Training via..Television


૧૩મી એપ્રિલ

Back to school!
        એક એવી જગ્યા જયો ગમે તેટલા દિવસો પછી પગ મુકું પણ તરત જ તે જગ્યા મને વીટળાઈ વળે!
        ભુલાવી દે તમને તમે તેનાથી દૂર હતા.


૨૧મી એપ્રિલ
Training via..Television

જે વ્યાકરણ વ્યવહારું ભાષાથી ઘડાયું છે તે  વ્યાકરણથી ભાષા ન શીખવી શકાય!
        વ્યાકરણ એટલે આખરે શું?
આ મારી પેન છે. મારી કેમ? મારો પેન – મારું પેન – કેમ નહિ?
સૌપ્રથમવાર કોને નક્કી કર્યું? કેવી રીતે નક્કી કર્યું? –
તો આ નિયમો ભાષા પછીના છે.
સર્વ સામાન્ય ભાષકોને સાભળીને તારવવામાં આવ્યા છે.

૨૨મી  એપ્રિલ
મોરારીબાપુ
        શિક્ષણ સફળની સાથે સાથે સુફળ બને.
  રતિલાલ બોરીસાગર: શિક્ષક્ સામાન્ય કેમ બની ગયો તે વિચારવું પડશે
-ભારતમાં તો રાજાસત્તાથી ઋષિસત્તા મહાન રહી છે.


૨૩મી એપ્રિલ
શાહ્બુદ્દીનજી
  • To educate means to love the children.
  • Where there is love there is no problem
  • To educate means to bring out.
  • Heart is in left but it is always right.
  • માહિતી + જીવન = જ્ઞાન
  • જ્ઞાન + ઉપયોગ = ડહાપણ


૨૪મી એપ્રિલ
Dr Ravindra Dave.
ગમે તેટલા શહેરો મોટા બનશે પણ તમે ક્યા ગામના? – એ પ્રશ્ન પૂછતો રહેશે.
માતા, માતૃભુમી અને માતૃભાષાની અવગણના ન  થવી જોઈએ.-
રામાયણમાં લખ્યું છે કે
સ્વર્ણમયી લંકા ન મેં  લક્ષ્મણ રોચતે!
 જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપીગરીયાસી
સજ્જતા + પ્રતિબદ્ધતા = સફળતા 


૨૫મી એપ્રિલ
Primary teacher!
                શિક્ષક- ફક્ત સરકારી કર્મચારી બની રહ્યો છે. જે આદર્શો શિક્ષક સાથે જોડાયેલા હતા તે પાનખરમાં પણ ખરે તેમ ખરી રહ્યા છે.
‘સ્વવિષય’ માં પારંગતતા પ્રત્યે દુર્લક્ષ – જેને શિક્ષણની રતીભાર ચિંતા કે ચિંતન નથી તે શિક્ષક!
જેવી નવી વ્યાખ્યા બની રહી છે!
આ ચાર દિવસની ટ્રેનીંગ ભલે જે હતી તે- પણ એમના ધર્મગુરુ આવી જ અઘરી બાબતો સમજાવવાનો પ્રયત્ન હોત તો બધા સાંભળત કે નહિ?
શું શિક્ષણની વાત કરનાર આપણો ધર્મગુરુ (શિક્ષક ધર્મ) નથી?

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments