સંવાદી જીવનની ખોજ !

પહેલા તો એ વાતની મારે નોધ લેવી પડે આ બ્લોગની આ ૧૫૦ મી પોસ્ટ છે- ધાર્યું હતું તેનાથી વધુ પચરંગી રંગોથી આ બ્લોગ છવાયો. જે વાંચે છે - તે આને પોષે છે ! ધ્રુવ ભટ્ટ કહે કે " ગાય તેના ગીત " તો ગીત લખવા જેટલી કુશળતા તો નથી પણ હા! એમ કહી શકું કે " વાંચે તેનો બ્લોગ !"
વેકેશન અને વૈચારિક રીતે F 5 નું બટન દબાવવાની ઇચ્છાથી સંજય-તુલા આયોજિત યુવા શિબિરમાં ભાગ લીધો .... હવે પછીની કેટલીક પોસ્ટમાં તેના અનુભવો મેં લીધેલી નોટ્સના સ્વરૂપમાં જ આપવાનો પ્રયાસ કરીશ...

યુવા શીબીર- ડીવાઈન સ્કૂલ
તા-૧૦/૦૫/૨૦૧૧
સાંજ મિત્રો સાથે વાતમાં વિતાવી.
ઔપચારિક ઓળખ અને આવતીકાલનું સમય પત્રકની ચર્ચા.

તા- ૧૧/૦૫/૨૦૧૧, બુધવાર
શિબિરનો વિષય હતો “સંવાદી જીવનની ખોજ” પ્રથમ દિવસના વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના નિબંધ પિતામહ મણીલાલ હ. પટેલ હોય તો સ્વાભાવિક રીતે મારા જેવા ગુજરાતી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીને તેમને જોવાની પણ તાલાવેલી હોય ! જેમના વાક્યોના સંદર્ભો આપને પરીક્ષાઓમાં લખતા હોય તે જાતે જ એક નાનકડા – ફક્ત ૬૦ વ્યક્તિઓના જૂથમાં ચર્ચા માટે હોય તો.....
તેમને વાંચીને લાગતું હતું કે હશે કોઈ “વૃદ્ધ”- ૭૦ થી ૮૦ વર્ષની વચ્ચે- પણ એમની એન્ટ્રીથી ખબર પડી કે જાણે તેઓ કહી રહ્યા છે- “BUDHDHA HOGA  TERA BAAP”

અહી તેમાંન વક્તવ્ય અને ચર્ચા વખતે સીધી લેપ ટોપ પર લીધેલી નોટ્સ મુકું છું... બની શકે તમે અમે માનેલા મણીલાલ પટેલ સુધી પહોચો !
સમય સવારે ૯:૪૫- સ્થળ ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલ .
 સંવાદી જીવન
·         ખરાબ વસ્તુના ઢગલા થાય અને સારા વિચારો ના ઢગલા કેમ દેખાતા નથી?
·         માનસ એ વિસમતાઓનું પોટલું છે.
·         પ્રાર્થના એટલે એક કેન્દ્ર થવું.
·         સંવાદ- સમ-વાદ , સમ એટલે સરખો એવા પર પણ ભાવ હોવો જોઈએ. આપણો સમાજ ઔચિત્યપૂર્ણ હોવો જોઈએ.
·         તુલસી- “તાડન કે અધિકારી” વાળી પંક્તિનો આપને ખોટો અર્થ કરીએ છીએ! -  અહી તાડન એટલે સમજણપૂર્વક –એની કક્ષાએ જઈને વિચારવું એવો અર્થ છે.
·         ઉમાશંકર જોશી:
ઝંખના – કાવ્ય – આખું જગત સંવાદિતાની શોધમાં છે.
·         આપણી આંખ આખા દિવસમાં ક્યાં ઠરે છે તેના આધારે તમારી ઉમર અને શોખ બેય ખબર પડે.
·         એક માણસ છાબડીમાં પડેલો રોટલો જુએ અને પોતાની ભુખ જુએ- બીજો હજુ ઘરમાં કોણ ભૂખ્યું હશે તે વિચારે !
·         સંવાદિતાની પહેલી શરત છે કે તેમાં તમે બીજાને પ્રાધાન્ય આપતા હોય.
·         વાર્તા:: સુરેશ જોશી (૧૯૭૦) પહેલી મુલાકાત – હસમુખ ત્રિવેદી-શ્રીપતરાય – છોકરી કેટલી ગોરી -  ગરોળી ઉંધી પડી હોય તેટલી- ફિક્કો તડકો વર્ણવવા લે. કહે “ કોઈએ સૂરજનો ડૂચો ફેક્યો હોય...”
·         પન્નાલાલ બીજી મુલાકાત –  મહુડાનું ઝાડ- રોડ નીકળવાનો હોય તો વ્યક્તિ વિનંતી કરી કે આ ના કપાય તેવું કરો કેમેકે અમારા ચાર કુટુંબ નભે છે. ભણતરે આપણને ભુલાવ્યા કેમ? – બીજી મુલાકાત વખતે ત્યાં કાળી સડક સિવાય કશું જ નહોતું. !
·         જયંત પાઠક- હવે પ્રકૃતિ એ સંસ્કૃતિની મહેરબાની પર જીવવાનું જેમ કોઈ વૃદ્ધ મા એ દીકરાની મહેરબાની પર જીવવાનું.
·         Woman તરીકે ના જુઓ Human તરીકે જુઓ.
·         વિચાર પહેલો – અમલીકરણ-પ્રચાર અને પ્રસાર પછી !
·         ત્રીજી વાર્તા: માણસને કોણ રોકે છે. “ કંકુ”- પન્નાલાલ પટેલ – કંકુનો વર ખેમો મરી જાય છે પછી તે એક વાણિયાને ત્યાંથી બધું ખરીદે અને પોતના દીકરાને ઉછેરે છે. શેઠ મલક્ચંદ- વિધુર છે- “સૌ કોઈ ગળ્યા લાલચે એઠું ખાય છે.”- ધોડો ઠોકર ખાઈ ગયો છે. –  અને અંતે આવતું “ વાહ! રે મલક વાહ !” આવું હતું ગામડું !   ગામડું કેવું હતું અને કેવું છે?
·         અપરાધ બોધ શરૂ થાય પછી સંવાદિતા તરફ કદમ પડવાના શરૂ થાય છે.
·         ઘણીવાર આપણે ખબર પણ નથી પડતી એટલું બધું એડજસ્ટ કરીએ છીએ.
·         સાહિત્ય જીવનમાં કેટલાક વાદ ચડાવે છે.
·         પ્રિયકાંત મનીયાર- આ નભ ઝૂક્યું તે કાનજી.. જગત દ્વેતનું બનેલું છે.  પરસ્પર નો સ્વીકાર છે.
·         શિક્ષક તરીકે મારું આજનું કામ આજે શરૂ કરૂ  તો એ સંવાદિતા તરફના જ કદમ છે ..
·         વિસંવાદ કઈ રીતે આવે? – એનાથી વિરુદ્ધમાં વિચારી લો !
·         અપરંપાર- નીતિન વડગામાનો કાવ્ય સંગ્રહ
·         મોજ માં ખોજ
·         સંવાદિતા એ ખોજ
·         મન ના બારી બારણા રોજે રોજ ઉઘાડો-
·         ચકલી પોતાના બાળકને પોતાની જાતને તૈયાર કરવાનો સમય આપે છે- માનસ પોતાના બાળક ૨૫ વર્ષનો થાય તોય spoon feeding કરે છે.
·         કોનો કોનો વાંક છે?- મારો અને તારો અને – આપણો –
·         પથ્થરો ના હોત તો ઝરણા ઉછળતા કૂદતા ના હોત.
·         રાહમાં લીલું મજાનું ઘાસ લહેરાતું ‘તું, તું જ પગ પછાડી ચાલ્યો વાંક તો તારોય છે.
·         જરા તું ઝુક થઇ ડાળી પછી તને સઘળું સાંપડશે.
·         પીપળાના પાને પાને પવનના બેસણા..
·         જગત આપણને સતત વિસંવાદોમાં ધકેલવા પ્રેરે-
·         પ્રકૃતિ – અને – તેની અસરો-
·         વાંસળીવાળો- ગુંદર વીણનાર (ઉ.જો.)
·         જગત સારણી જેવું ય છે ....
·        શિક્ષણ માર્ક્સનું નહિ કાર્લ માર્ક્સનું હોવું જોઈએ.
·         સ્વામી આનંદનું ‘ધનીમા’ નું જીવન ચરિત્ર
·        ઓછી જરૂરીયાતવાળા લોકો જલદીથી બધી જગ્યાએ ભળી શકે-
·        ઝાઝી જરૂરીયાતવાળા લોકો બધાને ઓછા ગમે છે.
·         વિરામ બાદ
·         ગીત-
·         પ્રવીણસિંહ ચાવડાની “દાહ” – “જ્યુબીલી બાગમાં”-
·          હેમાંશી શેલત- “દાહ”
·         મનુષ્ય સવેદનશીલ છે પણ તે દરેક વખતે સંવાદી રહી શકે છે ખરો ?
·         આપને કોન્ટ્રેક્ટના જમાનામાં છીએ- તહેવારો-પ્રસંગો કોન્ટ્રેક્ટથી ઉજવીએ છીએ.
·        બાળકોની મૌલિકતા વિકસાવવા વધુ પરંપરાગત ના હોય તે વિષે લખવું કહેવાય- જેમ કે “તડકો, પાંદડું, ચાંદરણું, ઘાસ, તણખલું,”
··       પોતાના વિચારોને લખી જવાથી સ્પષ્ટ થવાય - નિબંધ એ જાત સાથેનો સંવાદ છે.
અને હા ! શિબિરમાં મેં મૌલિક વિચાર્યું જ નહિ આ મૌલિક કામ પણ કર્યું... 

·        સવાર, બપોર અને સાંજ મારા પોતાના વાસણો અને જે દિવસે અમારી ટુકડીનો વારો હતો ત્યારે રસોડાના તમામ વાસણો સાફ કરવાનું !
·         
·        સમાયંતરે શિબિરના અન્ય વકતાઓ- 
·        શ્રી દલપત પઢિયાર,
·        શ્રી સનત મહેતા,
·        શ્રી, રોહિત શુક્લ,
·        શ્રી પરેશ નાયક,
·        શ્રી રાસવિહારી દેસાઈ અને વિભાબેન દેસાઈ તથા .....
·        શ્રી ગુણવંત શાહ સાથેના ત્રણ દિવસની ચર્ચાઓ મુકવાનો પ્રયત્ન કરીશ....
ત્યાં સુધી તમે ઉપરોક્ત વક્તાઓ વિષે તમારા વાંચનને કોમેન્ટમાં share કરશો....?


0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments