તત્વમસિ-ઇન્ડિયા સર યે ચીઝ ધુરંધર!!


મોટા ભાગે મારો અને સરેરાશ વ્યક્તિનો અનુભવ અને આદત છે કે બધા શું વાંચ્યું?-તેની નોધ રાખે છે.

પણ ધ્રુવ ભટ્ટની તત્વમસિ વાંચતી વખતે મને થયું કે શું વાંચ્યું તે અને તમે તેને કેવા સંજોગોમાં વાંચવા મળ્યું તે નોધવું એ પણ આપણી એક યાદગાર ક્ષણ બને..વળી તે નોધ તે કૃતિની એક બારી પણ ઉઘાડી આપે જ!

As usual,

આ વખતે પણ અહં બ્રહ્માસ્મિ ને તત્વમસિ માં ફેરવવાનું શ્રેય શ્રીગુરુ હરેશભાઈને જ જાય ...

તેમના ઘરે જમવા માટે જવાનું થયું તો ગુરુમાતાના હાથનો શીરો ને તેની સાથે બે પુસ્તકો પણ મળ્યા તે તત્વમસિ અને કર્ણલોક.

કર્ણલોક તો નથી શરૂ થઇ પણ તત્વમસિ ને લગભગ કે ચોક્કસ ૭ વાગ્યે સાંજે ...શરૂ કરી અને જેમ નાયક(હમણા ફરી એકવાર તેનું નામ યાદ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.)સીધો જેમ આંખ ઉઘાડે છે તેમ શબ્દો મારા મન છાલક મારીને છવાઈ જવાના શરૂ થયા.

એક વ્યક્તિ ને બળજબરીપૂર્વક વિદેશમાંથી માનવા સંસાધન(?!) કરવા પોતાના દેશ ભારત આવવું પડે છે..તેમ મારેય ના છુટકે જમવા માટે નાયકને અડધે મૂકી જમવાનો કલાક નો વિરામ આપવો પડ્યો..

ફરી શરુ કર્યું તો.જાણે આ માણસ જે વિચારે છે તે તો ક્યારેક કોઈક ક્ષણ માટે મારા મનમાં ઉગેલું જ..પણ જેમ વંચાતું ગયું તેમ થયું કે અરે ના! આવું તો ભારતમાં જન્મ લીધેલા દરેક વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક ઉગ્યું જ હશે..

પોતાના સંયુક્ત કુટુંબમાં જીવતી વખતે “બા ને નહિ ગમે!” એટલા વિચાર માત્રથી આપણે સૌએ કેટલા બધી અગવડો ભોગવી હશે! અને આજે એ પણ સમજાય છે કે તે વખતે જો આપણને બાએ બોલ્યા વગર જો આવી ટેવો ના પડાવી હોત તો આજે હું છું..તે તો ના જ હોત તેની ચોક્કસ ખાતરી છે.

ધ્રુવ ભટ્ટની(હવે તેમની પર મારો અને મારી પર તેમનો અધિકાર હોય તેવી લાગણી થાય છે!) જેમ દરેકને લાગ્યા વગર નથી રહેતું કે “જે માનવીઓ કદી પણ શાળાએ ગયા નથી તેમને જ ભારતીય જ્ઞાનના આધારરૂપ માનતા લખાણોને સર્જનબળ પૂરું પાડ્યું હોય....”(નરસિંહ મહેતા, મીરાબાઈ,કબીર...તેઓએ જે રચનાઓ કરી તેના વિષે સમિક્ષા માત્ર કરનાર જો PhD. કરી ડૉ.લેખક બની જાય! તો મીરાબાઈને આપણે શું કહેવા?)

જયારે પણ આવું વાંચવા મળે છે ત્યારે તેને સંદર્ભ ઘણું જોવા મળે છે..અથવા તે જોવાની દ્રષ્ટિ મળે છે.

હમણા સાંભળવા મળતું Peepli Live નું ગીત “દેશ મેરા...-ઇન્ડિયા એક ચીઝ ધુરંધર”

“આ કેવો દેશ છે! જેની એક પ્રજા સંસ્કૃત જેવી અસંખ્ય સમાસો અને જોડાક્ષરોથી ભરેલી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કરી શકતી, સરળતાથી બોલી શકતી. તેજ દેશની બીજી પ્રજા જોડાક્ષરો બોલવામાં પણ મુશ્કેલી અનુભવે! લખવું અને ચિતરવું બંને જુદી ક્રિયા છે તે પણ સમજે નહિ! કેવો વિરોધાભાસ!”

કૈક તો છે આ દેશ પાસે નહીતર આ દેશ હજુ દુનિયાના નકશા પર મજબૂત રીતે ઉભો છે..તે માટે કોઈ આ નવલના નાયકની જેમ “વૈજ્ઞાનિક(!)” ઢબે વિચારે તો કોઈ કારણ નથી..

જુઓ...

”ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે; આપણી જીવનરીતિ અને પરંપરાઓની છે. આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા. પરધર્મોને પણ આવાકાર્યા. ..પણ....આપણી પરંપરાઓ, આપણી સંસ્કૃતિ ...આ જશે તો આ દેશ નહિ ટકે.”

“વિચાર કરો કે કઈ તાકાત પર આ પ્રજા તેત્રીસ કરોડ દેવી દેવતાને સાચવતી હશે?”

“પૈસાને પાણીમાં ફેકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહિ.”

“જેને આ દેશને, આ સંસ્કૃતિને જીવતી રાખી છે તેમને ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો.”

“નિયમો તો છે, મોટા ભગન નિયમો સાંસ્કૃતિક નિયમો છે, જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાય અને ધર્મમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો.”

- કારણ-

“ભોળી ને આખોય દિવસ મહેનત કરવામાં ગાળતી પ્રજાને વૈજ્ઞાનિક કારણોમાં રસ ના પડે. અમે પાપ અને પુણ્ય કે શુકન અને અપશુકનને જ સમજવાના. એથી કોઈ પણ નિયમ પળાવવા માટે આવા નિષેધનો માર્ગ અપનાવો સરળ બને.”

“ઘરના બારણે પીપળો કેમ નહિ તે અપશુકનિયાળ છે એટલે નહિ પણ તેના મૂળ વધુ ફેલાય છે અને તેનાથી ઘરના પાયાઓને નુકશાન ના થાય એટલે”

આવા તો અનેક તર્ક છે આપણી પ્રજાની સચ્ચાઈઓ માટે-

જે ખૂબ સ્પર્શ્યો તે..”

“હું નર્મદાની પરિક્રમા કરતા માણસની નહિ પણ તે પરિક્રમાની પરંપરાની સેવા કરું છું.”

કેટલું સાચું..આજે આપણે પળવારમાં નવી વાતને સ્વીકારી લઈએ છીએ અને પછી તેની આડ અસરોથી પસ્તાઈએ છીએ..

ત્યારે-“ જો જરૂર લાગે તો જ પરંપરા છોડવી..”

-વેદ વ્યાસ, હનુમાન અને અશ્વત્થામા જેવા સાત વ્યક્તિ અમર છે અને તે આ ધરતી પર હજુ વિહરે છે..

“મારા માનવા ન માનવાથી કોઈ ફરક નથી પડવાનો. પણ હું નથી જ માનતી એવું કહીશ તો તે પણ એ સાવ સાચું તો નહિ જ ગણાય.......એ લોકોનું અસ્તિત્વ છે કે નહિ તે મારે મન બહુ મહત્વ નથી પરંતુ તેવા ચીર પ્રવાસીઓના ક્ષેમકુશળ ની જવાબદારી પોતાને માથે છે તેવું સ્વીકારતી પ્રજાનું મહત્વ હું સમજુ છું......જે સંસ્કૃતિમાં જન્મ્યા અને ઉછર્યા તે સંસ્કૃતિનું ઋણ સ્વીકારીને તે નિભાવવાની પ્રતિબદ્ધતા જ મને આકર્ષે છે.”

અને હા!

રામાયણ – મહાભારત જેવી કથાઓ વાંચ્યા વગર પણ એની રજેરજ ખબર આ માટીમાં જન્મીને ઉછરતા માનવને હોય છે. ભારતવાસી પોતપોતાની રીતે પણ..આ કથાઓને જાણતો હોય છે. આ કથાઓના પાત્રોની વેદના, હર્ષ, વિશાળ કે ઉલ્લાસને પોતાનામાં અનુભવતા હોય છે. કારણ, એ માત્ર કથાઓ નથી; જીવન અને તેની પરંપરાઓ છે. (આ સમયે મને જેમણે બીજા ધોરણમાં ભણાવ્યો હતો તે મણીબેન યાદ આવે કે જેઓ અમને રામ, લક્ષ્મણ અને સીતાને વનમાં જવું પડ્યું તેમ વાર્તા કહેતા-કહેતા રડે અને અમે આખો વર્ગ પણ રામ-સીતાના દુઃખે તો ઠીક પણ અમારા બેનને રડતા જોઈને રડતા)

આખી કથામાં મને મનોમન “ અવતાર ફિલ્મનો પેલો નવો ગ્રહ પેન્ડોરા(?) પણ દેખાતો રહ્યો...

જે હોય તે પણ તમારે ઓછામોછી એક વખત તો તત્વમસિ વાંચવી જોઈએ!( મને આવું મારા મિત્રો અને ઈ-મિત્રો પણ કહી ચુક્યા છે.)

અંતે..એકવીસમી સદીમાં આપણે જગતથી આગળ હોઈએ અને આપણી પરંપરાઓ આપણી સાથે હોય એવું હું ઈચ્છું”

સુપ્રિયાની આ લાગણી- સુપ્રિયાની જ છે કે આપણા સૌની?

પૂછો તમારી જાતને!

5 comments:

Rajni Agravat said...

ખરેખર સરસ માહિતી આપતી પોસ્ટ આપવ બદલ આભાર..

જલ્દી આ પુસ્તક વાંચવાની તજવીજ કરવી પડશે...

Nainesh Shah said...

THIS BOOK IS A MUST READ FOR ALL
SUCH A FANTASTIC BOOK CAN'T EXPLAIN IN WORDS PLEASE.... READ & START YOUR REAL JOURNEY

vishal makwana said...
This comment has been removed by the author.
ravi said...

વાહ, દોસ્ત પુસ્તકનો ટૂંકો પણ ખુબ સરસ સાર કહ્યો ...........

vishal makwana said...

તત્વમસી માં તમારી comments થી સાત્વિક ડીશજાણે મસાલેદાર થઇ ગયી ;)

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments