ધોબીઘાટ - લાગણીઓનો મેળો!


Dhobighat - લાગણીઓનો મેળો!!!

ધૂમ-1(જોહન અબ્રાહમ વાળી) જોઈ છે?
તેમાં તમે થોડી વાર પણ પલક ઝપકાવો તો કોઈને કોઈ ઘટના આંખ આગળથી વહી  જાય!
પણ ધોબીઘાટ-જો પલક ઝપકી તો એક લાગણી ચુકી ગયા.
ઘટનાઓની ગતિ જેટલી મંથર બને છે  એટલી ઝડપે સહજ લાગણીઓને પકડી શકવાનું મુશ્કેલ છે.
વાર્તા છે! (જો માનો તો!)
અરૂણ- એક ચિત્રકારની,
શાઈ- એક ફોટોગ્રાફર કમ બેન્કરની,
મુન્ના- એક ધોબીની,
અને
એક શહેર- મુંબઈની!
યાસ્મીનબાનુએ પોતાના ભાઈને મુંબઈ બતાવવા રેકોર્ડ કરેલી મુંબઈની વીડીઓ ટેપ્સ નો રોલ કર્યો છે- ખુદ મુંબઈએ!
અને જે ખૂબીથી મુંબઈ પર તેનો કેમેરો ફર્યો છે તે ખૂબીથી કિરણ રાવ(ફિલ્મની નિર્દેશક) ની નજર જૂની મુંબઈ (એટલે દરેક શહેર નો જુનો એરિયા) પર ફરી વળી છે.
કામ પૂરું કરી બીજી જગ્યાએ જવાની ઉતાવળ કરતી બાઈ,
ભીડમાં એકલા એકલા ચાલ્યા જતા લોકો,
ઓસરીમાં ખુરશી પર ચુપચાપ બેઠેલી વૃધ્ધા!
ઓફિસથી ઘરે આવતો પતિ,
ફિલ્મમાં કથા જ શોધવા જતા લોકો માટે ધોબીઘાટમાં પ્રતિબંધ છે!
 જો સિનેમામાં જેને પ્યાસા(ગુરુદત્ત) પસંદ હોય – બે વ્યક્તિની નહિ પણ કેમેરાની હલચલ..લાઈટના લાગણી મિશ્રિત સંયોજનો અને જીવનમાં સ્વાભાવિક બનતી ઘટનાઓ જોવાના ઇચ્છુક અહી નિરાશ કે નીરસ નહિ થાય!
અહી કોઈ પાત્ર હીરો બનતું જ નથી. સ્વાભાવિક છે કે આમીરખાન પરદા પર આવે એટલે આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય જ! પણ એક વાત મને જે ખુચી તે કહીશ કે પહેલીવાર અન્ય એકટર્સની સરખામણીમાં આમીર એક્ટિંગ કરતો દેખાય છે. તે સતત ખ્યાલ રાખતો જણાયો કે તે સ્ક્રીન પર હાવી ના થઇ જાય.
ફિલ્મનું સંગીત ખાસ કરીને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને તદ્દન મેચ થાય અને લાગણીઓને ઝણકાર આપે છે.
અંત વિશે થોડો ચચરાટ થાય છે... સતત કૈક ખૂટ્યું હોય તેવું લાગ્યા કરે... અચાનક આપણી સામેથી બધા પાત્રો દૂર થઇ જવાથી એક ઝાટકો અનુભવાય... એક અધૂરપની લાગણી આપણામાં અનુભવાય- પહેલી નજરે કોઈકને આ ખુચે પણ કદાચ કિરણનો આ પ્રયાસ પણ હોય- પ્રેક્ષકને ફિલ્મના પાત્રોના જીવન જેવી અધૂરપનો અનુભવ કરાવવાનો!
શું કહો છો?
ફિલ્મ અંગેના તમારા નિરીક્ષણો શું કહે છે? 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments