વેલેન્ટાઈન ડે- My Name is khan -એવું બધું!


20 જાન્યુઆરી(વસંત પંચમી)

 (તસવીર ના ચિત્રકાર કનુભાઈ પટેલ, લજ્જા સ્ટુડીઓ  વલ્લભ વિદ્યાનગર)


વેલેન્ટાઈન ડે મનાવવાની લ્હાયમાં આપણે આપણો પોતીકો પ્રણય દિન વસંત પંચમી મનાવવાનું ભૂલી ગયા છીએ!
આમ, દિલથી કહું તો મને કે કોઈનેય વેલેન્ટાઈન ડે થી કોઈ વાંધો નથી!
સારું છે એક દિવસ બધા પ્રેમની વાતો તો કરે છે!- તરફેણમાં કે વિરોધમાં પણ પ્રેમ- ચર્ચાનો મુદ્દો તો બને છે!
પણ વેલેન્ટાઈન કેમ શરૂ થયો હતો તે જાણ્યા વિના
સૌ-વિદેશી છે તો સારૂ છે...
.બાકી આપણી સંસ્કૃતિમાં પ્રેમને સુગાડવો કહ્યો છે....તેવી માન્યતાઓ સાથે ઉછરતા યુવાનો માટે આપણી સંસ્કૃતિ મજાક ના બની જાય તે તો જોવું જ રહ્યું!
પશ્ચિમના દેશોમાં જ્યાં લગ્ન એક કોન્ટ્રાક્ટ  હોય છે ત્યાં એક સંતે ધૂણી ધખાવી લગ્નોને કાયમી બનાવવાની વાત કરી તે સંતને મોતની સજા મળી...તો વેલેન્ટાઈન તો ખરેખર સાચો પ્રેમ લગ્ન કરી તેને નિભાવી જાણવા જેટલી સમજ કેળવવાનો દિવસ છે...
તો તેનો વિરોધ તો ના જ થવો જોઈએ પણ આપણી સંસ્કૃતિ એ આપણને જે દિવસ આપ્યો છે તે પણ ના ભૂલીએ....
નહીતર આપના તહેવારો કાળક્રમે જાહેર રજા સિવાય કશુંય નહિ રહે!
૧૪ મી ફેબ્રુઆરી
આજે સવારે મંદિરમાં જઈને બેઠો ત્યાંજ એક બાવીસ-ત્રેવીસ વર્ષનો પુરુષ તેના હમણા જ બોલતા અને ચાલતા થયેલા બાળકને આંગળી પકડી મંદિરના પગથીયે પગે લગાડી-
એક એક પગથીયા ચડાવતા ચડાવતા “જાય માતાજી” બોલતા શીખવતો શીખવતો મારી તરફ લઈને આવી રહ્યો હતો...
આ જ બાળક મોટો થઈને આ સંસ્કાર ભૂલી જાય તો અપમાન કોનું થયું ગણાય?
ધર્મનું?
સંસ્કૃતિનું?
ના બેમાંથી એકેયનું નહિ..અપમાન તેને એ સંસ્કાર આપનાર બાપનું થયું ગણાય....
આજે સૌ વેલેન્ટાઈન ઉજવવામાં મશગુલ છે તો કેટલાક તેનો વિરોધ કરવામાં !
પણ જેમ સમર્થન કરનારા સાચા પ્રેમની વ્યાખ્યાથી છેટે છે(કારણકે સાચા પ્રેમની કોઈ વ્યાખ્યા જ ના હોય-તે તો વ્યક્તિ વ્યક્તિએ જુદો જ હોય)
તેટલાજ વિરોધ કરનારા તેના કારણોથી દૂર છે!
તેમને વિરોધ કરવાનો છે તેટલી જ ખબર છે...તેના માટે ગંભીર તેઓ ક્યારેય બની જ નથી શકતા....
જુઓને
તાજું ઉદાહરણ શિવસેના છે!
My name is khan”
નો વિરોધ કેમ?
કેમ કે શાહરુખખાન પાકિસ્તાનના ખેલાડીઓને રમાડવાના પક્ષમાં હતો!
હવે જો બરાબર હેતુ જોઈએ તો પાકિસ્તાનનું જો નાક દબાવીએ તો જ માં ખુલે એ વાત તો જાણે બરાબર.....ભારતે તેની સાથેના કોઈ પણ રીતે પાકિસ્તાન સાથેના તેને આર્થિક ફાયદા થતા હોય તેવા તમામ દરવાજા બંધ કરી દેવા જોઈએ...ચોક્કસ એક દમ...તો જ કદાચ...મંત્રણાઓ માટેના માંગા આપણા તરફથી થાય છે તેને બદલે પાકિસ્તાન તરફથી પણ થાય!
નહીતર તેને તો આમ કે આમ અને ગુટલીઓ કે દામ!
બંને હાથ ઘીમાં છે!
રાજકીય અને આર્થિક બંને ક્ષેત્રે હાથ ઉપર રાખવાનો અને સીમા પાર આતંકવાદ રોકવાનો ગંભીર પ્રયાસ નહિ કેમ?
ભારત ક્યારેય કોઈ એક વાત પર એક થવાનું જ નથી એ તેને ખબર છે!
શિવસેનાની વિરોધી ટોળી અને ફિલ્મના સમર્થનમાં ઢોલ વગાડતા લોકોને જોઈને તો કામ સે કામ એક વાત નક્કી...બંને બાજુ શક્તિ પ્રદર્શન સિવાય કશું જ નહોતું!
એના બદલે આ જ રાજકીય પક્ષો ક્યારેય આટલા ઝનૂનથી પાકિસ્તાનને ખરેખર કઈ વ્યૂહાત્મક રીતે સમજાવી શકાય તે બાબતે વિચારતા નથી!
તો વેલેન્ટાઈન હોય કે માય નેમ ઇઝ ખાન....
સમર્થન કે વિરોધ....
બેયમાં બુદ્ધિ ઓછી અને તાકાત પ્રદર્શન જ વધુ થાય ....
શું કહો છો?
બોલો – ભારત તમારો પણ દેશ છે!
કેમ ભૂલી ગયા?

1 comments:

vishal makwana said...

I like ur work and ur some of ur ideas..
thoda matbhed chhe..manbhed kyarey nahi....

Sanskruti ane dharm shu chhe?
mahavir ane buddh eni bap no dharm, sanskruti, rushi parmpara, aarya hindutva badhu chhodi chalya gaya... Shu potana baap nu apmaan karyu??? Khotu karyu???
balko ne vicharta karo nahi k potana vicharo, sanskruti ane dharm tena par thopi do..
buddh ane mahavir potana baap na vicharo, sanskar ane dharm ni bahar j na gaya hot to vishal ane rakesh bani ne rahi gaya hot..?
so go ahead across the all borders..

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments