામાં મળ્યા તે બધાને હું લેતા આવ્યો , કારણ તે બધાને આવવું હતું તે હું લાવ્યો.
·         સુફી એટલે સુફ- સુફ એટલે ઉનનું વસ્ત્ર – સાફ- જે સાફ દિલ છે તે સુફી. સુફી એક વિચાર છે.
·         કવિતા: કૂવામાં પાણી ખારું આવ્યું છે, આપનું જ ઓરેલું આગળ આવ્યું છે.
નળસરોવર નાનું ક્યાં છે ? છાલક વાગે સાયાબીરીયામાં સારસનું મન છાનું ક્યાં છે ?
·         પ્રકૃતિથી વિરુદ્ધ આપને ચાલવા માંડ્યા છીએ.
·         રાબીયા સુફી સ્ત્રી- હસન બસીર- નમાજ પઢવા- દરેક એકની તુલનામાં બીજો અધૂરો જ નીકળે....તમે જળ પર આસન પાથરી નમાજ કરો છો તેતો એક માછલી રોજ કરે છે, અને હું જે આકાશે નમાજ કરું છું તેતો એક માખી રોજ કરે છે.
·         કબીર સાહેબની સાખી: હાથીની પીઠ પર ચઢી બકરી રોજ ઉચે પાંદડા ખાય છે. બકરી અને સિંહની વાર્તા....
·         પદ: હંસા રાજા, મનવા રાજા ગુરુજી બોલાવે પાંજરે....
·         શબ્દ એજ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે... શબ્દ એ જ શક્તિ છે. શબ્દનો આકાર નથી, લિપીનો આકાર છે.
અને આ રીતે તેમને પોતાની વાણીને વિરામ આપ્યો પણ... અમારા મનને ઝંકૃત કરી મુક્યા...

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments