છત્તીસગઢના પ્રવાસે!

     આજે ૩:૩૦ વાગ્યે ગાંધીનગરથી નીકળવાનું નક્કી થયું પણ ૪:૩૦ વાગ્યે મુસાફરી શરુ થઇ!(ભારતીયપણું!)
૨૩મી ની સવાર પડી મહારાષ્ટ્રમાં- રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યે નવાગામ ચેક પોસ્ટ છોડી..
ટ્રાવેલ્સના ખડ ખડ અવાજથી જ રાજ્ય બદલાયાનો અહેસાસ થઇ ગયો..જેમને આ અનભુવ થયો હોય તે પણ અહી શેર કરજો!
૭:૧૫ વાગ્યે વરનગામ પાસે પહેલું ઓફિસિઅલ સ્ટોપ કર્યું...તે ખુલ્લી બોટલથી ખુલ્લી હવા... બચપણની યાદોને જીવંત કરવા જેવો આ પ્રસંગ અમારામાંથી કોઈ નહિ ભૂલી શકે!
નાગપુરમાં રાત્રી રોકાણ કેન્સલ કરી સીધા કાંકેર જ પહોચવાનું નક્કી કર્યું...વહેલી સવારે પહોચ્યા કાંકેર...
હાશ! પગ લાંબા કરવાનું પણ કેટલું મોટું સુખ હોય છે!
પહેલી શાળા હતી માટવાડા મોદી...કૈક નવું
mgml જોઈ થોડો રોમાંચ પણ અનુભવાયો..
બીજી શાળા ગૌરગાવમાં બાળકો સાથે ગુજરાતી ગીતો પણ ગયા..તેમનો આત્મવિશ્વાસ ગજબ હતો...બીજા દિવસોમાં શાળાઓની મુલાકતો થતી રહી...
 છત્તીસગઢના શિક્ષણ સચિવ શ્રી નંદકુમારને મળવાનું થયું..ચર્ચા પછી લાગ્યું કે વ્યક્તિમાં ઉત્સાહ ગજબ છે..જો તે ટકી રહેશે તો છત્તીસગઢનું નામ ભારતમાં શિક્ષણના કારણે પણ ગુંજી ઉઠશે..
જેમ નોનસ્ટોપ ગયા તેમ પાછા વળતી વખતે પણ એમ જ હોય ને?!!
સૌ શરીરથી ભલે થાકી ગયા હોય પણ તે મુસાફરીએ બધાની વચ્ચે એક અદભુત ટ્યુનીંગ કરવી દીધું..
કદાચ ટ્રેન કે પ્લેનની મુસાફરી એ ના કરી શકી હોત!
શાળામાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ ઓરડાની બહાર બેસીને ભણતા હતા, તે જ શાળાએ વિદ્યાર્થીને વાંચન કરાવવા માટે અલગ ખંડ ફાળવ્યો...
ગુજરાતની મુછાળીમા ગીજુભાઈ બધેકાની વાર્તાઓ ત્યાં પણ...ગમે છે..
ભાવેશભાઈના ગુજરાતી બાળગીતથી ખુશખુશાલ વિદ્યાર્થીઓ...સાચે જ આનંદ હોય તો ભાષાના બંધનો નથી નડતા..
જૂના ઓરડાઓમાં જીવંત શાળા..
બજરંગબલી - એક નાનકડી દુકાનની નજીક

સ્વચ્છ રસ્તાના મારી પાસે આ સિવાય પણ બીજા ઘણા ફોટોગ્રાફ્સ છે... લગભગ બધી શેરીઓ આવી સ્વચ્છ જોવા મળી!

ડાંગરની ખેતી....મુખ્ય વ્યવસાય...


જે ગામનો યુવાન નક્સલવાદ સામે લડવામાં શહીદ થાય તેનું સ્મારક તેના ગામમાં પણ સ્થાપિત કરાય છે...

1 comments:

Chirag Patel said...

Very commendable effort. Would really appreciate. Felt joyous to see such development and work in a remote rural India, true India.

Pranaam,
Chirag
http://rutmandal.info

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments