કચ્છ -માંડવી-૭૨, જીનાલય

૧ લી મે થી કચ્છ
બસમાં પહેલી વખત હાથકડી સાથેનો સાચુકલો(!) ગુનેગારને જોયો.
અમારી બે સીટ પાછળ બે પોલીસમેન ની વચ્ચે બેઠો હતો...અને તેની વાતો.સાહેબ છોકરો ક્યામાં ભણે છે? વગેરે..તે પોલીસ સાથે સહજ...ઓયે લક્કી, લક્કી ઓયે....આવ્યું યાદ?
૩ જી મે
૭૨, જીનાલય...ભવ્ય..શબ્દની ભવ્યતા ઓછી કરે તેવું...
સતત બે દિવસ અને રાત કામ..ધીમે ધીમે કાંતે રાખ્યું.....
જે થાક વર્તાયો તે ઉતર્યો માંડવીના દરિયાકિનારે...
મોજા આપણને આવીને અથડાય...ને સમજાય કે દરિયો...આપણી જેમ ઉભા...બે પગે થવાના ધમપછાડા કરે છે...
પાછા વળતા દરિયાને મારી કંપની ગમી તો ખિસ્સામાં ભરાઈને છેક અમારા રૂમ સુધી આવી ગયો..
અથાક એટલે થાક્યા વગર કહેવાય કે થાકથી ટેવાયેલી સ્થિતિને કહેવાય.? તે પ્રકારના કામને અલ્પવિરામ આપી Return journey  શરૂ કરી...
  ૭૨, જીનાલય કચ્છ 
શું કહો છો?
દરિયો અને ઢળતો સુર્ય 
દરિયો અને હું 
દિનેશભાઈ, કન્વીનર ક્વાલિટી એન્હાન્સમેન્ટ સેલ ગાંધીનગર...સાથે પર્યાવરણ શિક્ષણ કેવું? કેટલું? ક્યારથી? 
પાછા વળતા જોયા મીઠાના અગર
ઘુડખર 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments