Happy Birth Day to Ramji...Sahajanand Swami!


બે પ્રાત: સ્મરણીય પુરુષોને Happy Birth day! 
અગત્સ્ય સંહિતા અનુસાર ચૈત્ર સુદ અને નોમ તિથિના પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્ય પાંચ ગ્રહોની શુભ દૃષ્ટિ સાથે મેષરાશિ પર બિરાજમાન હતા ત્યારે જ સાક્ષાત્ ભગવાન શ્રીરામને માતા કૌશલ્યાએ જન્મ આપ્યો. 
અને
સં. ૧૮૩૭ને ચૈત્ર સુદ-૯ ગુરુવારના દિવસે રાત્રે ૧૦-૧૦ મિનિટ પુષ્પ નક્ષત્રમાં અયોધ્યા પાસે છપૈયા ગામમાં હરિપ્રસાદ અને પ્રેમવતી પાંડેના ઘરે પુત્ર જન્મ થયો હતો. યોગાનુયોગ તે દિવસે રામ નવમી હતી –અને તે દિવસે જન્મેલા તે બાળકનું નામ હતું ઘનશ્યામ...જેમને આપણે સ્વામીનારાયણ ભગવાન તરીકે ઓળખીએ છીએ!
તો આજે શું કરીશું.....?????
પ્રાર્થના તો ખરી પણ...આ બંનેની જેમ પરમાર્થ કરી શકીએ?
ઓહ!
આપણે તે ના બની શકીએ પણ જેમ નાના હતાને ઘર ઘર રમતા તેમ ....રામ-રામ –સ્વામીનારાયણ-સ્વામીનારાયણ રમીએ!
આ દુનિયાને શાતા આપવાનો એક પ્રયાસ તો કરીએ!

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments