Peepli live – દેશ મેરા રંગરેજ રે બાબુ!ભારત બે ભાગમાં – બે પ્રકારના જીવનમાં વહેચાઈ રહ્યું છે!

એક જ્યાં ૨૦૦ રૂપિયા બે કલાકની ફિલ્મ જોવામાં ખર્ચ થાય છે અને એક જ્યાં એક વિદ્યાર્થીને એક વર્ષ માટે જરૂરી ૫૦ રૂપિયાની નોટબુક નથી મળી શકતી.

એક જ્યાં એક વ્યક્તિ પીઝા માટે એક સમયે ફટાક કરતા ૧૦૦ રૂપિયા ( કે તેથી વધુ) ખર્ચી શકે છે.(અને તે પણ તે પીઝા અડધો ખાઈ બાકીનો ફેકી પણ દી શકે!!) અને બીજી બાજુ એટલી રકમમાં તો એક પરિવારનું ભોજન તે પણ બે દિવસ માટે હોઈ શકે!

પીપલી લાઈવ એ ફક્ત એક ગામડાની નહિ ભારતની ફિલ્મ છે.

જો કે છુટક એકાદ ખેડૂતની આત્મહત્યા હવે તો સમાચાર પણ નથી બનતી સાચુકલા ભારતમાં! હોલસેલમાં મરો કે એક ખેડૂતે દેવામાં ડૂબી ને પરિવાર સાથે આત્મહત્યા કરી!

આજે એક ખેડૂત મિત્ર સાથે સવારમાં જ વાત થઇ કે હાલમાં ઘઉં કરવા છે પણ શું થાય કે તેનું બિયારણ જ એટલું બધું મોઘું છે કે વેચાય ત્યારે તેમાંથી અડધા પૈસા તો આ બિયારણ ના જ થાય! અને હમણા જ વેચેલી ડાંગર સાવ સસ્તા ભાવે ગઈ!

આ તો ગુજરાતની વાત છે જ્યાં કમસે કમ દરેક ખેડૂત પાસે થોડી ઘણી જમીન હવે એવી છે જ્યાં તેને સિંચાઇ મળી રહે છે! એવા રાજ્યોની શું દશા હશે જ્યાં ખેડૂતને સરકાર અને વરસાદ બંને પર આધારિત રહેવું પડતું હશે!

ફિલ્મ હસતા હસતા એવા ફટકા મારી જાય છે જે તમને વિચારવા મજબૂર કરે!

અનુશાનું ડાયરેક્શન આમીરખાનથી પ્રભાવિત છે તે દેખાય છે જે રીતે તેનો કેમેરો ગામડાની ઝીણી ઝીણી જે વસ્તુઓ ફરે છે ત્યાં આમિરની નજર દેખાય છે જેમકે તાર પર લટકતી પ્લાસ્ટિકની ખાલી કોથળી, ઊંટની બાજુમાં લટકતું કેરોસીનનું ડબ્બુ...

ફિલ્મ અને મોઘવારી તરીકે વધુ HIGHLIGHT થઇ હતી પણ ખરી મજા તેમના પત્રકારત્વ (પત્રકારત્વ અહી પણ જુઓ : http://gitanshpatel.blogspot.com/2010/04/bpl-ipl.html )  અને તેના રાજકારણનો છે.

એક ખેડૂતની આત્મહત્યાની અફવાને આધારે સરકાર તેના નામથી જે યોજના બનાવે નત્થા કાર્ડ...એવા ખેડૂતો માટે યોજના કે જેઓ આત્મહત્યા કરવા ઇચ્છતા હોય!

હાય રે તેના જ કુટુંબને આ યોજનાનો લાભ નથી મળતો કારણ? તેમની પાસે બી.પી.એલ. કાર્ડ નથી!

ફિલ્મ અંતમાં સંવેદનશીલતાની ધટ્ટતાની કક્ષાએ પહોચે છે અને ત્યાં આવતું, "ચોલા માટી કે રામ!" ગીત... ગણગણવાને બદલે ગુમસુમ બનાવીદે છે.

શું થાય છે આ જ ભારતનું કિસ્મત છે જો અહી સચ્ચાઈ માટે લોહી રેડનારા પત્રકારો પણ લઘુમતીમાં છે અને પૈસા અથવા અમુક પાર્ટીઓને ખુશ કરવા માટે અથવા અમુક ઉદ્યોગપતિઓને મદદ કરવા 'જ' સ્ટોરી બનાવનારા વીરો ની બરખા બહાર આઈ છે! હે પ્રભુ! શું થશે?

1 comments:

vishal makwana said...

Dear...in gujarat kheti ni jamin fatafat bin kheti thai rahi chhe...
nava loko ne khatedaro banavva ma aavi rahya chhe..
gidc mate ketla khetro nu kachchar ghan niklvanu chhe eno figure melvjo, mithi virdi nuclear plant na pidit kheduto ne sambhljo, our gujarati master mind scientist lokbharti sanosara vala arunbhai dave pote vyathit chhe, mithi virdi thi..
Gujrat ne vikas thi japan banavo pan nuclear energy nahi..ek var congress no nuclear deal no virodh karnar sarkar japan ni dasa joya pachhi mithi virdi ne khari kari rahi chhe...prakruti na bhoge vikas.??

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments