Swadesh-Frienship-Gulal

૧૯મી સપ્ટેમ્બર
સ્વદેશ!- એક એવી ફિલ્મ જે મને બીજું બધું ભુલાવી દે છે- મોહન, ગીતા, કાવેરી અમ્મા, પંચો, હરિદાસ, પોસ્ટમાસ્તર,મેલારામ,ચીકુ,દાદાજી બધા પાત્રો મને ઘેરે છે!
કેટલીક અદભુત ક્ષણો કેમેરામાં કંડારાઈ ગઈ છે. વળી, એ.આર.રહેમાન ની ધૂન......
Back ground music પણ! હવે જયારે સ્વદેશ જુઓ ત્યારે તે સંગીત પર ધ્યાન આપજો!
રાતના ૧૨ને ૪૫ થઇ છે...ઓહ....
તાકાત છે આ ફિલ્મમાં!


૨૦મી સપ્ટેમ્બર
હજુ સ્વદેશ જીવું છું!
મંદિરે ચાલતા જતી વખતે પણ મોહન મગજમાંથી નીકળતો નથી.
મારો દેશ મહાન છે?
ભારતની પરંપરાઓ અને સંસ્કૃતીઓ જ તેને જીવાડી રહી છે...

૫મી ઓક્ટોબર
ગાંધીનગરથી પાછો વળતો બસની રાહ જોઈ ...પથીકા ઉભો હતો..ત્યાજ..
કમરથી ત્રણ આગળ નીચે જીન્સ પહેરી- જીન્સથી ત્રણ આગળ ઉચી ટી-શર્ટ પ્રી બીક પર બેસીને –નીચે ઉભેલા મિત્રને ગળે વળગતા મિત્રોને જોઈ- પીતામ્બરધારી – ટુંકી પોતડીધારી –કૃષ્ણ-સુદામા યાદ આવી ગયા!
મૈત્રી જીવે છે!

૨૦મી નવેમ્બર
“ ગુલાલ”
અદભુત ફિલ્મ!
વિશેષ – વિચિત્ર પત્રો- અલગ રાજપુતાના માગતા લોકો- કૈક વિચિત્ર પહેરવેશ- રાજાપુતોવાલા વિચરો દેખાય..તમને!
હટકે સંગીત...તેમાંય ચુંટણી વખતે આવતું
“ કૌરવો કી ભીડ હો ય પાંડવો કી નીડ..”
આહ....
ફિલ્મ પૂરી થાય પછી મનમાં શરૂ થાય.
ડાયરેક્ટર કોણ છે તે થોડીવાર પછી જોવાનું શરુ કર્યું તેથી ખબર ન પડી..પણ અનુરાગ કશ્યપના ચેલાએ ફિલ્મ બનાવી હોય તેમ જરૂર લાગ્યું!

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments