તમને શું ગમે ગદ્ય કે પદ્ય?


કાલે બાથરૂમમાં ફુવારા નીચે માથામાં પાણી પડ્યું- એવી ઠંડક લાગી કે હવે શાંતિથી ત્યાં બેસવા સિવાય કોઈ કામ હતું નહિ. જુના દિવસોમાં (૧૯૯૩-૨૦૦૦ સુધી) જુના બાથરૂમમાં ભલે ચંબુ-ચંબુએ નહાતો તે અને રોજ ત્યાં કેવું નવું નવું સુઝતું તે સુઝ્યું- પછી મને લાગ્યું કે તે સમયમાં છંદે ચડેલો હું આજે ગદ્યને જ વધુ ચાહું છું- આવું કેમ થયું હશે? ખબર નહિ પણ હવે છંદમાં લખવું તો ઠીક પણ છંદોબદ્ધ વાંચવામાં પણ કઈ ખાસ રુચિ નથી.....આવું આવું વિચારતા થયું કે ખરું કવિ કર્મ તો કવિતા જ ને? બાકી ગદ્ય તો મલાવી મલાવીને કોઈ પણ લખી શકે-(મારા જેવો પણ!)
પછી એક આવું સુઝ્યું કે કવિતા શું છે?
કવિતા એ તો
Winzip માં ભર્યા
વિચારો જ છે.

હવે તમારો સહકાર એ જોઈએ છે કે આ કયો કાવ્ય પ્રકાર છે?
તમને શું પસંદ છે – ગદ્ય કે પદ્ય?
કોમેન્ટ કરવામાં આળસ સારી નહિ.....
*********************************************
મને ખબર છે કે તેઓ કોમેન્ટમાં જવાબ નહિ જ આપે એટલે તેમને મોકલેલ મેઈલ અહી પોસ્ટના ભાગ રૂપે જ મૂકી દઉં છું..

Dear Rakesh,
 
This is Haiku, basically Japanis form of poetry and it is widely utilized in Gujarati later. Late Mr Zinabhai Desai (Snehrashmi) used this form very well. He was the father of Gujarati Haiku.
 
I would like to see both Poetry and poses i.e. Gadya also. It's then you to prove that in which format you are able to communicate better.
 
All the best, keep it up.
 
Regards,
Haresh Chaudhari
OIC Media & Documentation
SSAM, Gujarat
Gandhinagar

2 comments:

Manan said...

ભાઈ મને તો ગદ્ય-અછાંદસ રચનાઓ વધારે ગમે,
સરળતાથી લખી શકાય માત્ર એ જ ગમવાનું કારણ નથી, વિચારોનો ઉમળકો જે ગદ્યમાં હોય તે કારણ પણ કદાચ છે, સાથોસાથ બંધન હોવાને કારણે છંદબંધારણમાં (વિચારોમાં પણ) કૃત્રિમતાનો ભાસ પણ થાય ! - આ મારું વ્યક્તિગત કારણ હોય શકે ! પણ મેં લખતી વખતે અનુભવેલી સ્વતંત્રતા અને સાક્ષી છે !!

rajkibat said...

mane game kavita..e panje kavita vachvama ane sambhlvama laybhadh hoy..karan ke avi kavita kanthasth ane atmsth tarat thai jay 6e...

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments