ભાગો ભૂતનાથ આયા-સાથમે ગુજરાત લાયા!

હવાની જેમ હવાઈ વિચારો...દુનિયા પર હોય છે!
તમે જો બરાબર વિચારીને કોઈ કામ કરવા લાગી જાઓ તો બહુ સિફતથી કોઈનીય પણ બદબોઈ કરી શકો છો!
એમેય પાછી ગરીબની જોરુ સબકી ભાભી!
જુઓ! નરેન્દ્ર મોદી-એક વ્યક્તિ તરીકે જે હોય તેમની સામે કોઈને પણ વાંધો હોઈ શકે-એમ વિરોધ કરવાનો કોઈને પણ હક છે. આખરે આપણે લોકશાહીમાં જીવીએ છીએ.
પણ તે જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉપસ્થિત હોય ત્યારે તો નહિ જ!
છતાં તે વર્ષોથી ચાલતું આવ્યું જ છે!
હવે SIT  સામે તેમની જુબાનીને લોકો જુદી જુદી રીતે  લઇ રહ્યા છે!
પણ તે અલગ અને મોટો પ્રશ્ન છે...
એનાથીય મને ગંભીર લાગતો પ્રશ્ન તે- ગુજરાતનો વિરોધ થઇ રહ્યો છે..તે પાછો હવે સીધી રીતે..
અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બને તેથી તે કોઈ ભાજપી નથી બની જતા!
અને કદાચ ભાજપી બની જાય તોય તેમની સાથે જે થઇ રહ્યું છે તે તો કૈક વધુ પડતું થઇ રહ્યું છે ...
શરૂઆતમાં તો એ સમાચાર સાભળીને મે થયું કે આ એક મીડિયા સ્ટંટ થઇ રહ્યું છે...સમાચાર ભૂખ્યા મીડિયાને મળેલો મુદ્દો છે!
પણ ના!
એક વ્યવસ્થિત ક્રમમાં તમે બધા કાંગ્રેશીઓને સાંભળો તો તમને થાય કે..દેશ ક્યાં જઈ રહ્યો છે!
એન્ટી ગુજરાતની આ પરાકાષ્ઠા કહેવાય કે પછી મેડમ પ્રત્યે આભારવશ થવાના લટુડા પટુડા!
  • સી-લિન્કના ઉદઘાટનનો બખેડો..
  • મરાઠી સાહિત્ય પરિષદમાં મહારાષ્ટ્રના મુખ્ય(?) મંત્રી નું એક દિવસ અગાઉ હાજર રહેવું!
  • દિલ્હીમાં યોજાયેલા અર્થ-સેવ અવરના બ્રાન્ડ એમ્બેસેડર(અભિષેક બચ્ચન)ના પોસ્ટર હટાવવા...બ્રાન્ડ એની એ અને તેના માટે તૈયાર થયેલો વીડીઓ બ્રાન્ડ એમ્બેસેડરનો નહિ(પાછો વ્યવસ્થિત બખેડો કરાવવા જાણી જોઈને જુના બ્રાન્ડ એમ્બેસેડર આમીરખાનનો વીડીઓ બતાવ્યો!) કોઈક તો આપણી બાજુ રહે!!!!!!...
  • શિવસેના કોઈ વાતનો વિરોધ કરે ત્યારે એક ટોળકી દેશને વહેચવાની બૂમો સાથે દોડીને રસ્તા વચ્ચે આવી જાય છે...(જો કે તેમનો આશય જે હોય તે..પણ દેશની અખંડ બનાવવાના તેમાંના પ્રયત્નોને સલામ) તે ટોળકીના એક નાયક છે ...શ્રી જાવેદ અખ્તર ...તેમને આજે જ કરેલું બયાન સાંભળો તો તમને થાય કે આ માણસ હિન્દુસ્તાનનો છે કે નહિ?
બાલાસાહેબ સામે તો ઘણા બોલ્યા કે તે સંકુચિત છે.આમ-તેમ...તમને બધાને તેમ કહેવા વપારાતા શબ્દોનો પરિચય છે...
જાવેદ અખ્તર આજે જ એમ બોલ્યા કે .. શ્રી બચ્ચનને શું કરવું તે તો એ જ જાણે પણ જો તમે મને પૂછો તો હું કહીશ કે તેમને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ના બનવું જોઈએ!
બોલો ભાઈ તમને(તને- વાંચવું પણ હજુ મારાથી સ્પષ્ટ તું’કાર નથી થતો તેનું કારણ ગીતકાર જાવેદ અખ્તર છે!) વાંધો તમને નરેન્દ્ર મોદી સામે છે કે ગુજરાત માટે? જરા નક્કી કરીને બોલો!
હવે મારો એક દાવો છે કે આ સમાચાર જો તમને વધુમાં વધુ કેટલી વાર જોવા મળે છે ? તે જોજો..કારણ તેના પાછી તો મેં બધી ચેનલ ફેરવી જોઈ પણ જે ચેનલે ઇન્ટરવ્યું લીધો હતો તે સિવાય કોઈ પર આ સમાચાર નહોતા!
ઠીક છે..પણ આપણે સૌ ગુજરાતીઓને હરિવંશરાય બચ્ચને “સરદાર પટેલ” માટે લખેલી પંક્તિઓ સમર્પિત સાથે અમીતાભજીને આ ચહેરો (ટાઈગર વાળો)બનાવી રાખવાનો ટેકો!
यही प्रसिद्ध लोह का पुरुष प्रबल,
यही प्रसिद्ध शक्ति की शीला अटल,
हिसा इसे सका कभी न शत्रु दल,
पटेल पर स्वदेश को गुमान है.
सुबुद्धि उच्च श्रुंग पर किये जगह,
ह्रदय गंभीर है समुद्र की तरह,
कदम छुए हुए जमीन की तरह,
पटेल देश का निगहबान है.
हरेक पक्ष को पटेल तोलता,
हरेक भेद को पटेल खोलता,
दुराव या छिपाव से उसे गरज?
कठोर नग्न सत्य बोलता
पटेल हिंद की नीडर जबान है.

સાથે તેમના બ્લોગની આ લીંક... http://bigb.bigadda.com/?p=4894

2 comments:

shirish m dave said...

કોંગ્રેસબંધુઓ છાસવારે લઘુમતિને લગતા નિવેદનો કરતા રહેતા હતા અને બીજેપીને સાંપ્રદાયિક તત્વો સાંપ્રદાયિક તત્વો તરીકે ભાંડતા રહેતા હતા. જો તમારે ચૂંટણી જીતવી હોય તો તમે "ગુજ્જરોને મીનાઓ સાથે ભીડાવો, પટેલોને ક્ષત્રીયો સાથે ભીડાવો, ગામડાને શહેરો સાથે ભીડાવો, દક્ષિણભારતીયોને ઉત્તરભારતીયો સાથે ભીડાવો, શિવસેનાઓને અને મહારાષ્ટ્ર સેનાઓસાથે ભીડાવો, દલિતો અને સવર્ણોને ભીડાવો, ઐતિહાસિક વિવાદોને ચગાઓ જેથી મર્ધન્યો પોતાની પ્રાથમિકતાઓ ભૂલે. ચૂંટણી જીતવાના હજાર રસ્તાઓ છે.

તેથી વિરુદ્ધ શ્રી નરેન્દ્ર મોદીએ આમાંનો એક પણ રસ્તો ન અપનાવ્યો. તેમણે સર્વ ક્ષેત્રીય પ્રગતિનો રસ્તો કોતરીને બતાવ્યો. શું નરેન્દ્રમોદીનો માર્ગ કંટક રહિત છે? ના જી. મહાત્મા ગાંધીનો માર્ગ પણ ક્યાં કંટક રહિત હતો?

asaryc said...

ખૂબ જ સરસ રજૂઆત. આપની વાત સાથે સહમત છીએ.

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments