ઓગષ્ટનું બીજું થોડુંક!

૧૫ ઓગષ્ટ!
એ ધ્વજને સલામી આપવી એ કેટલું આનંદદાયક છે!
આ લાગણી જ આ દેશને બચાવીને રાખે છે. નહીતર એ ધ્વજને જો કાપડનો ટુકડો ઘણો
તો તેમાં છે ય શું?

૧૯ ઓગષ્ટ
કર્ણલોક
"સાહિત્યકારનું સર્જન" – કર્ણલોક.
અને સર્જક ધ્રુવ ભટ્ટ.
તેમની પહેલી બે વાચેલી કૃતિઓ –અતરાપી અને તત્વમસી. એ કોઈ સાહિત્ય
પ્રકારથી મુક્ત..કૈક નવું જ નવી દુનિયાનું પરમાનંદ આપનારું લખાણ હતું.
તેની સરખામણીમાં કર્ણલોક એક કથા લાગે.- આમ તો કથાના પાત્રો તમને ઝપટમાં
તો લે પણ પછી તેનાથી ભાગી શકો.
વાંચો તેમ MR India ની યાદ આવ્યા કરે.

૨૧ ઓગષ્ટ
પૃથ્વીવલ્લભ
એક બેઠકે દોઢ કલાકમાં જ વાંચી ગઈ..જો કે તે મારી નહિ કનૈયાલાલ મુન્શીજીની
જ કમાલ છે કે તમને વાચવા બેસાડે જ!
મુંજ ગમ્યો!
દરેકને પોતાનામાં રહેલો મુંજ ગમે જ ! પણ કેટલાક બીજા શું કહેશે તેમ
વિચારીને ભીલ્લવ બની તૈલપના દાસ થઈને રહી પડે છે.
ક્યારેક કોઈ લક્ષ્મી તેમને જગાડે પણ ના જાગે .... તો તે વિલાસની હત્યાએ
તો જાગશે જ ને?


૨૯ ઓગષ્ટ
Housefull જોયું..
" કોમેડીના ઉત્તમ કલાકારોને કેટલી ઉત્તમ રીતે વેડફી શકાય!"
- તેનો નમુનો એટલે Housefull!
- Director ની બેકાર કોશિશ.
અક્ષયકુમાર તેના પાત્રથી વધુ પડતો Loud થઇ ગયો. રીતેશ દેશમુખ હજુ ઠીક..
"બમન" ને બટુક પટેલ બનાવી જે ફટકા પડ્યા છે!!!!!!!!!!!
અવાસ્તવિક પરિસ્થિતિઓ હાસ્ય લાવી શકે પણ સ્થાયી તો ના જ કરી શકે ને!
નામ મુજબ ફિલ્મમાં કૈક હશે એવી આશાએ આશાએ ફિલ્મ પૂરી થઇ ગઈ!


૩૧ ઓગષ્ટ
પહેલા કૃષ્ણ- પછી ચાણક્ય અને પછી સરદાર!
આ બધા પાસે જે કુનેહ અને લોકો સાથે કામ કરવાની જે આવડત હતી- તે આજન
નેતાઓમાં શોધી જો જો !
જો કે દેશને (પ્રજાને) પોતાની જ પડી નથી!-એવું વાતાવરણ ઉભું થઇ ગયું છે.
કોણ કોને પૂછે છે?
આજે જ રાજ્યસભા અને લોકસભાનું ટેલીકાસ્ટ જોયું-થયું-આમ તો દેશ ચાલે?

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments