એક સાચુકલું “રણ”-BPL થી IPL

ભારત મારો દેશ છે!


અહી રાજનીતિ..ગંદકી ફેલાવવાની મજબૂર કરી દે તેવું ક્ષેત્ર બની ગયું છે!!

છેલ્લા કેટલાક દિવસોથી IPL નો વિવાદ એવો ચગ્યો કે BPL નો પ્રશ્ન જાણે હલ થઇ ગયો...

આવા ગરમ વાતાવરણ વાળા દેશમાં વધુ ગરમી ફેલાવવાનું કામ કરતા મીડિયાને જોઈને આશ્ચર્ય થતું..વળી તેમાંય આજે “રણ” ફિલ્મ જોઈ...

અભિનય વિષે કશું કહેવાની જરૂર નથી કેમ?

અમિતજી ફરી અદભુત ..રોલમાં..(એટલા માટે કે ઘણીવાર આપણે સરળતા ભર્યા રોલને અદભુત કહેતા ખચકાઈએ છીએ!)

રીતેશ દેશમુખ પણ ..એવો સાયલન્ટ રોલ..જોવામાં સરળ લાગે તેને નિભાવવો એ અઘરૂ તો હોય છે..પુરો ન્યાય તે આપી શક્યો..

પરેશ રાવલ..સિમ્પલી એટ હીઝ બેસ્ટ જ હોય..કોઈ નવાઈ ના લાગી...

આખી વાતમાં વધુ કૈક ખૂચ્યું હોય તો ..


આપણી અસંવેદનશીલતા!

મીડિયા ધારે તો કઈ રીતે કોઈ પણ મુદ્દાને..ક્યાંથી ક્યાં પહોચાડી શકે તેનું શિક્ષણ આપતી આ ફીલ્મ..ને ..ફ્લોપ લેબલ લગાડ્યું!

એક ડાયલોગ છે આ ફિલ્મમાં કે “ કિસકે લીયે લડના ચાહતે હો તુમ..જો સિર્ફ પૈસે બનાને મેં પડે હૈ! જબ ઇસ દેશ કે લોગો કો અપને ખુદકી નહિ પડી હૈ..તો તુમ કયું ફિકર કરતે હો?”

જે રામગોપાલ વર્મા આ ફિલ્મ બનાવવાની હિંમત કરે તેને આપણે સૌ દરેક કોમેડી શો ના દરેક એપિસોડમાં હસવાના પાત્ર તરીકે હસી કાઢીએ છીએ...

ફિલ્મ..સારી/ખરાબ કેવી રીતે હોઈ શકે... તે અલગથી વિચારવાનો મુદ્દો છે...

પણ તેમ છતાંય...રણ ..ની નિષ્ફળતા આપણા સૌ લોકોની શાહમૃગવૃતિ ને છતી કરે છે...

હાલમાં વકરેલો IPL વિવાદ મીડિયાનો ...એક ઉકાળો જ છે...

કોઈ..સત્તાવાર માહિતી નહિ..ફક્ત.. સનસની મળી...અને...લલિત મોદી...એક નંબરનો..ભ્રષ્ટાચારી..બની જાય..તેને આ ત્રણ વર્ષોમાં ક્રિકેટ અને ભારતને વિશ્વ માં પ્રસિદ્ધ કરવા શું મહેનત કરી તેની એક પણ સ્ટોરી નહિ..

સહેજ માં શશી થરૂર જેવા મંત્રીને રાજીનામું આપવું પડે તે ફક્ત વિપક્ષ કે લલિત મોદી નો જ નહિ પણ મીડિયાનો પણ કમાલ છે..

થોડા સમય પહેલા રોજ મોઘવારીને પ્રાણ પ્રશ્ન ચીતરતું મીડિયા..હવે ફક્ત IPL પર ફોકસ કરી રહ્યું છે..

ત્યારે પ્રશ્ન જરૂર થાય..

આખરે મીડિયા શું છે?

ન્યુઝ ચેનલ શા માટે છે?

મનોરંજન માટે?


• ભ્રષ્ટાચારને દુર કરવાનો સાબુ?


• સી.આઈ.ડી. ની જેમ શોધ ખોળ કરી ને લોકોની પોલ બહાર લાવવાનું માધ્યમ?


• લોકોને ગલીપચી કરાવે તેવા સમાચારોનું નાટ્ય રૂપાંતર કરી બતાવતી એક ચેનલ?


• છુપી વિગતો મેળવી તેનો પોતાના ફાયદામાં ઉપયોગ કરનારી એક વ્યવસાયિક કંપની?

વગેરે...વગેરે કે પછી....

દેશની જનતાને જાગતા રાખવા દેશનું સાચું ચિત્ર રજુ કરતુ એક એવું માધ્યમ કે જેને પોતાના કોઈ અંગત મંતવ્યો નથી...???????????????????????

હવે પછી..ન્યુઝ જોતી વખતે કાળજી રાખજો કોઈ તેમાંના સ્વાર્થ માટે તમારા મગજને હિપ્નોટાઈઝ કરી શકે છે!!!!!!!!!!
Will we ever know the truth in real life????????


hi rakesh
i have read your post.
as far i am concern this is one of your best post.
your writting has become more matured. i have also seen the film. it an eye opener film. this is what happening with media. that is called yellow journalism.
you have critisized the present scenario very well keep it up. and keep in touch.
dr bhaumik

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments